You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહે કહ્યું, 'મને કોઈ બીમારી નથી, હું સ્વસ્થ છું'
'મારા સ્વાસ્થ્યની ચિંતા કરાનારા તમામ લોકો માટે મારો સંદેશ.'
શનિવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહે આ ટ્વીટ કર્યું અને આ સાથે જ તેમણે ટ્વિટર પર એક નિવેદન પણ પોસ્ટ કર્યું.
વાત એમ છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અમિત શાહના સ્વાસ્થ્ય અંગે જાતજાતની અટકળો ચાલી રહી છે.
કેટલાક લોકો કહી રહ્યા છે કે અમિત શાહને કૅન્સર થયું છે, તો કેટલાકનું કહેવું છે કે તેઓ કોરોના વાઇરસના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે.
અફવાઓ પાછળનું કારણ એવું છે કે છેલ્લા થોડા વખતથી અમિત શાહ જાહેરમાં ઓછા દેખાય છે.
જોકે થોડા દિવસો પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓ સાથેની બેઠકમાં તેઓ દેખાયા હતા, એ છતાં અટકળોનો ક્રમ યથાવત્ રહ્યો છે.
આખરે અમિત શાહે જાતે ટ્વીટ કરીને માહિતી આપી છે.
ટ્વિટર પર તેમણે આપેલું નિવેદન આ મુજબ છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સ્વાસ્થ્ય અંગે મનગડંત અફવા ફેલાવી રહ્યા છે. એટલે સુધી કે કેટલાક લોકોએ તો ટ્વીટ કરીને મારા મૃત્યુ અંગે દુઆ પણ માગી.
હાલમાં દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે અને દેશના ગૃહમંત્રી તરીકે મોડી રાત સુધી હું કામમાં વ્યસ્થ રહું છું, એટલે જ આ બધી બાબતો પર મેં ધ્યાન નથી આપ્યું.
મારા ધ્યાને આવ્યું ત્યારે મને થયું કે લોકો ભલેને કાલ્પનિક વિચારોનો આનંદ લેતા રહે, એટલે મેં કોઈ સ્પષ્ટતા ન કરી.
મારા પક્ષના લાખો કાર્યકરો અને શુભચિંતકો બે દિવસથી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તેમને ચિંતાને હું અવગણી ન શક્યો. એટલે હું સ્પષ્ટતા કરવા માગું છું કે પૂર્ણ રીતે હું સ્વસ્થ છું અને મને કોઈ બીમારી નથી.
હિંદુ માન્યતા છે કે આ પ્રકારની અફવાઓ સ્વાસ્થ્યને વધુ મજબૂત કરે છે. એટલે હું આવા તમામ લોકો પાસે આશા રાખું છું કે તેઓ નિરર્થક વાતો છોડે અને મને મારું કામ કરવા દે અને પોતે પણ કામ કરે.
હિતેચ્છુઓ અને પાર્ટીના તમામ કાર્યકરોનો મારા હાલચાલ પૂછવા અને મારી ચિંતા કરવા બદલ આભાર માનું છું.
જે લોકોએ આ અફવા ફેલાવી છે, એમના પ્રત્યે મારા મનમાં કોઈ દુર્ભાવના કે દ્વેષ નથી. તમારો પણ આભાર.
- અમિત શાહ
ગૃહમંત્રીના ટ્વીટ બાદ ટ્વિટર પર #AmitShah ટ્રૅ્ન્ડ થઈ રહ્યું છે. લોકો હવે તેમના દીર્ઘાયુની કામના કરી રહ્યા છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : આ વૈશ્વિક બીમારીનો અંત ક્યારે આવશે? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો