હાલમાં વિશ્વસનીયતાની કસોટી : બીબીસીના ડિરેક્ટર જનરલ ટૉની હૉલ

અહીં આવીને હું બહુ રાજી થયો છું. ગત વખતે, લગભગ બે વર્ષ પહેલાં મને દિલ્હી આવવાની તક મળી હતી. એ સમયે બીબીસી અહીં પોતાના ન્યૂઝ-બ્યૂરોના વિસ્તરણનો ઉત્સવ ઉજવી રહ્યું હતું. એ સમયે બીબીસીએ ચાર ભારતીય ભાષાઓમાં પોતાની સેવા શરૂ કરી હતી.
અમારું લક્ષ્ય પહેલાં જે હતું, એ જ આજે પણ છે કે બીબીસી વિશ્વસનીય સમાચારો આ દેશના કરોડો લોકો સુધી પહોંચાડે.
ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના મૃત્યુના દુખદ સમાચાર મળ્યા ત્યારે મેં એ વિશે ફરી વિચાર્યું હતું, કારણ કે હું જ્યારે અહીં આવ્યો હતો ત્યારે મને તેમની સાથે વાતચીત કરવાની તક મળી હતી.
અમે 70ના દાયકાના કટોકટીના તેમના અનુભવ વિશે ચર્ચા કરી હતી. કટોકટી વખતે અરુણ જેટલી લગભગ 18 મહિના સુધી જેલમાં કેદ રહ્યા હતા. અરુણ જેટલીએ મને જણાવ્યું હતું કે એ વખતે તેઓ તેમનું નાનકડું ટ્રાન્ઝિસ્ટર જેલમાં ગુપચૂપ લઈ ગયા હતા. જેલના સલામતી રક્ષકો સવારે છ વાગ્યે ઉઠે એ પહેલાં તેઓ એ રેડિયો પર બીબીસી વર્લ્ડ સર્વિસ પર સમાચાર સાંભળી લેતા હતા.
અરુણ જેટલીએ મને જણાવ્યું હતું કે બીબીસીની એ સમાચારસેવા જેલમાં તેમના માટે લાઇફલાઇન જેવી હતી. દેશ અને દુનિયામાં એ સમયે શું ચાલી રહ્યું હતું એ તેઓ બીબીસીની સમાચારસેવા મારફત જાણી શકતા હતા. ગત 90 વર્ષોમાં, તેમની માફક જેલમાં કે ભય અથવા અનિશ્ચિતતાના માહોલમાં રહેતા અનેક લોકો માટે બીબીસી લાઇફલાઇન બની રહી છે. સમાચારમાં વિશ્વસનીયતાની વાત હું થોડા સમય પછી કરીશ. એ પહેલાં હું વિશ્વાસ અથવા ભરોસા વિશે વ્યાપક સંદર્ભમાં વાત કરીશ.
સરકારની લોકશાહીની સંસ્થાઓ, બિઝનેસ અને મીડિયામાં વિશ્વાસનો અર્થ જ લોકતંત્રમાં વિશ્વાસ થાય છે.
ઉથલપાથલના આ સમયમાં શું બદલાયું છે અને આપણે મીડિયાના લોકો તેમાં શું કરી શકીએ, એ વિશે પણ હું થોડી વાત કરીશ.

લોકતંત્રમાં ભરોસો

આ વર્ષના પ્રારંભે લંડનમાં ઍડલમૅન ટ્રસ્ટ બૅરોમિટર લૉન્ચ કરવામાં આવ્યું ત્યારે મેં મારા વિચાર રજૂ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે તે એક વાર્ષિક સર્વે છે, જે 28 દેશોમાં બિઝનેસ, સરકાર, મીડિયા અને બિનસરકારી સંગઠન(એનજીઓ) પર લોકોના ભરોસાની તપાસ કરે છે. આપણને એ સર્વેમાંથી પાછલાં 20 વર્ષ દરમિયાન થયેલાં પરિવર્તનની દિલચસ્પ માહિતી મળી છે.
બ્રિટનમાં વ્યાપક ચિત્ર એકદમ સ્પષ્ટ છે : પ્રજાસત્તાક સંસ્થાઓમાંથી લોકોનો વિશ્વાસ ઘણો ઘટી ગયો છે.
આજે વધારે લોકો એવું અનુભવી રહ્યા છે કે રાષ્ટ્રીય ચર્ચાઓમાં તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી. તમામ સમુદાયના લોકો માને છે કે તેમનાં હિતોની રક્ષા થતી નથી. આ એક એવો ટ્રૅન્ડ છે, જે આપણે થોડા અથવા વધારે પ્રમાણમાં સમગ્ર વિશ્વમાં જોઈ રહ્યા છીએ, એ હું જાણું છું.
એક આંકડો એવો છે, જેને કમસેકમ હું તો ચોંકાવનારો માનું જ છું. આજે પ્રત્યેક 10માંથી 8 લોકોને પોતાની નોકરી ગૂમાવવાનો ડર ઘેરી વળ્યો છે. તેમને લાગે છે કે ઑટોમેશન કે મંદી, પ્રતિસ્પર્ધા કે પછી પરદેશીઓને કારણે તેમની નોકરી ચાલી જશે.
આશંકાને કારણે આશાનું ગળું ટૂંપાઈ રહ્યું હોય એવું લાગે છે. આજે ઘણા લોકો સામાજિક પ્રગતિમાંથી પોતાનો વિશ્વાસ ગૂમાવી રહ્યા છે. આકરી મહેનત કરવાથી પોતાની જિંદગી બહેતર બની જશે એ વાત પર આજે તેમને ભરોસો નથી.
તેનું પરિણામ એ છે કે લોકતંત્ર અને તેની મૂળભૂત સંસ્થાઓમાં લોકોના વિશ્વાસને હાનિ થઈ રહી છે.

બિઝનેસમાં ભરોસો

એક ટ્રૅન્ડ તાજેતરનાં વર્ષોમાં ઊભર્યો છે. તે એ છે કે ઘણા દેશોમાં બિઝનેસ સૌથી વધુ વિશ્વસનીય સંસ્થા બનીને ઊભર્યો છે. એ પણ ત્યાં સુધી કે લોકોને સરકાર અને મીડિયા કરતાં પણ વધારે ભરોસો કારોબારી સંસ્થાઓ પર છે.
એક સમય એવો હતો, જ્યારે લોકો સમાજના મુશ્કેલ પડકારોના નિરાકરણ માટે પોતાના રાજનેતાઓ ભણી મીટ માંડતા હતા, પણ આજે ઘણા લોકો એવા છે, જેઓ આવી સમસ્યાનું નિરાકરણ વ્યાપારી નેતૃત્વ કરે એવી આશા રાખે છે.
આજે ત્રણ-ચતુર્થાંશ લોકો માને છે કે કોઈ પણ પરિવર્તનનું નેતૃત્વ મોટી કંપનીઓના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસરે કરવું જોઈએ, સરકાર પહેલું પગલું ભરે તેની રાહ ન જોવી જોઈએ. પછી મામલો ભલે સમાન પગારનો હોય ઑટોમૅશનના પડકારનો હોય, કાર્બન ઉત્સર્જનનો હોય કે ઇન્ટરનેટના નિયમનનો હોય.
હું તાજેતરમાં એક મોટી વૈશ્વિક ટેકનૉલૉજી કંપનીના વડા સાથે વાત કરતો હતો. તેમણે કહ્યું હતું કે નૈતિકતાપૂર્વક બિઝનેસ કરે છે એવી કંપનીઓ જ 2030 સુધી ટકશે એવું તેઓ માને છે.
અહીં જે વાત અત્યંત સ્પષ્ટ છે તે એ કે આજે બિઝનેસમાં તમારી સફળતાનો આધાર એ નથી કે તમે શું કરો છો? મહત્ત્વનું એ છે કે તમે કઈ રીતે બિઝનેસ કરો છો. આ સંઘર્ષમાં, સર્વોચ્ચ આદર્શોનું પાલન કરતા લોકો જ વિજેતા બનશે.

મીડિયામાં ભરોસો

હું ખાતરીપૂર્વક માનું છું કે આ વાત મીડિયા સૅક્ટર માટે પણ સાચી છે. પાછલો દાયકો દુનિયાભરના મીડિયા માટે ઊથલપાથલભર્યો રહ્યો હતો. ફેક ન્યૂઝે જૂજ વર્ષોમાં જ આપણા સમાજની નસોમાં ઝેર ભેળવી દીધું છે. તેથી ભરોસો ઘટ્યો છે અને પ્રજાસત્તાક વ્યવસ્થા અસ્થિર થઈ રહી છે.
આપણે આખી દુનિયામાં જોઈ રહ્યા છીએ કે ફેક ન્યૂઝને કારણે આપણી ચર્ચાઓ મૂળ મુદ્દા પરથી અન્યત્ર ભટકી રહી છે. તેનાથી સમાજ વિભાજિત થઈ રહ્યો છે અને મતદારોના નિર્ણયને આ પ્રકારના સમાચારો વડે પ્રભાવિત કરવામાં આવી રહ્યો છે.
એટલી હદ સુધી કે ફેક ન્યૂઝ મારફત હિંસા ફેલાવવામાં આવી રહી છે અને લોકોએ પોતાનો જીવ ગૂમાવવો પડે છે.
જે દેશોમાં લોકતંત્ર બહુ મજબૂત નથી અને ડિજિટલ સાક્ષરતા ઓછી છે ત્યાં ખોટા સમાચાર મોટી સમસ્યા બની ગયા છે.
આ પરિસ્થિતિ વણસવાની શક્યતા છે, કારણ કે ફેક ન્યૂઝ વિરુદ્ધનો જંગ રોજ વધારે જટિલ બની રહ્યો છે.
'ડીપ ફેક' વીડિયો ટેકનૉલૉજીનો અર્થ છે કે કોઈને પણ, કંઈ પણ ખોટું બોલતા કે કરતા દેખાડી શકાય એવા યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ.
દુનિયામાં સત્યને અસત્યથી, ખાતરીપૂર્વક કરવામાં આવી રહેલા દાવાઓથી અને હકીકતને સદંતર જુઠ્ઠાણાંથી અલગ તારવવાનું આટલું મુશ્કેલ અગાઉ ક્યારેય ન હતું.
આ ટ્રૅન્ડની ગતિને સોશિયલ મીડિયાના પ્રસારે વધારી દીધી છે. પોતાના દૃષ્ટિકોણને પડકારતા સ્રોતને બદલે, પોતાના દૃષ્ટિકોણ અનુસારના સમાચાર આપતા સ્રોત પાસે લોકો મોટા પાયે જઈ રહ્યા છે.
સોશિયલ મીડિયાને કારણે સમાજમાં અંતર વધી રહ્યું છે અને કોઈ પણ બાબતમાં માત્ર એક જ પક્ષની વાત જોવા-સાંભળવાનું તથા તેને આગળ વધારવાનું પ્રોત્સાહન મળી રહ્યું છે.
મારા માટે સૌથી ચિંતાજનક વાત એ છે કે પત્રકારોને અજ્ઞાત લોકો તરફથી સતત ઓનલાઈન ધમકીઓ મળી રહી છે. પત્રકારોની ભૂલ એટલી જ છે કે તેઓ, બીજા લોકો સાંભળવા ન ઇચ્છતા હોય એવી બાબતોનું રિપોર્ટિંગ કરી રહ્યા છે.
પરંપરાગત પત્રકારત્વને સમાધાનને બદલે સમસ્યાના સ્વરૂપે નિહાળવામાં આવી રહ્યું છે. પત્રકારો તેમનું કામ કરવાનું જ છોડી દે એટલા માટે તેમને ટાર્ગેટ કરવાના, ટ્રૉલ કરવાના કે ધમકાવવાના પ્રયાસ આપણે રોજ જોઈએ છીએ.
પત્રકારોએ શારીરિક નુકસાનના પ્રયાસો અને હિંસાનો સામનો પણ કરવો પડે છે. દિલ્હીમાં તાજેતરમાં થયેલાં હુલ્લડમાં આપણે આવું થતું જોયું હતું.
વાસ્તવમાં આ અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો, કોઈ ભય કે પક્ષપાત વિના તથ્ય મેળવવાના આપણા કર્તવ્ય પરનો, સત્તા સામે, ભલે તેમને ગમે તેટલું અપ્રિય હોય એ સત્ય બોલવા પરનો હુમલો છે.
એક લોકતંત્ર અને સમાજ બન્ને માટે તેનું પરિણામ અત્યંત ગંભીર હશે. સત્યની સુધીની પહોંચ પર ટકેલું ન હોય એવું લોકતંત્ર ખરા અર્થમાં લોકતંત્ર હોતું નથી. ચર્ચાના બન્ને પક્ષ, જે થઈ રહ્યું છે તેને વાજબી ઠરાવીને એકમેકની સાથે વાત ન કરતા હોય એ સમાજ અત્યંત નિર્બળ સમાજ હોય છે.
સમગ્ર વિશ્વમાં પ્રસરી રહેલા કોરોના વાઇરસે સ્પષ્ટ કરી દીધું છે કે દાવ પર શું લાગેલું છે.
તેનાથી આપણને સમજાય છે કે લોકો જરૂરી માહિતી પર અને શાંતિ, સમતુલા તથા સ્પષ્ટતા સાથે આપવામાં આવતી માહિતી પર ભરોસો કરે એ કેટલું જરૂરી છે.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1
ઊથલપાથલના સમયમાં ભરોસાપાત્ર સમાચાર

આ કારણસર હું માનું છું કે આપણા જેવા પરંપરાગત મીડિયાની જવાબદારી પહેલાં કરતાં હવે કેટલી મહત્ત્વની થઈ ગઈ છે.
જે મૂલ્યો સાથે આપણે ઊભા છીએ, સારા પત્રકારત્વના જે સિદ્ધાંતોથી આપણે પરિભાષિત થઈએ છીએ, તેની જરૂરિયાત આજની સરખામણીએ અગાઉ ક્યારેય આ રીતે અનુભવાઈ ન હતી.
આ એક મોટી તકની ક્ષણ છે. આ એ સમય છે, જ્યારે આપણે મીડિયામાં આપણા ભરોસાની પ્રતિબદ્ધતાને વધારે મજબૂત બનાવવાની છે અને સમાચારોમાં ઈમાનદારી માટે પહેલાની સરખામણીએ ઘણા વધારે મજબૂતી સાથે અડગ રહેવાનું છે.
બીબીસી તે પાંચ મુદ્દા સાથે આવું કરવા ઈચ્છે છે એ પાંચ મુદ્દાની વાત હું કરવા ઈચ્છું છું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પહેલો મુદ્દો : અમે અમારી વૈશ્વિક પહોંચ વધારી રહ્યા છીએ.

બીબીસી અત્યારે દુનિયાના સૌથી વિશ્વસનીય ન્યૂઝ પ્રોવાઈડરો પૈકીનું એક છે. એ રાજકીય દબાણથી મુક્ત છે અને નિષ્પક્ષતા તથા ચોકસાઈના સર્વોચ્ચ માપદંડ પ્રત્યે પ્રતિબદ્ધ છે.
વર્લ્ડ રેડિયો સર્વિસ અને બીબીસી વર્લ્ડ ન્યૂઝ માટે ઓલ-ટાઇમ રૅકૉર્ડ ઑડિયન્સ સાથે અમે દર અઠવાડિયે લગભગ 43 કરોડ લોકો સુધી પહોંચીએ છીએ.
તેની સાથે અમે એ પણ જાણીએ છીએ કે દુનિયાભરમાંના અમારા ઑડિયન્સને અમે બીજું પણ ઘણુંબધું આપી શકીએ તેમ છીએ. એ કારણસર અમે વર્ષ 1940 પછી પહેલીવાર બીબીસી વર્લ્ડ સર્વિસનું સૌથી મોટું વિસ્તરણ કર્યું છે.
હવે અમારી હાજરી 42 ભાષાઓમાં છે અને અમે નૈરોબીથી માંડીને બૅંગકૉક તથા બૅલગ્રૅડ સુધી અમારા નવા તેમજ વિસ્તારિત બ્યૂરો શરૂ કર્યા છે.
ભારતમાં અમે ચાર વધુ ભાષામાં ન્યૂઝ સેવા શરૂ કરી છે. એ ચાર ભાષાઓ - ગુજરાતી, મરાઠી, પંજાબી અને તેલુગુ છે. હિંદી અને તમિલ ભાષા સાથે અમે ભારતમાં કુલ નવ ભાષામાં અમારી સેવા આપી રહ્યા છીએ.
તેનો અર્થ એ થયો કે ભારતમાં લાખો લોકો હવે બીબીસી ન્યૂઝ તેમની ભાષામાં મેળવી શકે છે.
દિલ્હીમાંનો અમારો બ્યૂરો હવે સમગ્ર દક્ષિણ એશિયા માટે વીડિયો, ટીવી અને ડિજિટલ કન્ટૅટ પ્રોડક્શન માટેનું કેન્દ્ર બની ગયો છે.
અમે યુવાઓ અને પરંપરાગત ન્યૂઝ સેવાઓ જેમના સુધી પહોંચતી નથી એવી મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યા છીએ.
અમે સમગ્ર દુનિયામાં પણ આ કામ કરવા ઇચ્છીએ છીએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બીજો મુદ્દો : અમે ફેક ન્યૂઝ સામે જંગ લડી રહ્યા છીએ

ઇમેજ સ્રોત, FACEBOOK/ETGLOBALBUSINESSSUMMIT
બીબીસીનો 'બિયોન્ડ ફેક ન્યૂઝ' પ્રોજેક્ટ અમે ગયા વર્ષે શરૂ કર્યો હતો. તેમાં અમે અમારા તમામ ઇન્ટરનેશનલ નેટવર્ક વિશેની ડૉક્યુમૅન્ટરી, સ્પેશિયલ રિપોર્ટ અને ફીચર્સ પ્રસ્તુત કર્યાં હતાં.
અમારો હેતુ અમે જે બાબતોની વિરુદ્ધ લડી રહ્યા છીએ તે બાબતો વિશેની સમજ વધારવાનો અને મીડિયાની સાક્ષરતામાં સુધારણા લાવવાનો હતો.
વર્લ્ડ સર્વિસે ભારત, નાઈજિરિયા અને કેન્યાથી પણ એક એવું રિસર્ચ રજૂ કર્યું હતું, જેને પુરસ્કાર મળ્યો હતો. એ રિસર્ચ ખાનગી નેટવર્ક મારફત ફેક ન્યૂઝ ફેલાવવા અંગેનું હતું.
મહત્ત્વની ચૂંટણી દરમિયાન લોકતંત્રને ટેકો આપવાનો મુદ્દો પણ અમારા ફોક્સનો એક મહત્ત્વનો હિસ્સો બની રહ્યો છે. વર્લ્ડ સર્વિસના વિસ્તારને પગલે અમે હવે ખોટી માહિતીને તેના મૂળમાંથી જ રોકવા માટે ઘણુંબધું કરી શકવાની સ્થિતિમાં આવી ગયા છીએ.
અમે બીબીસી રિયલિટી ચેકમાં પણ રોકાણ કર્યું છે. આ હકીકતની ખરાઈ કરતી અમારી એક સર્વિસ છે, જે દાવા અને તેની સામેના દાવાઓની, તેની શરૂઆતના સ્તરથી જ તપાસ કરે છે અને ફેક ન્યૂઝને રિયલ ટાઇમના આધારે જ ખતમ કરી નાખે છે.
દાખલા તરીકે, ભારતમાં ચૂંટણી વખતે અમારી રિયલિટી ચૅક ટીમે સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવતા બનાવટી સમાચારોની આખી શ્રેણીને ટક્કર આપી હતી. તેમાં એવા બનાવટી સર્વેનો પણ સમાવેશ થતો હતો, જે બીબીસીએ કરાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ત્રીજો મુદ્દો : ઘટનાસ્થળે જ હાજર રહેવાને અમે આપી રહ્યા છીએ અગ્રતા

તેનો અર્થ ગ્રાઉન્ડ ઝીરો પરથી ચોકસાઈપૂર્ણ માહિતી મેળવીને તેને લોકો સુધી પહોંચાડવાનો છે. તેના કરતાં પણ અમારું વધારે ફોકસ સ્પેશિયાલિસ્ટ જર્નલિઝમ પર છે.
અમારું ફોક્સ અમારા રિપોર્ટરો પર છે. અમારા રિપોર્ટરો તેમના વિષયના ધુરંધર છે. તેઓ તથ્યનું વિવેચન કરી શકે છે અને એક વિશ્વસનીય નિષ્કર્ષ જણાવી શકે છે. બીબીસીની ગ્લોબલ ન્યૂઝ સર્વિસ માટે તેનો અર્થ સ્થાનિક પત્રકારો છે, તેઓ વાસ્તવમાં એ સમુદાયોનો એક ભાગ છે, જેના માટે તેઓ કામ કરી રહ્યા છે.
આ કારણસર ભારતમાં બીબીસીનું વિસ્તરણ સમગ્ર દેશમાં 150 નવા પત્રકાર સ્ટાફની નિમણૂંક સાથે કરવામાં આવ્યું છે.
તાજેતરના દિલ્હીનાં હુલ્લડના સમયે અમારાં ભારતીય રિપોર્ટર યોગિતા લિમયે આખી દુનિયાને તાજી અપડેટ્સ આપતાં હતાં, જ્યારે બીજી તરફ ફૈસલ મોહમ્મદ અલી જેવા અન્ય ભાષાના રિપોર્ટર્સ પણ લોકો સુધી સમાચારો પહોંચાડતા હતા.

ચોથો મુદ્દો : અમે ઉતાવળ કરતા નથી

આજના સમયમાં પોતાને આગળ વધારવા માટે ઉતાવળે સમાચાર પ્રકાશિત, પ્રસારિત કરવાનો ટ્રૅન્ડ ચાલી રહ્યો છે. તેમાં હકીકત ઓછી અને કકળાટ વધારે હોય છે.
ઉતાવળને બદલે શાંતિથી, સમજી-વિચારીને સમાચાર આપવામાં વિશ્વાસ ધરાવતા જર્નલિઝમમાં બીબીસી વધારે રોકાણ કરી રહ્યું છે. બીબીસીને હેડલાઇન બનાવવાની ઉતાવળ જરાય નથી.
અમારા પ્રયાસ અમારા ઑડિયન્સને સશક્ત કરવા પર છે અને એ હેતુસર અમે તેમને પરિસ્થિતિની વધારે માહિતી તેમજ વધુ વિશ્લેષણ આપવા ઈચ્છીએ છીએ. તેનો અર્થ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ પર વધારે ફોક્સ કરવું એવો થાય.
તેનું એક મોટું ઉદાહરણ અમારી 'આફ્રિકા આઈ' ટીમ છે. એ વિશ્વસ્તરનું એક ઇન્વેસ્ટિગેશન યુનિટ છે. તેની રચના સમગ્ર આફ્રિકન મહાદ્વીપમાં સત્તામાં જવાબદારી નક્કી કરવાના હેતુસર કરવામાં આવી છે.
કેમરુનનું વીડિયો ફૂટેજનું મુશ્કેલીભર્યું વિશ્લેષણ તેમનું જ હતું. તેને લીધે એ ખાતરીપૂર્વક સાબિત થઈ શક્યું કે સામાન્ય મહિલાઓ તથા બાળકોની કત્લેઆમ સૈન્યે જ કરી હતી.
આ રીતે પત્રકારત્વ વડે વાસ્તવિક પરિવર્તન લાવવામાં મદદ મળી શકે છે. કોડાઈન કફ સીરપના દુરુપયોગ અને તેમાં સામેલ એક મોટા ક્રિમિનલ નેટવર્ક વિશેના 'આફ્રિકન આઈ'ના એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટને કારણે ત્યાંની સરકારે કાયદામાં તત્કાળ ફેરફાર માટે મજબૂર થવું પડ્યું હતું.
અમે 'આફ્રિકા આઈ'ની માફક બીજાં સ્થળોએ પણ આ પ્રકારની ઇન્વેસ્ટિગેટિવ ટીમોની રચવા કરવા ઈચ્છીએ છીએ.
પુરુષો જુવાન છોકરીઓનું શોષણ કઈ રીતે કરી શકે તેની સલાહ આપતા શિયા ધર્મગુરુનો ભાંડો અમારા તાજેતરના બગદાદના ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં ફોડવામાં આવ્યો હતો. અમે ભારત સહિતની અન્ય જગ્યાઓ પર પણ આવી ઇન્વેસ્ટિગેટિવ ટીમો તૈયાર કરવા ઈચ્છીએ છીએ.
સમાચાર આપતાં પહેલાં સમય લેવાનો અમારો એક બીજો હેતુ પણ છે. એ અત્યંત મહત્વપૂર્ણ છે. તેનો અર્થ એ છે કે અમે વિશ્વનું ભવિષ્ય નક્કી કરનારી મોટી થીમ્સ પર વ્યાપક રીતે ફોકસ કરી રહ્યા છીએ.
ક્લાઈમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તન). વધતી અને વૃદ્ધ થતી વસતી, શારીરિક અને માનસિક આરોગ્યની મુશ્કેલીઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (આઈઈ) આપણી જિંદગી પર કેવો પ્રભાવ પાડશે જેવી બાબતો પર અમારું ફોક્સ છે. આગામી વર્ષોમાં આપણે આ જ મુદ્દાઓનું નિરાકરણ શોધવું પડશે.
પાંચમો મુદ્દો : બીજા સાથે મળીને મૂળભૂત પરિવર્તન લાવવા માટે કામ કરી રહ્યા છીએ અમે

ગયા ઉનાળામાં એક ખાસ કૉન્ફરન્સમાં મેં સમગ્ર વિશ્વની મીડિયા સંસ્થાઓને બીબીસી સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. એ બીબીસીના પબ્લિક સર્વિસ પાવરનો એક હિસ્સો છે, જેથી વિવિધ સમૂહોને સમાન લક્ષ્યની આસપાસ એકસાથે લાવી શકાય.
આ સંબંધે હેતુ ફેસબૂક, માઇક્રોસોફ્ટ, ગૂગલ, ટ્વિટર, ધ વૉલ સ્ટ્રીટ જર્નલ, ધ હિન્દુ અને અન્ય સંસ્થાઓનું એક ગઠબંધન તૈયાર કરવાનો હતો.
અમે બધા એક સાથે મળીની આખી દુનિયામાંથી ખોટી માહિતી, પક્ષપાત તથા ફેક ન્યૂઝની ફેલાઈ રહેલી જાળને કઈ રીતે રોકી શકીએ ? અમે કઈ રીતે નક્કર પગલાં લઈ શકીએ ? એ હેતુ હતો.
અમે તેને 'ટ્રસ્ટેડ ન્યૂઝ ઈનિશિયેટિવ' કહીએ છીએ.
એક યોજનામાં અમે એક અર્લી વૉર્નિંગ સિસ્ટમ શરૂ કરી હતી, જેથી પાર્ટનર્સને ખોટી માહિતી બાબતે ઍલર્ટ કરી શકાય અને વાયરલ થનારી આ પ્રકારની માહિતીનો પ્રસાર શરૂઆતથી જ રોકી શકાય.
અમે બે તબક્કામાં તેનું પરિક્ષણ કર્યું હતું અને એ અસરકારક સાબિત થયું હતું. એ સામૂહિક સમસ્યાના મોટા પાયા પરના નિરાકરણનું એક મહત્વનું ઉદાહરણ છે અને તેના વડે પરિવર્તન ખરેખર, હકીકતમાં લાવી શકાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નિષ્કર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
હું આને એક અવસર ગણું છું. એક તક, જેના વડે સમાચારોમાંનો લોકોનો વિશ્વાસ ફરી જગાવી શકાય અને તેમને મળતા સમાચાર પર તેઓ ભરોસો કરી શકે.
નવા દાયકાના પ્રારંભનાં વર્ષો એ નક્કી કરશે કે સમાચારનું ભવિષ્ય ક્યો દૃષ્ટિકોણ જીતશે - ફેક ન્યૂઝવાળો કે નિષ્પક્ષ તથા સ્વતંત્ર સમાચારનો?
હું માનું છું કે સમાચારમાં ઈમાનદારીનો વિજય થાય તેને સુનિશ્ચિત કરીને જ આપણે લોકતંત્ર તથા લોકતંત્રની બધી સંસ્થાઓમાંના વિશ્વાસને મજબૂત કરવામાં સફળ થઈ શકીશું.
સમાજમાં પણ આપણે વિશ્વસનીયતા ત્યારે જ સ્થાપિત કરી શકીશું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












