Ranji Trophy Final : બંગાળની મક્કમ રમત, મૅચ રોમાંચક સ્થિતિમાં

ઇમેજ સ્રોત, bipin tankaria
સૌરાષ્ટ્ર અને પશ્વિમ બંગાળ વચ્ચે ચાલી રહેલી રણજી ટ્રૉફીની ફાઇનલ મૅચમાં ચોથા દિવસની રમતને અંતે બંગાળે મક્કમ બેટિંગને સહારે 6 વિકેટે 354 રન કરી લીધા છે.
425 રનની લીડ સામે રમતા બંગાળે ઓપનિગ બૅટ્સમૅનની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. સુદીપ કુમારને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અને અભિમન્યુને પ્રેરક માંકડે આઉટ કરી દીધા હતા.
એ પછી મનોજ તિવારી અને સુદીપ ચેટરજીએ સારી ભાગીદારી કરી હતી. જોકે, મનોજ તિવારી 35 રને આઉટ થઈ ગયા. મનોજ તિવારીની વિકેટ ચિરાગ જાનીએ ઝડપી હતી.
સૌરાષ્ટ્રની પહેલી ઇનિંગ 425 રનમાં સમેટાઈ હતી.

ઇમેજ સ્રોત, bipin tankaria
બીજો દિવસ સૌરાષ્ટ્રના બૅટ્સમૅન અર્પિત વસાવડા અને ચેતેશ્વર પૂજારાને નામે રહ્યો હતો. અર્પિત વસાવડાએ એ સદી ફટકારી તો ચેતેશ્વર પૂજારાએ પણ અર્ધસદી કરી હતી.
સદી કરનાર અર્પિત વસાવડા ટી બ્રેક પછી આઉટ થઈ ગયા અને એ પછી પૂજારા પણ 66 રને આઉટ થઈ ગયા.
સૌરાષ્ટ્ર અને પશ્વિમ બંગાળ વચ્ચે ચાલી રહેલી રણજી ટ્રૉફીની ફાઇનલ મૅચમાં પહેલા દિવસે ખરાખરીની ટક્કર જોવી મળી હતી, પરંતુ છેલ્લા બૉલે બંગાળે વિકેટ ઝડપીને હાથ ઉપર રાખ્યો હતો.
જોકે, બીજા દિવસે અર્પિત વસાવડા અને ચેતેશ્વર પૂજારાએ જબરદસ્ત ટક્કર આપી અને તેમની ભાગીદારી 150 રન સુધી પહોંચી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, bipin tankaria
પહેલા દિવસની રમતને અંતે સૌરાષ્ટ્રે 5 વિકેટ ગુમાવી 206 રન કર્યા હતા.
સૌરાષ્ટ્રે ટૉસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
સૌરાષ્ટ્ર તરફથી ઓપનિંગ બેટિંગ કરવા આવેલા હાર્વિક દેસાઈ અને અવી બારોટે સલામત શરૂઆત કરીને 82 રન બનાવ્યા હતા.
હાર્વિક દેસાઈ 111 બૉલમાં 38 રન બનાવીને આઉટ થયા હતા.
ત્યારબાદ અવી બારોટ અને વિશ્વરાજસિંહ જાડેજાએ વચ્ચે 31 રનની ભાગીદારી બન્યા પછી અવી બારોટ 142 બૉલમાં 54 રન બનાવીને આઉટ થયા હતા.
અવી બારોટના આઉટ થયા પછી ગત મૅચમાં ગુજરાત સામે 139 રનની અદ્દભુત ઇનિંગ રમનાર અર્પિત વસાવડા રમવા આવ્યા હતા.
અર્પિત વસાવડા અને વિશ્વરાજસિંહ જાડેજાએ 50 રનની ભાગીદારી નોંધાવી.
ટીમનો સ્કોર 163 રનનો હતો ત્યારે વિશ્વરાજસિંહ જાડેજા 92 બૉલમાં 54 રન બનાવી આઉટ થયા હતા. વિશ્વરાજને પશ્વિમ બંગાળના આકાશ દીપે બૉલ્ડ કર્યા.
વિશ્વરાજ જાડેજાના આઉટ થયા પછી શેલ્ડન જૅક્સન ક્રિઝ પર આવ્યા હતા. શેલ્ડન જૅક્સને ગુજરાત સેમિફાઇનલમાં 103 રન બનાવ્યા હતા.
શેલ્ડન જૅક્સન 14 રન બનાવીને આઉટ થયા હતા.
અર્પિત વસાવડા 20 રન અને ચેતશ્વર પૂજારા 4 રને રમતા હતા.
જોકે, પૂજારા ઇજાગ્રસ્ત થતા ચેતન સાકરિયાને બેટિંગમાં મોકલવામાં આવ્યા હતા.
ચેતન સાકરિયા ફકત 8 બૉલમાં 4 રન કરી પહેલા દિવસની રમતના છેલ્લા બૉલે આઉટ થઈ ગયા હતા. એમની વિકેટ પણ આકાશદીપ ઝડપી હતી.
બંગાળ તરફથી આકાશદીપે 3 અને ઇશાન પોરેલ તથા શાહબાઝ અહમદે 1-1 વિકેટ ઝડપી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












