એશિયામાં ક્રૂડઑઈલના ભાવ તૂટ્યા, પ્રાઇસવૉરની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે સવારે એશિયાના ક્રૂડઑઈલના બજારમાં 30 ટકાનો કડાકો બોલી ગયો હતો, જાણકારોના કહેવા પ્રમાણે, આ ક્ષેત્રે પ્રાઇસવૉર શરૂ થવાની શક્યતા છે.
હાલ ઑઈલના ભાવો જાન્યુઆરી-2016ની સપાટી આસપાસ છે અને લગભગ 16 વર્ષના તળિયે છે.
ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ સોમવારે પેટ્રોલના ભાવ રૂ. 70.59 લિટરદીઠ રહ્યો હતો, જ્યારે ડીઝલનો ભાવ રૂ. 63.26 લિટરદીઠ રહ્યો હતો. પેટ્રોલમાં 24 તથા ડીઝલમાં 25 પૈસાનો ઘટાડો નોંધાયો હતો.
શુક્રવારે રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે મુલાકાત થઈ હતી, જેમાં ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા માટે સાઉદીએ રશિયાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સહમત થયા ન હતા.
રશિયા તથા પૅટ્રોલિય ઉત્પાદક રાષ્ટ્રોના સમૂહ 'ઑપેક'એ સાથે મળીને ઑઈલનું ઉત્પાદન ઘટાડીને ભાવોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ કારણ થયો ભાવમાં કડાકો

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે ક્રૂડના વાયદામાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી, એક તબક્કે ક્રૂડનો વાયદો 31.02 ડૉલર પ્રતિબૅરલ સુધી પહોંચી ગયો હતો.
શુક્રવારથી અત્યારસુધીમાં ક્રૂડઑઈલના ભાવોમાં30 ટકા જેટલો કડાકો બોલી ગયો હતો. કોરોના વાઇરસને કારણે ક્રૂડની માગ ઘટી રહી છે.
બંને દેશોએ સાથે મળીને દૈનિક 15 લાખ બૅરલ જેટલું ઉત્પાદન ઘટાડવા માટે મસલતો કરી હતી, પરંતુ તેનો કોઈ સકારાત્મક ઉકેલ આવ્યો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે ભારત, જાપાન, ચીન તથા દક્ષિણ કોરિયા જેવા ક્રૂડની આયાત ઉપર નિર્ભર તથા જંગી વપરાશ કરતાં રાષ્ટ્રો હોવાથી એશિયન દેશોનું વલણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
વિશ્લેષણ સંસ્થા મૉર્ગન સ્ટેનલીના કહેવા પ્રમાણે, ઉત્પાદન ઘટાડવાથી કોઈ લાભ નહીં જણાતા ઑપેક દેશો દ્વારા ઉત્પાદન વધારવામાં આવશે, તેવી શક્યતા જેથી વધુ વેચાણ કરી શકાય. આથી, બજારમાં માગ કરતાં પુરવઠો વધી જશે.
રિસર્ચ ફર્મ વેન્ડા ઇનસાઇટ્સના ઍનર્જી એનાલિસ્ટ વંદના હરિના કહેવા પ્રમાણે, હજુ ચિત્ર સ્પષ્ટત થતાં થોડો સમય લાગશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













