You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ચિકન ખાવાથી, ગરમી આવવાથી શું બદલાશે?
કોરોના વાઇરસ દુનિયાના ઘણા દેશો બાદ હવે ભારતમાં પણ દસ્તક દઈ ચૂક્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને બુધવારે કહ્યું, અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાઇરસના 28 કેસ સામે આવ્યા છે.
આ કેસ કેરળ, તેલંગણા, જયપુર અને દિલ્હીમાં આવ્યા છે. અહીં લોકોને નિરીક્ષણ હેઠળ રખાયા છે.
વિશ્વભરમાં કોરોનાને કારણે ત્રણ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. સૌથી વધુ ચીન પ્રભાવિત રહ્યું છે.
સાવચેતી માટે ભારતમાં પણ સરકારે કેટલાંક પગલાં ભર્યાં છે, પરંતુ સામાન્ય લોકોમાં કોરોનાને લઈને ઘણા સવાલ છે.
આ સવાલો જવાબ મેળવવા માટે બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના અધ્યક્ષ ડૉ. રાજન શર્મા સાથે વાત કરી.
વાંચો ડૉ. રાજન શર્માએ આપેલી જાણકારી...
- કોરોના વાઇરસ એકબીજાને સ્પર્શ કરવાથી વધુ ફેલાય છે.
- કોરોના વાઇરસની ખબર પડતાં દર્દીને નાનાંનાનાં ગ્રૂપમાં અલગ રખાય છે.
- કોરોના સામાન્ય રીતે બાળકોને પ્રભાવિત કરતો નથી.
- જે લોકોની વય 58થી વધુ હોય છે, એવા વૃદ્ધોને કોરોનાની અસર વધુ થાય છે.
- ગામડાંઓમાં કોરોના વાઇરસ ફેલાવવાની શક્યતા ઓછી છે. આ એક શહેરી બીમારી છે. બધી ખાંસી, શરદી કોરોના વાઇરસ ન હોઈ શકે.
- મોસમ બદલાતાં જ કોરોના વાઇરસ પર કાબૂ મેળવી શકાય છે.
- કોરોના કોઈ તાત્કાલિક ઈલાજ નથી, તમને કોરોનાનાં લક્ષણ દેખાય તત્કાળ ડૉક્ટરને બતાવો.
- ચિકન ખાવાથી કોરોના વાઇરસ થાય એ વાત સાચી નથી. ભારતમાં જે રીતે ખાવાનું પકાવવામાં આવે એ જોતાં કોઈ વાઇરસ બચવાની શક્યતા બહુ ઓછી છે. ચિકન કે ઈંડાં ખાવાથી કોઈ સમસ્યા નથી.
- ગરમી આવતાં કોરોના વાઇરસ ઓછો થઈ જશે. જેવું તાપમાન વધશે કે કોરોનાની અસર ઓછી થઈ જશે.
- સરકારે અહીં કોરોના સેન્ટર બનાવ્યાં છે, લક્ષણ જણાતાં ત્યાં દેખાડો.
- ભારતમાં આટલા ધાર્મિક મેળા યોજાય છે, લોકોની ભીડ ઊમટે છે, પરંતુ કોઈ વાઇરસ ફેલાતો નથી.
- જો કોરોના વાઇરસથી બચવાની વાત કરીએ તો થ્રી-લેયર્ડ માસ્ક આવે છે. બીજું માસ્ક N-51 હોય છે. સામાન્ય લોકો સાદું સર્જિકલ માસ્ક પહેરે તો પણ સારું રહેશે.
કોરોના વાઇરસથી બાળકોને કેવી રીતે બચાવવાં?
3 માર્ચે કોરોના વાઇરસને કારણે દિલ્હીના નોઇડાની સ્કૂલો બંધ થયાના સમાચારો આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આથી શું કોરોનાની અસર સ્કૂલનાં બાળકો પર થઈ શકે છે અને સાવચેતી રાખવા માટે શું કરવું જોઈએ.
આ સવાલ લઈને બીબીસી સંવાદદાતા ગુરપ્રીત સૈનીએ નોઇડાના સી.એમ.ઓ. (ચીફ મેડિકલ ઓફિસર) અનુરાગ ભાર્ગવ સાથે વાત કરી.
વાંચો નોઇડાના CMOએ આપેલી જાણકારી...
- કેટલીક સ્કૂલોને સેનિટાઇઝ કરાઈ રહી છે, કેમ કે એક સ્કૂલનાં પાંચ બાળકો કોરોનાથી અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યાં હતા.
- પાંચ બાળકોનાં સૅમ્પલ લેવાયાં હતાં અને તેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે.
- કોરોના વાઇરસ સાતથી આઠ કલાકમાં નષ્ટ થઈ જાય છે.
- અમે એ નિર્દેશ આપી રહ્યા છીએ કે કેવી રીતે સ્કૂલોની સફાઈ કરવી, જેથી કોરોના ફેલાઈ નહીં.
- ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ એ કોરોનાનાં મુખ્ય લક્ષણ છે.
- કોરોના બાળકોને ઓછી અસર કરે છે. જો કોઈને લક્ષણ જણાય તો તરત ડૉક્ટર પાસે જાય.
- હૉસ્પિટલની તૈયારીની વાત કરીએ તો પથારી વધારાઈ રહી છે. માસ્ક અને સેનિટાઇઝરની હાલમાં સમયમાં નોઇડામાં કમી નથી.
- ધ્યાન રાખો કે જો તમે આંખ, મોં પર હાથ લગાવો તો હાથ ધોઈને જ લગાવો.
- સફાઈનું ધ્યાન રાખો. નખ કાપેલા હોવા જોઈએ. જે લોકોને ખાંસી હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય એવા લોકોથી દૂર રહો.
- કોરોનાનો કોઈ ઇલાજ નથી. સુરક્ષા જ બચાવ છે. ભીડમાં જવાનું ટાળો. જો જતાં હોવ તો માસ્ક પહેરીને જાવ.
- જો કોઈને ખબર ન હોય કે તે સંક્રમિત છે અને બહારથી આવતાં હોય તો તેઓએ જાતે સાવધાની રાખવી જોઈએ.
- લોકોએ ડરવાની જરૂર નથી. ગૌતમ બુદ્ધનગરમાં કોઈને કોરોના થયો નથી. માત્ર સાફસફાઈનું ધ્યાન રાખો.
- હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેના પર કૉલ કરનારને ઍમ્બુલન્સ અપાશે. આ નંબર છે- 8076623612 અને 6396776904
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો