Budget 2020 : ઇન્કમટૅક્સના દરોમાં ફેરફાર, કેટલી આવક પર કેટલો ટૅક્સ?

ટૅક્સ

ઇમેજ સ્રોત, Getty Images

શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બીજું બજેટ રજૂ કરી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કાશ્મીરી કવિતાનું પઠન કર્યું હતું અને તે કવિતાનો હિંદી સાર પણ સમજાવ્યો હતો.

આ પહેલાં સીતારમણે બજેટ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાણકારી આપી હતી તથા કૅબિનેટ સમક્ષ મંજૂરી માટે રજૂ કર્યું હતું.

News image

નાણા મંત્રાલય બહાર સીતારમણે બ્રીફ-કેસને બદલે 'ખાતાવહી' સાથે પોઝ આપ્યો, ત્યારે રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુર અને નાણાસચિવ ઉપરાંત મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

આર્થિક સરવે 2020 મુજબ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિકાસદર પાંચ ટકા જેટલો રહેશે, જે વર્ષ 2020-21 દરમિયાન છ થી સાડા છ ટકા સુધી પહોંચી શકે છે.

line

ટૅક્સ અંગે કરાયેલી જાહેરાતો

ટૅક્સ
  • વ્યક્તિગત કરદાતાઓ માટે નવી વ્યવસ્થા, રૂપિયા પાંચથી 7.5 લાખ સુધીની આવક ધરાવનારાઓ માટે નવો કરનો દર દસ ટકા રહેશે, અગાઉ આ દર 20 ટકા હતો
  • રૂપિયા 7.5 લાખથી 10 લાખની આવક ધરાવનારને 15 ટકા ટૅક્સ લાગશે.
  • રૂપિયા 12.5 લાખથી રૂ. 15 લાખની આવક ધરાવનારાઓ ઉપર 25 ટકા ટૅક્સ લાગશે.
  • રૂપિયા 15 લાખથી વધુ આવક ધરાવનારાઓ ઉપર 30 ટકાનો કરનો દર યથાવત્ રહેશે.
  • ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટૅક્સ નાબૂદ, પણ ડિવિડન્ડ મેળવનારે ટૅક્સ ચૂકવવાનો રહેશે
line

નાણામંત્રીના ભાષણના મહત્ત્વના મુદ્દા

ગ્રાફિક
  • આધારની મદદથી તત્કાળ ઑનલાઇન પાન-કાર્ડ મળશે.
  • LICમાં સરકાર પોતાનો આંશિક હિસ્સો વેચશે, શૅરબજારમાં લિસ્ટ થશે.
  • IDBI બૅન્કમાં પણ સરકાર પોતાની ભાગીદારી ઘટાડશે.
  • 2025 સુધીમાં ટીબી નાબૂદ કરાશે, 'જન ઔષધીકેન્દ્ર' દ્વારા સસ્તી દવા પૂરી પડાશે.
  • નવી શિક્ષણનીતિની જાહેરાત ટૂંક સમયમાં, નીતિ માટે લગભગ બે લાખ સૂચન મળ્યાં.
  • 'પીએમ જનઆરોગ્ય યોજના' માટે 69000 કરોડની જાહેરાત.
  • દરિયાકિનારાના વિસ્તારોમાં રોજગારી ઊભા કરવા માટે સાગરમિત્ર યોજના લાગુ કરાશે.
  • અર્થતંત્ર માટે પશુપાલન, મત્સ્યઉદ્યોગ પર ધ્યાન આપવાની જરૂર છે. 2025 સુધી દૂધનું ઉત્પાદન ડબલ કરવાનું લક્ષ્ય છે.
  • 60 લાખ નવા કરદાતાઓને જોડ્યા, દેશની આશાઓ પૂર્ણ કરવાવાળું બજેટ.
  • મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં સરકારને સફળતા મળી છે અને 284 અબજ ડૉલરનું વિદેશી રોકાણ થયું

કૃષિ અંગે મહત્ત્વની જાહેરાતો

ગ્રાફિક
  • 20 લાખ ખેડૂતો માટે સોલર પંપ યોજનાનું લક્ષ્ય, જળસંકટનો સામનો કરી રહેલા 100 જિલ્લા માટે ખાસ યોજનાનું આયોજન.મોદી સરકાર 'કૃષિ ઉડાન' અને 'કિસાન રેલ' યોજના લાવશે.
  • કૃષિપેદાશોની હેરફેર માટે પેસેન્જર-ટ્રેનોમાં વિશેષ ડબ્બા ઉમેરાશે, જે પીપીપી મૉડલ ઉપર આધારિત હશે.
  • કૃષિક્ષેત્ર માટે મોદી સરકાર '16 પૉઇન્ટ ઍક્શન પ્લાન' લઈને આવશે.
  • ખેડૂતોની આવક વધારવાનું લક્ષ્ય અને એ દિશામાં કામ.
line

લોકલાગણી અને માગણી

હાલ વાર્ષિક રૂપિયા 2,50,000થી ઓછી આવક ધરાવતા નાગરિકોને આવકવેરો ચૂકવવામાંથી મુક્તિ મળેલી છે.

જોકે, લોકોની ખરીદશક્તિ વધારવા વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં વધારો કરવાની સરકારની યોજના હોવાનું અનુમાન અને અપેક્ષા છે.

રોકાણકારો લૉંગ-ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાં રાહત ઉપરાંત ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સમાંથી મુક્તિ ઇચ્છે છે, જેની સીધી અસર શૅરબજાર ઉપર જોવા મળશે.

શૅરબજાર એ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાનું બૅરોમિટર છે. ભારતમાં ત્રીસ શૅરવાળો બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જ સૂચકાંક તથા 50 શૅરવાળો નેશનલ સ્ટૉક ઍક્સ્ચેન્જ સૂચકાંક મુખ્ય શૅરબજાર છે.

line

પાંચ ટ્રિલિયન ડૉલરનું સપનું

વર્તમાન સરકારે વર્ષ 2025 સુધીમાં ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકૉનૉમી બનાવવાનું લક્ષ્યાંક મૂક્યું છે. પરંતુ વર્તમાન વિકાસદર સાથે નિર્ધારિત સમયમર્યાદામાં તે લક્ષ્યાંકને હાંસલ કરવો મુશ્કેલ જણાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સીતારમણ તથા ગૃહમંત્રી અમિત શાહ વારંવાર આ અંગે કહી ચૂક્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો