રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું.

આ પહેલાં ગુરુવારે સર્વપક્ષીય બેઠક યોજાઈ, જેમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મામલે ઉગ્ર માહોલ જોવા મળ્યો.

બજેટ સત્રમાં પણ આ મામલે ગરમાવો રહે એવી શક્યતા છે.

રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું, "આ સંસદ અને આ સદનમાં ઉપસ્થિત દરેક સભ્ય પાસે આપણું બંધારણ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની સાથે દેશવાસીઓની આશાઓ-આકાંક્ષાઓની પૂર્તિ કરવા અને આવશ્યક કાયદા બનાવવાની અપેક્ષા પણ રાખે છે."

"મને આનંદ છે કે છેલ્લા સાત મહિનામાં સંસદે કામ કરવાના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો