You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND Vs NZ : ભારતની ન્યૂઝીલૅન્ડ સામે જીત, બે ગુજરાતી ખેલાડીઓએ કરી કમાલ
બીજી ટી-20 મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડે આપેલા 132 રનના સ્કોર સામે 17.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. હવે આ પાંચ મૅચની ટી-20 સિરીઝમાં ભારત 2-0થી આગળ છે.
ન્યૂઝીલૅન્ડે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં માત્ર 132 રન બનાવ્યા હતા. જાડેજા, જસપ્રીત બુમરાહ અને શમીએ છથી ઓછી ઇકૉનૉમીથી રન આપતાં ન્યૂઝીલૅન્ડ માત્ર 132 રન બનાવી શક્યું હતું.
ભારતીય બૉલરોએ શાનદાર બૉલિંગ કરી હતી. જાડેજાએ 4 ઓવરમાં 18 રન આપીને બે વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાએ પણ 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 1 વિકેટ લીધી હતી. જાડેજાએ 4.50ની ઇકૉનૉમીથી રન આપ્યા અને બુમરાહે 5.25ની ઇકૉનૉમીથી રન આપ્યા હતા.
શમીએ 5.50ની ઇકૉનૉમીએ 4 ઓવરમાં માત્ર 22 રન આપ્યા હતા.
ભારતની ઇનિંગ્સમાં પહેલી જ ઓવરમાં રોહિત શર્મા આઠ રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ વિરાટ કોહલી 11 રન બનાવીને આઉટ થયા ત્યારે ટીમનો સ્કોર 39 રન હતો.
લોકેશ રાહુલ (57*) અને શ્રેયસ ઐયર (44) વચ્ચે 89 રનની ભાગીદારીએ ટીમને જીત અપાવવામાં મદદ કરી હતી.
લોકેશ રાહુલે ત્રણ બાઉન્ડરી અને બે સિક્સની મદદથી સિરીઝમાં બીજી અડધી સદી નોંધાવી હતી. તેમણે સિરીઝની પહેલી મૅચમાં 27 બૉલમાં 56 રન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રેયસ ઐયર 17મી ઓવરના ત્રીજા બૉલે આઉટ થતાં તેમના બાદમાં આવેલા શિવમ દુબેએ સિક્સ ફટકારીને જીત અપાવી. દુબેએ છ બૉલમાં આઠ રન બનાવ્યા હતા.
શ્રેયસ ઐયરે 33 બૉલમાં ત્રણ સિક્સ અને એક બાઉન્ડરીની મદદથી 44 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલૅન્ડની ઇનિંગ્સ
ન્યૂઝીલૅન્ડે મૅચમાં ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ન્યૂઝીલૅન્ડની ઇનિંગની શરૂઆત માર્ટિન ગુપ્ટિલ અને કોલિન મુનરોએ કરી હતી. બંને વચ્ચે 48 રનની ભાગીદારી થઈ હતી. ગુપ્ટિલ 33 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
ત્યારબાદ 68 રને મુનરો(26 રન) આઉટ થયા હતા. 11મી ઓવરના બીજા બૉલે કોલિન ડિ ગ્રૅન્ડહોમ આઉટ થયા.
ગત મૅચમાં ધમાકેદાર બેટિંગ કરીને 26 બૉલમાં 51 રન બનાવનાર કૅપ્ટન કૅન વિલિયમસન 20 બૉલમાં માત્ર 14 રન બનાવીને આઉટ થયા હતા.
રોસ ટૅલર અને સીફર્ટ વચ્ચે 44 રનની ભાગીદારી બની હતી. તેમણે ટીમને 81 રનથી 125 રને પહોંચાડ્યા હતા. રોસ ટૅલરના આઉટ થયા પછી ટીમનો સ્કોર 132 રન સુધી પહોંચ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો