Republic Day India 2020 : દિલ્હીમાં રાજપથ ખાતે પરેડ યોજાઈ

રાજપથ

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારે દેશભરમાં 71મા ગણતંત્ર દિવસની ઉજવણીનો ઉમંગ જોવા મળી રહ્યો છે. દેશનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીમાં રાજપથ ખાતે યોજાઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજારોહણ કર્યું, જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેયર બોલસોનારો સમારંભના મુખ્ય અતિથિ છે.

News image

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ભારતના રાષ્ટ્રીય યુદ્ધ-સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પિત કરીને પ્રજાસત્તાક દિવસના પોતાના કાર્યક્રમની શરૂઆત કરી. અગાઉ વડા પ્રધાન ઇન્ડિયાગેટ ખાતેના 'અમર જવાન જ્યોતિ' સ્થળ ખાતેના સ્મારકસ્થળે અંજલિ આપીને કાર્યક્રમ શરૂ કરતા હતા.

90 મિનિટની પરેડમાં દેશની સૈન્ય ઉપરાંત સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ નજરે પડશે.

રવિવારે સવારથી જ હજારો દર્શક રાજપથ ખાતે પરેડ નિહાળવા પહોંચ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભકામના પાઠવી હતી.

પરંપરા પ્રમાણે રાષ્ટ્રપતિએ ધ્વજારોહણ કર્યું, ત્યારે તેને 21 તોપની સલામી આપવામાં આવી.

આ વખતે પરેડમાં 22 ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યોની 16 તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની છ ઝાંખી ઉપરાંત કેન્દ્રીય મંત્રાલયોની ઝાંખીઓ સમાવિષ્ટ છે.

રાષ્ટ્રીય યુદ્ધ-સ્મારક

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય યુદ્ધ-સ્મારક

સેના, વાયુદળ તથા નૌકાદળ એમ ત્રણેય સશસ્ત્ર બળના જવાનો ઉપરાંત અર્ધલશ્કરી દળના જવાનો પણ રાજપથ ઉપર પરેડ કરશે.

ઍરફૉર્સ દ્વારા આ વખતે રફાલ વિમાન ઉપરાંત ચિનુક તથા અપાચે હેલિકૉપ્ટર પણ જોવા મળશે. રફાલ ફ્રાન્સમાં નિર્મિત છે, જ્યારે ચિનુક તથા અપાચે અમેરિકામાં બનેલાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો