You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Welcome 2020 : લોકોને વાંચતા કરવા સલૂનમાં બનાવી આવી લાયબ્રેરી
સામાન્ય રીતે વ્યક્તિ વાંચન માટે પુસ્તકાલયમાં અને હજામત માટે વાળંદની દુકાને કે સલૂનમાં જતી હોય છે પરંતુ શું તમારો પનારો કોઈ પુસ્તકાલય કમ સલૂન સાથે પડ્યો છે
તમિલનાડુના તુતિકોરિનમાં આવું એક લાયબ્રેરી કમ સલૂન આવેલું છે.
આ સલૂનના માલિક પોનમરિઅપ્પને લોકોમાં વાંચન વધે તે માટે સલૂનની અંદર પુસ્તકાલય શરૂ કર્યું છે.
સામાન્ય રીતે સલૂનમાં રાહ જોતી વખતે લોકો અખબારો કે ફિલ્મી મૅગેઝિનો તો વાંચતા હોય છે પરંતુ પુસ્તકો વસાવી લાયબ્રેરી કરવી એ જરા અલગ વાત છે.
આ લાયબ્રેરી કમ સલૂનના માલિક નવા વર્ષે આકર્ષક ઑફર પણ લઈને આવ્યા છે.
એમણે કહ્યું કે જે ગ્રાહકો પુસ્તકો વાંચતા હશે તેમને હેરકટિંગ કે સેવિંગ સહિતની સેવાઓમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
પોનમરિઅપ્પન પુસ્તક વાંચી અભિપ્રાય આપનારને 30 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપે છે.
પોનમરિઅપ્પનનું કહેવું છે કે વર્તમાન સમયમાં લોકો મોટાભાગનો સમય મોબાઇલમાં વીતાવે છે અને વાંચનની ટેવ ઘટતી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નવા વર્ષે હું ભાવવધારો કરીશ પંરતુ જેઓ મારા સલૂન કમ પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચે છે તેમને ખાસ ડિસ્કાઉન્ટ પણ આપીશ.
પોન મરિઅપ્પન માને છે કે વાંચનથી માણસનો સર્વાંગી વિકાસ થાય છે.
મરિઅપ્પને લાયબ્રેરી કમ સલૂનમાં લોકોને પસંદ આવે તેવી રીતે અલગ અલગ વિષયો પરના 850 જેટલા પુસ્તકો મૂક્યા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ 38 વર્ષીય પોનમરિઅપ્પન ગરીબીને લીધે ખાસ ભણી નહોતા શક્યા પરંતુ તેમણે શરૂઆતમાં પ્રાથમિક સમજણને આધારે સલૂનમાં ઓડિયો સિસ્ટમ વિકસાવી હતી.
આ ઓડિયો સિસ્ટમ દ્વારા તેઓ જાણીતા તમિલ કવિઓની કવિતાઓ ગ્રાહકોને સંભળાવતા.
એ પછી તેમને પુસ્તકોના વાંચનની ટેવ પડી અને એમને સલૂનમાં પુસ્તકો પ્રદર્શિત કરવાનો વિચાર આવ્યો.
પોનમરિઅપ્પને છ વર્ષ અગાઉ 250 પુસ્તકોથી કલેકશન શરૂ કરેલું. આજે એમની સલૂન કમ લાયબ્રેરીમાં 850થી વધારે પુસ્તકો છે.
સંસદસભ્ય કનિમોઝિએ પણ એમનો પ્રયાસ બિરદાવીને 50 પુસ્તકો ભેટમાં આપ્યા છે.
યુવાનો પુસ્તક થોડું ઘણું પણ વાંચે તે માટે પોનમરિઅપ્પન તેમને પુસ્તક વિશે અભિપ્રાય લખવાનુ પણ કહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો