મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણ : 38 દિવસમાં અજિત પવાર ફરી ડેપ્યુટી CM, સંજય રાઉત નારાજ?

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનવાળી સરકાર સ્થપાઈ એના એક મહિના પછી પહેલી વખત કૅબિનેટનું વિસ્તરણ થયું છે.

મુંબઈસ્થિત વિધાનભવન ખાતે થપશવિધિ યોજાઈ.

એનસીપીના (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી)ના નેતા અજિત પવારે 38 દિવસમાં બીજી વખત ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

દોઢ મહિના પહેલાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી તરીકે એકાએક શપથ લીધા ત્યારે અજિત પવારે પણ શપથ લીધા હતા.

શિવસેનાના આદિત્ય ઠાકરેએ પણ કૅબિનેટપ્રધાન તરીકે શપથ લીધા હતા.

શપથવિધિમાં અત્યાર સુધીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડ અને કૉંગ્રેસના નેતા અમિત દેશમુખે મંત્રીપદના શપથ લીધા હતા.

અમિત દેશમુખ અભિનેતા રિતેશ દેશમુખના ભાઈ છે. રિતેશ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ ઉપરાંત કૉંગ્રેસનાં નેતા વર્ષા ગાયકવાડ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા રાજેન્દ્ર શિંગણે, નવાબ મલિક, કૉંગ્રેસના નેતા સુનીલ કેદાર, શિવસેનાના નેતા સંજય રાઠોડ, ગુલાબરાવ પાટીલે મંત્રીપદના શપથ લીધા છે.

આ મહોત્સવમાં શિવસેનાના સંસદસભ્ય અને ચાવીરૂપ નેતા મનાતા સંજય રાઉત ગેરહાજર રહ્યા હતા.

રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉતને મંત્રીપદ ના મળવાથી તેઓ નારાજ છે.

જોકે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ નારાજ નથી.

શપથવિધિ પૂર્વે શપથ લેનારા નેતાઓનાં નામોની યાદી જાહેર કરવામાં આવી હતી.

યાદીમાં કોણ-કોણ સામેલ?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો