You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૈદરાબાદ રેપકેસ : ઍન્કાઉન્ટરની તપાસમાં પંચ કયા મુદ્દાઓને ધ્યાને લેશે?
હૈદરાબાદ ઍન્કાઉન્ટરની તપાસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજને સોંપવામાં આવી છે.
બળાત્કારના ચાર આરોપીઓનું કથિત ઍન્કાઉન્ટર હૈદરાબાદ પાસે બળાત્કારના સ્થળે કરવામાં આવ્યું હતું.
આ બાબતે છ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ બળાત્કાર અને હત્યાકેસના ચાર આરોપીઓનાં ઍન્કાઉન્ટરની તપાસ માટે ત્રણ સભ્યોનું પંચ નીમ્યું છે જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ વી. એસ. સિરપુરકર કરશે.
આ પંચમાં બૉમ્બે હાઈકોર્ટનાં રિટાયર્ડ જજ રેખા બલદોતા અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર કાર્તિકેયનને સામેલ કરવામાં આવ્યાં છે.
બીજી કોઈ કોર્ટ તપાસ નહીં કરી શકે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અદાલતના આગામી આદેશ પહેલાં બીજી કોઈ કોર્ટ અથવા ઑથૉરિટી આ બાબતે તપાસ કરી શકશે નહીં.
તેલંગણા હાઈકોર્ટ અને રાષ્ટ્રીય માનવાધિકાર પંચે પણ આ અંગે તપાસ શરૂ કરી હતી જે હવે નહીં ચાલુ નહીં રાખી શકે.
તેલંગણા સરકાર માટે સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું, "હૈદરાબાદ દિશા બળાત્કાર કેસના ચારેય આરોપીઓ પીડિતાના સ્કૂટર સાથે પેટ્રોલ પંપ પર જોવા મળ્યા હતા, તેઓ ત્યાં પેટ્રોલ લેવા ગયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમની ઓળખને લઈને કોઈ શંકા નથી. પીડિતાનો મોબાઇલ ફોન, ચાર્જર અને પાવર બૅન્ક મેળવવા માટે અપરાધસ્થળે આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા."
ચીફ જસ્ટિસ બોબડેએ પ્રશ્ન કર્યો હતો કે શું તે લોકો હિસ્ટ્રિશીટર હતા?
મુકુલ રોહતગીએ કહ્યું, "તેમને સવારે 5થી 5.30 કલાકે લીધા હતા. અમે ત્યાં ગયા અને તેમને હાથકડી નહોતી લગાવવામાં આવી."
"તે લોકોએ પોલીસ પાસેથી હથિયાર છીનવી લીધાં હતાં અને પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. તેમણે જે પિસ્તોલ છીનવી હતી તેનાથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો."
સરકારી વકીલની દલીલ
જોકે મુખ્ય ન્યાયાધીશ બોબડેએ પૂછ્યું, "તમે લોકો રિવૉલ્વર કેમ લઈને ગયા હતા? તેમણે રિવૉલ્વરથી પોલીસ પર ગોળીબાર કર્યો હતો? શું પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત નહોતા થયા?"
આ સવાલ પર પર મુકુલ રોહતગીએ ચોખવટ કરી કે પોલીસ આ ગોળીબારમાં ઇજાગ્રસ્ત નહોતા થયા.
રોહતગીએ કહ્યું કે બળાત્કાર અને હત્યાની આ ઘટના વિશે સૌથી પહેલાં એક દૂધવાળાને જાણ થઈ હતી. તેણે પીડિતાને સળગતાં જોયાં હતાં, તેમણે તેનો હાથ બહાર કાઢ્યો હતો.
મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું કે આરોપીઓએ કથિત રૂપે બે પોલીસકર્મીઓ પાસેથી બંદૂક છીનવીને ગોળીબાર કર્યો અને જવાબમાં પોલીસની ગોળીઓથી તેઓ મૃત્યુ પામ્યાં. અને આ બાબતે બધા રૅકર્ડ યથાવત્ છે અને તપાસ ચાલુ છે.
મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે કોર્ટ આ બાબતની સ્વતંત્ર તપાસ કરાવવા માગે છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે હૈદરાબાદ બળાત્કાર અને હત્યાકેસના આરોપીઓનાં ઍન્કાઉન્ટરની તપાસ માટે સર્વોચ્ચ ન્યાયાલયના એક નિવૃત્ત જજની નિમણૂક કરવા અંગે વિચારી રહ્યા છે.
મુકુલ રોહતગીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજને નીમ્યા છે પરંતુ તેઓ માત્ર તપાસનું નિરીક્ષણ કરતા હતા.
મુકુલ રોહતગીએ દલીલ આપી કે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે જાતે ધ્યાન આપ્યું છે અને આ બાબતે મૅજિસ્ટ્રેટ સ્તરની તપાસ બેસાડી છે. તો બીજી તપાસ ન શરૂ કરી શકાય. આરોપીઓએ કેવી રીતે હથિયાર છીનવીને ગોળીબાર કર્યો એ વિશે પણ તપાસ બેસાડવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ કહ્યું કે અમે પોલીસની કાર્યવાહી વિશે તપાસ ઇચ્છીએ છીએ, પરંતુ અમે એ છોકરાઓએ (આરોપીઓએ) શું કર્યું તે અંગે આંખ નથી મીચી રહ્યા.
આ કથિત ઍન્કાઉન્ટર છ ડિસેમ્બરે વહેલી સવારે થયેલું હતું.
પોલીસે કહ્યું હતું કે અપરાધનો સીન રીક્રીએટ કરવા માટે ચારેય આરોપીઓને લઈ ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.
હૈદરાબાદમાં 26 વર્ષીય વેટરિનરી ડૉક્ટર સાથે 26 નવેમ્બરે કથિત રીતે બળાત્કાર થયો અને પછી તેમને સળગાવી દેવામાં આવ્યાં હતાં.
આ કેસ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા અને દેશના કેટલાક ભાગોમાં વિરોધ-પ્રદર્શનો થયાં હતાં.
સંસદમાં પણ આ ઘટના વિશે નિવેદનો આપવામાં આવ્યાં હતાં.
રાજ્યસભાનાં સાંસદ જયા બચ્ચને કહ્યું હતું કે આ આવા આરોપીઓને ભીડના હવાલે કરી દેવા જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો