ગુજરાત વિધાનસભા : કૉંગ્રેસની કૂચ અટકાવવા પોલીસે વૉટરકેનનનો ઉપયોગ કર્યો

કૉંગ્રેસ કાર્યકરો

ગુજરાતમાં આજથી વિધાનસભાના ત્રણ દિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે આજના દિવસે કૉંગ્રેસ તરફથી વિધાનસભા કૂચનું આયોજન કરવામાં આવ્યું છે.

કૉંગ્રેસ નેતાઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રથમ જાહેર સભા સંબોધી હતી અને બાદમાં વિધાનસભા જવા રવાના થયા હતા.

આ સભામાં મોટી સંખ્યામાં કૉંગ્રેસ નેતાઓ સહિત કાર્યકરો પણ ઊમટી પડ્યા હતા.

પોલીસે કૉંગ્રેસની વિધાનસભા કૂચને અટકાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.

તો બનાસકાંઠાના વડગામના વિપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ગાંધીનગરમાં વિરોધ-પ્રદર્શન માટે યુવાનોને ભેગા થવા હાકલ કરી હતી.

કૉંગ્રેસ કાર્યકરો

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું, "આજે ગુજરાતનો યુવાન આર્થિક રીતે પાયમાલ થયો છે, ગુજરાતનો ખેડૂત પાકવીમા સહિતની સમસ્યા વેઠી રહ્યો છે, ગુજરાતની મહિલાઓ-દીકરીઓ પર અત્યાચાર થાય છે, આજે મંદી અને મોંઘવારી વધી છે."

પોલીસની ગાડીના કાચ તૂટ્યા
ઇમેજ કૅપ્શન, પોલીસની ગાડીના કાચ તૂટ્યા

"સામાન્ય લોકો આ બધી સમસ્યા વચ્ચે પીસાઈ રહ્યા છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને લોકોની સમસ્યાને વાચા આપવા માટે આ વિધાનસભા કૂચનું આયોજન કરવામાં આવ્યું છે."

તેમણે કહ્યું કે 'ખેડૂતોને અધિકાર આપો, મહિલાઓને સન્માન આપો, યુવાનોને નોકરી આપો'ના નારા સાથે વિધાનસભા કૂચ કરવાના છીએ.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

તો વિધાનસભા કૂચ કરવા આગળ વધેલા કૉંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

પોલીસ બંદોબસ્ત

તો બિનસચિવાલય પરીક્ષા વિવાદ મામલે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે વિદ્યાર્થીઓ સીટની રચનાથી સંતુષ્ટ છે.

"વિદ્યાર્થીઓએ સીટની માગણી કરી હતી અને સરકારે સ્વીકારી છે. હવે કોઈ વિદ્યાર્થીઓ આંદોલન કરતાં નથી. માત્ર કૉંગ્રેસ નેતાઓ જ છે. કૉંગ્રેસ વિદ્યાર્થીઓને આગળ કરીને માત્ર આંદોલનના નામે નાટક કરે છે."

તો કૉંગ્રેસના વિરોધને પગલે સત્યાગ્રહ છાવણીની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

વિધાનસભા કૂચ અગાઉ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિવિધ મુદ્દે ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા.

તેઓએ વિધાનસભાનું લાઇવ ટેલિકાસ્ટ થાય તેવી પણ માગ કરી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મોટી સંખ્યામાં ગાંધીનગરમાં ઊમટી પડેલાં કૉંગ્રેસ કાર્યકરોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

કૉંગ્રેસે 'યુવાનોનાં ભવિષ્ય સાથે ચેડાં બંધ કરો', 'સરકારી ભરતી કૌભાંડો બંધ કરો', 'કૌભાંડીઓને સજા કરો' જેવાં બેનરો સાથે રાખ્યાં હતાં.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો