હૈદરાબાદ ગૅંગરેપ : ઍન્કાઉન્ટરની 'કહાણી'માં કેટલો દમ? : દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, આલોક પ્રસન્ના કુમાર
- પદ, વકીલ, સિનિયર રેસિડેન્ટ ફેલો, વિધિ સેન્ટર ફૉર લીગલ પૉલિસી
હૈદરાબાદ પોલીસ હાલ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહી છે. ઘણા લોકોને લાગી રહ્યું છે કે બળાત્કારના ચાર આરોપીઓના 'ઍન્કાઉન્ટર'ની કહાણી ખોટી છે.
હૈદરાબાદ પોલીસે દાવો કર્યો છે કે મહિલા ડૉક્ટરનાં બળાત્કાર અને હત્યાના કેસના ચાર આરોપી 'ઍન્કાઉન્ટર'માં મૃત્યુ પામ્યા છે.
કેટલાક લોકોનો વર્ગ એવો પણ છે કે જે આરોપીઓનાં મૃત્યુની ઉજવણી કરે છે અને સાથે જ તેમને લાગે છે કે આ પૂર્વાયોજિત ઍન્કાઉન્ટર હતું. જોકે, તેઓ તેને યોગ્ય માની રહ્યા છે.
આ આપણને એ લોકોની માનસિકતા વિશે જણાવે છે કે જેઓ એવું વિચારે છે કે ચાર આરોપીઓની હત્યા (જેમનો અપરાધ હજુ સાબિત થયો ન હતો) એક રીતે યોગ્ય હતી.
જોકે, એ વાત વિચારવાની છે કે ખરેખર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શિક્ષિત પોલીસ અધિકારીઓએ હિંસાનાં આવાં કૃત્યોનો સહારો શા માટે લેવો પડ્યો.

કોણ બને છે શિકાર?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અત્યાર સુધી ઘણા લોકોએ ઉલ્લેખ કર્યો છે કે આવા 'ઍન્કાઉન્ટર કિલિંગ'માં સામાન્યપણે સુવિધાથી વંચિત દલિતો, આદિવાસીઓ, મુસ્લિમોને નિશાન બનાવવામાં આવે છે.
ભારતમાં જેમની પાસે સત્તા કે વિશેષાધિકાર છે, તેવી વ્યક્તિ ક્યારેય પોલીસના હાથે આવી હત્યાઓનો શિકાર બનતી નથી. તેમણે શિકાર બનવું પણ ન જોઈએ.
જોકે, પીડિતોની ઓળખની રીત આપણને આપરાધિક ન્યાયપ્રણાલીની સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાયદા અંતર્ગત જ્યારે ખાખી યુનિફોર્મ પહેરનાર એટલે કે પોલીસકર્મી જો કોઈ અપરાધ કરે તો તેમને કાયદાકીય રીતે કોઈ સુરક્ષા પ્રદાન થતી નથી.
ભારતીય દંડ સંહિતા 1860ની વિશેષ જોગવાઈઓ અંતર્ગત કાયદાનું ઉલ્લંઘન કરનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ કપરી સજાની જોગવાઈ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, ANI
ઉદાહરણ તરીકે કલમ 330 અને 331 પ્રમાણે કબૂલાતનામા માટે જો બળજબરી કરવામાં આવી હોય તો સાત વર્ષ સુધી અને દસ વર્ષ જેલની સજાની જોગવાઈ છે.
PUCL vs મહારાષ્ટ્ર સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે વર્ષ 2014માં 'ઍન્કાઉન્ટર' હત્યાઓ બાદ શું થવું જોઈએ, તેની પ્રક્રિયા વિશે સ્પષ્ટ લખ્યું છે.
કોર્ટે કહ્યું છે કે આ પ્રકારની હત્યાઓની તપાસ સ્વતંત્ર રીતે થવી જોઈએ. આ અંગે એક વિસ્તૃત રિપોર્ટ સોંપવો જોઈએ અને તેના આધારે દોષિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.
આ મામલે કોર્ટના નિર્ણયમાં એ વાત પર ભાર આપવામાં આવ્યો કે કોર્ટે અને કાયદાએ પોલીસકર્મીઓના દાવા (જેમ કે આરોપીઓએ 'તેમના હથિયાર છીનવી લેવા પ્રયાસ કર્યા' કે પછી અન્ય કોઈ રીતે તેમના પર હુમલો કરવાના પ્રયાસ કર્યા, આ વાતો) પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ.
જરૂર પડ્યે ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ અને પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનાહિત સુનાવણી થવી જોઈએ.
જોકે, આ પ્રકારના કેસમાં ન્યાયિક પ્રણાલીની નબળાઈના પગલે પોલીસકર્મીઓને તેમના અપરાધો માટે સજા મળતી નથી અને તેમને એક રીતે સુરક્ષા જ મળે છે.

આંધ્ર પ્રદેશ, છત્તીસગઢમાં શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
આ અઠવાડિયાની શરૂઆતમાં, છત્તીસગઢમાં વર્ષ 2012માં સુરક્ષાબળોના હાથે આદિવાસીઓનાં મૃત્યુની કાયદાકીય તપાસ નિષ્કર્ષ સુધી પહોંચી કે મૃત્યુ પામેલા લોકો માઓવાદી નહોતા અને આ હત્યાનો મામલો હતો.
કોઈ એ વાતથી ઇનકાર નથી કરી શકતું કે ઘટનાના સાત વર્ષ બાદ આ નિર્ણય સામે આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ હજુ ઔપચારિક સુનાવણી શરૂ થવાની બાકી છે.
આંધ્ર પ્રદેશ પોલીસે વર્ષ 2015માં તામિલનાડુના 20 લોકોને ગોળીઓથી મારી નાખ્યા હતા. પોલીસે આરોપ લગાવ્યો હતો કે તેઓ કુહાડીઓથી લાલ ચંદનના વૃક્ષોને કાપી રહ્યા હતા.
આ કહાણી સંપૂર્ણપણે અવિશ્વસનીય માનવામાં આવી અને હત્યાકાંડ મામલે તામિલનાડુમાં લોકોની ઉગ્ર પ્રતિક્રિયા સામે આવી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે મામલાની તપાસ શરૂ કરી.
રિપોર્ટમાં પોલીસની નિંદા કરવામાં આવી પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. આંધ્ર પ્રદેશની હાઈકોર્ટમાં હજુ પણ આ કેસ ચાલી રહ્યો છે.
ન્યાય કોર્ટમાંથી મળે તો છે, પરંતુ તે મોડેથી મળે છે કે તેનાથી આશ્ચર્ય થાય છે કે કોઈને સજા મેળવવા માટે જીવતા કેમ છોડી રાખ્યા છે.

મહારાષ્ટ્રનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે યશવંત વર્સેઝ મહારાષ્ટ્ર સરકારના મામલામાં મુંબઈમાં પોલીસની કસ્ટડીમાં થયેલી નિર્દોષ વ્યક્તિને હત્યાની નિંદા કરી હતી.
કોઈ વ્યક્તિ નિર્દોષ છે એ જાણવા છતાં પોલીસે પૂછતાછ માટે તેમને પકડી રાખ્યા, તેમને માર મારવામાં આવ્યો. એ પછી કસ્ટડીમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું.
સુપ્રીમ કોર્ટે ઘટના દરમિયાન પોલીસસ્ટેશનમાં હાજર તમામ પોલીસકર્મીઓને દોષિત માનવાના ચુકાદાને માન્ય રાખ્યો અને આ પ્રકારના કિસ્સાઓમાં સ્પષ્ટ સંદેશ આપવા માટે તેમની સજા ત્રણ વર્ષથી વધારીને સાત વર્ષ કરી દીધી.
આ એક નોંધપાત્ર કેસ છે. જોકે નોંધવા જેવી વાત એ છે કે આ કેસમાં સુપ્રીમે ચુકાદો આપ્યો એનાં 25 વર્ષ પહેલાં 1993માં આ ગુનો કરાયો હતો.
નીચેની અદાલતમાં સુનાવણી પૂર્ણ થવામાં બે વર્ષનો સમય લાગ્યો અને કોર્ટે આરોપી પોલીસકર્મીઓને ત્રણ વર્ષની સજા સંભળાવી.
બૉમ્બે હાઈકોર્ટમાં આ મામલો 13 વર્ષ સુધી ચાલ્યો અને સુપ્રીમ કોર્ટમાં પણ ઘણો સમય લાગ્યો.
ન્યાય મળવામાં થયેલા વિલંબનો અર્થ કદાચ એવો જ હતો કે સુપ્રીમ કોર્ટનો સંદેશ કડક તો હતો પણ કદાચ નબળો થઈ ગયો હતો.

ન્યાયિક અધિકારીની જવાબદારી

ઇમેજ સ્રોત, Reuters
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)એ હૈદરાબાદમાં ચાર આરોપીઓને મારવાના મુદ્દાને ઉપાડ્યો છે અને તેલંગણા હાઈકોર્ટે પણ આ મામલાની નોંધ લીધી છે.
આ મામલામાં એટલો તો સંતોષ છે જ કે ન્યાયિક અધિકારી ઘટનાથી સંતુષ્ટ થઈને ચુપ નથી રહ્યા અને કાર્યપ્રણાલી જનતાના વિચારોના પ્રભાવો હેઠળ નથી.
તેમની એ પણ જવાબદારી છે કે જલદીથી તપાસ પૂર્ણ થાય અને યોગ્ય સજા કરવામાં આવે, એ પછી જ અદાલતના સંદેશની અસર થશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
(આ લેખમાં વ્યક્ત વિચાર લેખકના અંગત છે. તેમાં સામેલ તથ્યો તેમજ વિચાર બીબીસીના નથી અને બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












