બિનસચિવાલય આંદોલન : 'થાનગઢમાં ભાઈની હત્યાની SIT નો રિપોર્ટ હજુ નથી આવ્યો'
ગાંધીનગર ખાતે બિનસચિવાય આંદોલનને ચાર દિવસ થયા. જોકે, ગુજરાત સરકારે એક દિવસ અગાઉ જ સમગ્ર મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગૅશન ટીમ (SIT)નું ગઠન કરી 10 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાની વાત કરી છે.
આ બધાની વચ્ચે બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થીઓના ન્યાય માટે થાનગઢથી પારુલ રોઠોડ પણ આવ્યાં છે. સપ્ટેમ્બર 2012માં થાનગઢમાં પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવકોનાં મૃત્યુ થયાં હતાં, તેમાંથી એક મેહુલ રાઠોડ હતા જેઓ પારુલના ભાઈ હતા.
પારુલનું કહેવું છે કે તેમને સરકાર ઉપર જરાય પણ વિશ્વાસ નથી.
પારુલ કહે છે, "મારા ભાઈની હત્યા થઈ તેને વર્ષો થયાં. તે સમયે સરકારે SIT નું ગઠન કર્યું હતું.""તે સમયે સંજય પ્રસાદની અધ્યક્ષતમાં મામલાની તપાસ થઈ હતી પરંતુ તેનો રિપોર્ટ સરકારે હજુ જાહેર નથી કર્યો."
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે પારુલના પિતા વાલજીભાઈ રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી. તેઓ એ ચૂંટણી હારી ગયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો