જ્યારે પુત્રએ ગરીબીના કારણે માતાનો મૃતદેહ કચરામાં ફેંકી દીધો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિગ્નેશ એ.
- પદ, બીબીસી સંવાદદાતા
તામિલનાડુના તૂથુકુડીમાં એક ચોંકાવનારી ઘટના ઘટી, 29 વર્ષીય યુવકે પોતાનાં માતાનો મૃતદેહ કચરામાં નાખી દીધો.
યુવકે બીબીસી તામિલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે ગરીબીને કારણે આવું કર્યું હતું.
પોલીસ અધિકારી રેનિયુસ જેસુબથમે જણાવ્યું કે સોમવારે સવારે રાહદારીઓએ મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી.
પોસ્ટમૉર્ટમ બાદ મહિલાનો મૃતદેહ પોલીસે તેમના સંબંધીઓને સોંપ્યો હતો.
પોલીસે પોસ્ટમૉર્ટમ પૂર્વે આ મહિલાના પુત્રની પૂછપરછ કરી હતી અને એ દરમિયાન તેમણે પોતાના કૃત્ય બદલ માફી માગી હતી.
આ યુવકનો પરિવાર મૂળે મદુરાઈનો છે અને 25 વર્ષ પૂર્વે તૂથુકુડી આવ્યો હતો.
યુવકે પોલીસને જણાવ્યું છે કે તેમના પિતા નારાયણસ્વામી ગોરનું કામ કરતા હતા.
થોડાં વર્ષો પહેલાં નારાયણસ્વામી બીમાર થઈ ગયા એ પછી યુવક અને તેમનાં માતા વાસંતીએ તેમને ચેન્નાઈ મોકલી દેવાનું નક્કી કર્યું હતું, જ્યાં તેઓ અત્યારે પણ રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિવારની આર્થિક સંકડામણને કારણે યુવકે કામ કરવાનું શરૂ કર્યું, પણ કમાણી પૂરતી નહોતી.
આ યુવકે બીબીસીને તેમની ઓળખ છતી ન કરવા વિનંતી કરી હતી.
સ્થાનિક અહેવાલોમાં લખ્યું છે કે માતાના મૃતદેહને ત્યજી દીધા બાદ આ યુવકે શહેર છોડી દીધું હતું. જોકે આ યુવક આ અહેવાલોને નકારી કાઢે છે.
તેમનું કહેવું છે કે 'હું મારા ઘરમાં નહોતો, પણ હું શહેરમાં જ હતો અને મને જેવી જાણ થઈ કે પોલીસ મને શોધી રહી છે, ત્યારે પોલીસ સ્ટેશને પણ ગયો હતો.'

માણસ આવું કૃત્ય કેમ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
મનોચિકિત્સક અશોકને બીબીસી તામિલને જણાવ્યું કે વિષાદ અમિબા જેવો છે તે ગમે તે આકાર ધારણ કરી શકે છે.
હતાશા અને વિષાદમાં કદાચ યુવકે તેનાં માતાનો મૃતદેહ ત્યજી દીધો હશે અને તેને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે તે શું કરી રહ્યો છે.
તેઓ કહે છે કે રડવાથી રાહત મળે છે અને તમારું મન ફરીથી સામાન્ય સ્થિતિમાં આવે છે.
વિષાદમાં જૂજ લોકો જ પોતાની ભાવનાને કાબૂમાં રાખી શકે છે.
તેઓ કહે છે કે લાંબા ગાળે તેની માનસિક અને શારીરિક અસર થઈ શકે છે.
અશોકન કહે છે કે ભાવનાઓને દાબી દેવાનું આવું પરિણામ આવી શકે છે. એવું જરા પણ ન કહી શકાય કે આ યુવકે પોતાનાં માતા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો નહોતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












