મુંબઈ : બાંદ્રાની એક બિલ્ડિંગમાં આગ, ફસાયેલા તમામને બચાવી લેવાયા

ઇમેજ સ્રોત, Ani
મુંબઈના બાંદ્રામાં આવેલી એમટીએનએલની બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં 100 લોકો ફસાયા હતા.
મુંબઈ મહાનગરપાલિકાએ ટ્વીટ કરીને માહિતી આપી કે આગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ફાયર-વિભાગને આગને ઓલવતા અંદાજે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.
આગ ઓલવતી વખતે ફાયરબ્રિગેડના એક કર્મચારીને ગૂંગળામણ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફાયરની ટીમે આગ ઓલવવા માટે રૉબોટનો પણ ઉપયોગ કર્યો હતો.
નવ માળની આ બિલ્ડિંગમાં ત્રીજા અને ચોથા માળે આગ લાગી છે.

ઉત્તરાખંડ : 132 ગામમાં 216 બાળકોનો જન્મ, દીકરીએકપણ નહીં

ઇમેજ સ્રોત, Getty Images
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ઉત્તરાખંડનાં 132 ગામોમાં છેલ્લા ત્રણ મહિનામાં 216 બાળકોનો જન્મ થયો છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ નવજાતોમાં એક પણ બાળકી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અખબાર લખે છે કે કેન્દ્ર સરકાર જોરશોરથી 'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજનાનો પ્રચાર કરે છે પરંતુ આ આંકડા મુજબ ઉત્તરકાશી જિલ્લાનાં 132 ગામમાં એકપણ બાળકીનો જન્મ થયો નથી.
આ અંગે જિલ્લા મૅજિસ્ટ્રેટ ડૉ. આશિષ ચૌહાણે કહ્યું કે જે પણ વિસ્તારમાં બાળકીનો જન્મદર શૂન્ય અથવા એક આંકડામાં છે તેને અલગ તારવવામાં આવ્યા છે.

હિમા દાસે પંદર દિવસમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યાં

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ હિમા દાસે શનિવારે તેમનો પાચંમો ગોલ્ડ મેડલ જીત્યો છે. હિમાએ છેલ્લા પંદર દિવસમાં અલગ-અલગ ટુર્નામેન્ટમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા છે.
શનિવારે ચેક રિપબ્લિક ખાતે નોવે મેસ્ટો નેડ મેટુજી ગ્રાન્ડ પ્રિક્સમાં 400 મીટર દોડમાં હિમાએ 52.09 સેકંડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો. તેમણે ટ્વિટ કરીને આ સમાચાર આપ્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સચીન તેંડુલકર અને શાહરુખ ખાન સહિતના લોકોએ હિમાને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ પહેલાં તેમણે પોલૅન્ડમાં પોઝેન ઍથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં 200 મીટર, કૂટનો ઍથ્લેટિક્સ મીટમાં 200 મીટર, ચેક રિપબ્લિકમાં ક્લેન્ડો ઍથ્લેટિક્સ મીટમાં 200 મીટર, ટેબર ઍથ્લેટિક્સ મીટમાં 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

હૉંગકૉંગ : વિરોધ પ્રદર્શનમાં પોલીસે આંસુ ગૅસના ગોળા છોડાયા

ઇમેજ સ્રોત, AFP
હૉંગકૉંગમાં લોકતંત્ર માટે થયેલા વિરોધ પ્રદર્શનમાં ફરી એક વખત સંઘર્ષ થયો. વણસી રહેલી સ્થિતિને પહોંચી વળવા પોલીસે આંસુ ગૅસના ગોળા છોડ્યા હતા.
પોલીસે ચેતવણી આપવા છતાં પ્રદર્શનકારીઓ કેન્દ્રીય સરકારી કાર્યાલયની ઇમારત પર ઈંડાં ફેંકી રહ્યા હતા. આ ઘટના બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ થયો.
હૉંગકૉંગમાં આ પ્રદર્શનની પાછળ પ્રત્યર્પણ બીલ છે. રવિવારના રોજ થયેલા પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ અધિકારીઓ પર બૉટલો ફેંકી હતી.
પ્રદર્શનના આયોજકોનો દાવો છે કે આ પ્રદર્શનમાં 4,30,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જોકે, પોલીસ અનુસાર આ આંકડો 1,38,000 છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












