રાહુલ ગાંધીની હાર બાદ અમેઠીની જનતા રડી હતી? - ફૅક્ટ ચેક

રડતા લોકો વચ્ચે રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Social Media Grab

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં દાવો કરાયો છે કે રાહુલ ગાંધીની હાર બાદ અમેઠીના લોકો રડવા લાગ્યા હતા
    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર અમેઠીના લોકો રડતા હોય તેવો એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેઠીના લોકોને રાહુલ ગાંધીને અમેઠીથી લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ એટલો આઘાત લાગ્યો કે તેઓ રડવા લાગ્યા.

વીડિયોને સોશિયલ મીડિયા પર શૅર કરતા લખવામાં આવી રહ્યું છે કે, "લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલ ગાંધીની હાર બાદ, અમેઠીના લોકો રાહુલ ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા અને રાહુલને મળવા પર લોકો પોતાના આંસુ રોકી ન શક્યા અને રડવા લાગ્યા."

આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધી 50 હજાર કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

અમેઠીની સીટનું મહત્ત્વ

લોકો વચ્ચે સ્મૃતિ ઈરાની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેઠીની લોકસભા બેઠક પરથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હાર આપી છે

લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળા ભાજપે હરાવી દીધી છે.

આ ચૂંટણીમાં અમેઠીની બેઠક પર ભાજપનાં સ્મૃતિ ઈરાની અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધી વચ્ચે મુકાબલો હતો.

જેમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હાર આપી છે.

અમેઠીની બેઠકને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતી.

અમેઠીમાં પ્રચાર કરતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી સતત ત્રણ વખત અમેઠીની બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે

અમેઠીની સીટ પરથી રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને પછી તેમનાં માતા સોનિયા ગાંધી લડતાં અને જીતતાં હતાં.

ત્યારબાદ આ સીટ સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી માટે છોડી દીધી અને અમેઠીથી રાહુલ ગાંધી સતત ત્રણ વખત સાંસદ બન્યા.

સમાચાર પ્રમાણે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં થયેલી હાર મામલે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી, જેનો કૉંગ્રેસ પાર્ટીની કાર્ય સમિતિએ અસ્વીકાર કર્યો છે.

વીડિયોમાં રાહુલ ગાંધી ભીડમાં ઊભેલી કેટલીક રડતી મહિલાઓને સાંત્વના આપતા દેખાય છે.

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો સાચો છે, પણ તેની સાથે કરવામાં આવેલો દાવો ખોટો અને ભ્રામક છે.

line

વીડિયોનું સત્ય

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળે છે કે આ વીડિયો 2 નવેમ્બર 2017નો છે.

આ વીડિયો એ સમયનો છે જ્યારે રાહુલ ગાંધી રાયબરેલીના NTPC પાવર પ્લાન્ટમાં ઘટેલી એક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને મળવા ગયા હતા.

વીડિયોને તે સમયે રાહુલ ગાંધીના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરતા લખવામાં આવ્યું હતું, "પીડિતો અને તેમનાં પરિવારો સાથે NTPC ઓફિસમાં મુલાકાત કરતા કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી"

NTPC પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં 29 લોકોનાં મૃત્યુ થયા હતા અને 100 લોકો ઘાયલ થયા હતા.

આ પાવર પ્લાન્ટ ઉત્તર પ્રદેશના રાયબરેલી શહેરમાં સ્થિત છે.

દુર્ઘટના બાદ NTPC કેસની તપાસ શરૂ કરી દેવાઈ હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની ઘોષણા કરી હતી.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો