સુરત ચૂંટણી પરિણામ 2019 : ભાજપના દર્શનાબહેન જરદોશ સાથે કૉંગ્રેસના અશોક અધવેડાનો મુકાબલો

વિશ્વમાં 'ડાયમંડ સિટી' તરીકે વિખ્યાત સુરત (બેઠક નંબર 24)માં ભાજપનાં દર્શનાબહેન જરદોશ તથા કૉંગ્રેસના અશોક અધવેડાને મેદાનમાં ઉતાર્યા છે.

દક્ષિણ ગુજરાતનું આ શહેરમાં પાટીદાર અનામત આંદોલનને લગતી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું.

દર્શનાબહેન આ બેઠક ઉપરથી ચૂંટાયેલા પ્રથમ મહિલા સાંસદ છે.

સુરતની બેઠક

1989થી આ બેઠક ઉપર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. હીરા અને સાડી ઉદ્યોગના હબમાં કાશીરામ રાણાએ ભાજપનો પાયો નાખ્યો હતો, 2009 સુધી તેઓ આ બેઠક ઉપરથી સાંસદ રહ્યા.

એક સમયે પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ આ બેઠક ઉપરથી ઉમેદવાર રહી ચૂક્યા છે.

ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ બેઠક આ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે.

આંકડામાં લોકસભા ચૂંટણી

2019માં 64.41 ટકા મતદાન થયું

593569 પુરુષ, 472780 મહિલા તથા 13 અન્ય દ્વારા મતાધિકારનો ઉપયોગ

સુરત લોકસભા બેઠક હેઠળ કુલ 1655658

2014માં 63.90 ટકા મતદાન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો