IPL 2019 : ફાઇનલમાં ધોનીને રન આઉટનો આપવાનો નિર્ણય સાચો કે ખોટો?

મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને ફાઇનલમાં એક વિકેટથી હરાવીને આઈપીએલ-12ની ટ્રૉફી પોતાના નામે કરી લીધી છે.

આ ચોથો મોકો છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ ફાઇનલ જીતી હોય. છેલ્લી ઓવર સુધીના દિલચસ્પ ખેલે દર્શકોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા.

જોકે, છેલ્લી ઓવરમાં મલિંગાની સૂઝબૂઝવાળી બૉલિંગે ચેન્નઈની ટીમને 148 રન પર રોકી દીધી હતી.

દોઢ મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ હવે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ મુંબઈની જીત સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

આ જીત બાદ સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું એની થોડી ઝલક તમારી સમક્ષ લાવીએ છીએ.

તમે આ વાંચ્યું કે નહીં?

ધોનીની હાર અને રોહિતની જીત પર શું બોલ્યા લોકો?

અયાઝ મેમણે ટ્વિટર પર લખ્યું, "આઈપીએલની ચારેય ટ્રૉફી રોહિત શર્માની કપ્તાનીમાં આવી છે, આને કહેવાય ઉપલબ્ધિ."

મૅચની અંતિમ ઓવરમાં મુંબઈ ટીમનાં માલિક નીતા અંબાણી ભગવાનને પ્રાર્થના કરતાં નજરે પડ્યાં હતાં.

આસિફ સલામ નામના યૂઝરે લખ્યું કે બસ આ મંત્રની ભાળ મેળવવી છે પછી કસમથી જિંદગી સેટ થઈ જશે.

અખિલેશ મિશ્રા લખે છે કે નીતા અંબાણીનો મંત્ર જાણવો પડશે, ખૂબ શક્તિશાળી મંત્ર ભણે છે.

તુર્કી બૉય નામના યૂઝરે લખ્યું કે આજે વાદળાં ન હતાં એટલે ચેન્નઈ અંબાણીના રડારમાં આવી ગઈ.

અંકુર નામના યૂઝરે ફેસબુક પર લખ્યું, "મોદીના રાજમાં અંબાણીની ટીમ કેવી રીતે હારી શકે?"

કૉસ્મિકસૅલ્ફ નામના યૂઝર્સે લખ્યું કે મોદીજીએ ધોનીની જીતને અંબાણીના ખિસ્સામાં મૂકી એવું કોણ બોલ્યું?

તો કેટલાક લોકો અમ્પાયરના નિર્ણય સામે નારાજ થતા પણ જોવા મળ્યા

ધોનીની હારથી દુખી એક યૂઝરે હસને લખ્યું કે ધોનીને ખોટો આઉટ આપવામાં આવ્યો. નહીં તો મૅચ ચૈન્નઈ જ જીતવાની હતી.

અર્પિત સિંઘ નામના યૂઝર્સે લખ્યું કે ધોનનાં દુર્ભાગ્ય કારણ કે થર્ડ અમ્પાયર મુંબઈ ઇન્ડિયન્સના પ્રશંસક હતા.

દિક્ષા નામની યૂઝરે જૂનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે જો ધોનીને રન આઉટ ન અપાયો હોત તો ચેન્નઈ જીતી હોત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો