You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Apache Guardian ભારતીય વાયુસેના માટે કે છે આટલું ખાસ
ભારતે અમેરિકા સાથે 22 અપાચે ગાર્ડિયન હેલિકૉપ્ટરના કરાર કરેલા છે અને તે પૈકીનું પ્રથમ હેલિકૉપ્ટર ભારતની વાયુસેનાને અમેરિકાના એરિઝોનાથી મળી ગયું છે.
આ હેલિકૉપ્ટર અંગે ભારતીય વાયુસેનાએ ટ્ટીટ કર્યુ છે.
હવે અપાચે ગાર્ડિયનનો ઉપયોગ કરનારો ભારત દુનિયાનો 14મો દેશ બન્યો છે ત્યારે જાણો આ હેલિકૉપ્ટર કેમ ખાસ ગણાય છે:
- અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટર લેઝ, ઇન્ફ્રારેડ અને રાત્રે પણ જોઈ શકાય એવી વ્યવસ્થાઓ ધરાવે છે. આને લીધે તે યુદ્ધ કે સેનાના ઓપરેશનમાં અંધારી રાતે પણ અચૂક પ્રહાર કરી શકે છે.
- અપાચે ગાર્ડિયનથી આધુનિક પ્રકારના મિસાઇલ્સ ફાયર કરી શકાય છે.
- બોઇંગ એએચ-64E એ અમેરિકાનું સૈન્ય અને વિકસિત દેશોની વાયુસેના અત્યાધુનિક હેલિકૉપ્ટર ગણાય છે અને એક સાથે અનેક કામ કરી શકે છે.
- 1975માં બનેલા આ હેલિકૉપ્ટરને અમેરિકાની સેનામાં 1986માં સામેલ કરવામાં આવ્યું હતું.
- બે જનરલ ઇલેક્ટ્રિક T700 ટર્બોશિફ્ટ એન્જિન ધરાવતા અપાચેમામં આગળ સેન્સર કિટ હોય છે.
- તે 365 પ્રતિકલાક કિલોમિટરની ઝડપે ઊડી શકે છે.
- અપાચે ગાર્ડિયનમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલ્સ હોય છે અને તે ઉપરાંત તેની બંને તરફ 30MMની બે ગન લગાવવામાં આવેલી હોય છે.
- 5,165 કિલો વજન ધરાવતા અપાચે ગાર્ડિયનમાં એક સાથે બે પાઈલટ બેસી શકે એવી જગ્યા હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો