ગાંધી પરિવારના INS વિરાટમાં પ્રવાસ અંગે નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો એ કિસ્સો શું છે?

રાજીવ ગાંધી

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને 'ભ્રષ્ટાચારી નંબર વન' કહ્યા બાદ નરેન્દ્ર મોદીએ ફરી એક વાર ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધી પર નિશાન સાધ્યું છે.

આ વખતે સ્થળ હતું દિલ્હીનું રામલીલા મેદાન. બુધવારે રાજધાનીમાં પોતાની પ્રથમ ચૂંટણીલક્ષી રેલી સંબોધતી વખતે વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસ પર હુમલો કર્યો અને કહ્યું કે જ્યારે કૉંગ્રેસનાં કારનામાંના ખુલાસા કરીએ છીએ તો કૉંગ્રેસને ગુસ્સો કેમ આવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આક્ષેપ કર્યો કે જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા તો ગાંધી પરિવાર યુદ્ધજહાજ આઈએનએસ વિરાટનો ઉપયોગ ખાનગી ટૅક્સીના રૂપમાં કરતો હતો.

રાજધાનીમાં સાત સંસદીય બેઠકો માટે 12 મેના રોજ ચૂંટણી થવાની છે તે પહેલાં અહીં પોતાની પ્રથમ રેલીમાં મોદીએ આરોપ લગાવ્યો કે ગાંધી પરિવારે રજાઓ માટે યુદ્ધજહાજનો ઉપયોગ કરી તેનું અપમાન કર્યું.

મોદીએ આ પહેલાં રાજીવ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે તેમનો અંત 'ભ્રષ્ટાચારી નંબર 1'ના રૂપમાં થયો હતો.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Reuters

નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પોતાના પરિવાર સાથે યુદ્ધજહાજમાં રજાઓ માણવા જાય? તમે આ સવાલ પર હેરાન ન થાવ. આ થયું છે અને આપણા જ દેશમાં થયું છે.

કૉંગ્રેસના સૌથી મોટા આ નામદાર પરિવારે દેશની આન-બાન-શાન આઈએનએસ વિરાટનો પોતાની પર્સનલ ટૅક્સીની જેમ ઉપોયગ કર્યો હતો. આ વાત ત્યારની છે જ્યારે રાજીવ ગાંધી દેશના વડા પ્રધાન હતા અને 10 દિવસ માટે રજા માણવા નીકળ્યા હતા.

આઈએનએસ વિરાટ એ સમયે સરહદની સુરક્ષા માટે તહેનાત હતું, પરંતુ રજા માણવા જઈ રહેલા ગાંધી પરિવારને લેવા માટે તેને મોકલવામાં આવ્યું. એ બાદ તેમના સમગ્ર પરિવારને લઈને આઈએનએસ વિરાટ એક ખાસ દ્વીપ પર રોકાયું... 10 દિવસ સુધી રોકાયું.

રાજીવ ગાંધી સાથે રજા માણનારાઓમાં તેમના સાસરા પક્ષના લોકો પણ હતા. સવાલ એ છે કે શું વિદેશીઓને ભારતના યુદ્ધજહાજ પર લઈ જઈને દેશની સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં? કે એટલા માટે કે તેઓ રાજીવ ગાંધી હતા અને તેમના સાસરી પક્ષના હતા.... ઇટાલીથી આવ્યા હતા.

વડા પ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે રાજીવ ગાંધીના નેતૃત્વવાળી તત્કાલિન સરકાર અને નેવીએ તેમના પરિવાર અને સાસરી પક્ષની મેજબાની કરી અને તેમની સેવામાં એક હેલિકૉપ્ટર પણ લગાવ્યું હતું.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

શું છે મામલો?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

નરેન્દ્ર મોદીએ 21 નવેમ્બર 2013ના રોજ ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયેલા અહેવાલનો હવાલો આપતા કહ્યું કે શું કોઈ ક્યારેય કલ્પના કરી શકે છે કે ભારતીય સૈન્યદળના યુદ્ધજહાજનો ખાનગી રજાઓ માટે ટૅક્સીના રૂપમાં ઉપયોગ કરી શકાય છે?

વિમાનવાહક આઈએનએસ વિરાટને ભારતીય નેવીની સેવામાં 1987માં સામેલ કરવામાં આવ્યું હતું.

લગભગ 30 વર્ષ સુધી સેવામાં રહ્યા બાદ 2016માં તેને સેવા નિવૃત્ત કરવામાં આવ્યું હતું.

મોદીએ જે સમાચારનો હવાલો આપ્યો છે તેના પ્રમાણે એ દ્વીપ લક્ષદ્વીપના 36 દ્વીપોમાંનો એક છે અને તેનું નામ બંગારામ છે.

આ દ્વીપ નિર્જન છે અને લગભગ અડધા વર્ગકિલોમિટરમાં ફેલાયેલો છે.

આ દ્વીપની પસંદગી પણ સમજી વિચારીને કરવામાં આવી હતી. અહીં વિદેશી નાગરિકોને આવવા પર કોઈ પ્રતિબંધ ન હતો.

લક્ષદ્વીપના તત્કાલિન પોલીસ પ્રમુખ પીએન અગ્રવાલે કહ્યું કે બંગારામ દ્વીપ ખૂબ સુરક્ષિત અને દુનિયાથી કપાયેલો વિસ્તાર છે. આ વિસ્તાર પ્રાકૃતિક રીતે પણ સુરક્ષિત છે.

રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

અહેવાલ પ્રમાણે આ રજામાં સામેલ તમામ લોકો હાઈપ્રોફાઇલ લોકો હતા તેથી આ સમાચાર દબાવી ન શકાયા.

રાહુલ અને પ્રિયંકાના ચાર મિત્રો, સોનિયા ગાંધીનાં બહેન, બનેવી અને તેમની પુત્રી, સોનિયા ગાંધીનાં માતા, તેમના ભાઈ અને મામા સામેલ હતાં.

એ સમયમાં રાજીવ ગાંધીના નજીકના મિત્ર અમિતાભ બચ્ચન, પત્ની જયા બચ્ચન અને ત્રણ બાળકો પણ સામેલ હતાં. આ બાળકોમાં અમિતાભના ભાઈ અજિતાભની પુત્રી પણ સામેલ હતાં.

રાજીવ અને સોનિયા ગાંધી 30 ડિસેમ્બર 1987ની બપોરે જ આ ખૂબસૂરત દ્વીપ પર પહોંચ્યા હતા. જ્યારે અમિતાભ બચ્ચન એક દિવસ બાદ કોચીન-કાવારત્તી હેલીકૉપ્ટર દ્વારા ત્યાં પહોંચ્યા હતા.

ગારામ દ્વીપ પર અમિતાભ બચ્ચનની યાત્રાને દબાવવાની કોશિશ કરવામાં આવી હતી.

જોકે, બંગારામ દ્વીપ પર જતી વખતે કાવારત્તી દ્વીપ પર હેલિકૉપ્ટરને ઇંધણ ભરવા માટે ઉતારવામાં આવ્યું હતું. આ સમયે આ નાનકડા દ્વીપ પર અમિતાભની હાજરી જાહેર થઈ ગઈ.

બાદમાં અમિતાભ જ્યારે રજા માણીને પરત આવી રહ્યા હતા ત્યારે કોચીન ઍરપૉર્ટ પર ઇન્ડિયન એક્સપ્રેસના એક ફોટોગ્રાફરે તેમની તસવીર લઈ લીધી હતી.

અમિતાભ તેનાથી નારાજ પણ થયા હતા અને ફોટોગ્રાફરને ચેતવણી પણ આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો