લોકસભા ચૂંટણી 2019 ચોથો તબક્કો : મતદાનમાં પશ્ચિમ બંગાળ સૌથી અગ્રેસર

મતદાન

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ 9 રાજ્યોની 72 લોકસભા બેઠકો ઉપર મતદાન થયું (કેટલીક બેઠકો ઉપર સાંજે છ વાગ્યા પછી પણ) હતું.

સામે આવેલા આંકડા અનુસાર ચોથા તબક્કામાં સાત વાગ્યા સુધી 61.96 ટકા સરેરાશ મતદાન થયું છે.

બિહારમાં 58.92 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 9.79 ટકા, ઝારખંડમાં 63.77 ટકા, મધ્ય પ્રદેશમાં 66.52 ટકા, મહારાષ્ટ્ર 55.88 ટકા, ઓડિશા 64.05 ટકા, રાજસ્થાન 66.44 ટકા, ઉત્તર પ્રદેશ 55.59 ટકા અને પશ્ચિમ બંગાળમાં 76.59 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.

પશ્ચિમ બંગાળના આસનસોલમાં મતદાન દરમિયાન હિંસાની ઘટના બની છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે આસનસોલથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના કાચને તોડવામાં આવ્યા હતા.

આસનસોલમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા જે બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર સુપ્રિયો સામે કેસ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને સુરક્ષાદળો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

હિંસાના આ દૃશ્યોના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો સુરક્ષાદળો સાથે મારપીટ કરી રહ્યા છે.

ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની સૌથી વધારે 17, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની 13 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકોનો સમાવેશ થાય છે.

આ પહેલાં 27 તારીખના 5 વાગ્યે ચોથા તબક્કામાં સમાવેશ થનારી બેઠકો પર ચૂંટણીપ્રચાર થંભી ગયો હતો.

આ સાથે જ મધ્ય પ્રદેશની 6, ઓડિશાની 6, બિહારની 5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે.

line

કોણે ક્યાં મતદાન કર્યું?

આજે મહારાષ્ટ્રમાં મુંબઈની લોકસભા બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. ત્યારે બોલીવૂડના કલાકારો મતદાન કરવા આવ્યા હતા. જેમાં ધર્મેન્દ્ર, શાહરુખ ખાન, ગૌરી ખાન, સુરેશ ઑબેરોય, વિવેક ઑબેરોય અજય દેવગણ, કરિના કપૂર, ઇમરાન હાશમી, કંગના રનૌટ, વરુણ ધવન, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા સાથે અન્ય સેલેબ્સે પણ મતદાન કર્યું હતું.

મુકેશ અંબાણી, આકાશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી, ઈશા અંબાણી, અનિલ અંબાણી, આનંદ મહિન્દ્રા સહિતના ઉદ્યોગપતિઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પ્રિયંકા ચોપરા

ઇમેજ સ્રોત, TWITTER/PRIYANKACHOPRA

ઇમેજ કૅપ્શન, પ્રિયંકા ચોપરા
માધુરી

ઇમેજ સ્રોત, Twitter/Madhuri Dixit Nene

ઇમેજ કૅપ્શન, માધુરી દીક્ષિત
કંગના રનૌટ
ઇમેજ કૅપ્શન, કંગના રનૌટ
બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બોલીવૂડ અભિનેતા આમિર ખાને પત્ની કિરણ સાથે બ્રાંદ્રા ખાતે મતદાન કર્યું.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

સીપીઆઈ નેતા અને બેગુસરાય લોકસભાના ઉમેદવાર કનૈયા કુમારે મતદાન કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

બોલીવૂડ અભિનેતા પરેશ રાવલે પત્ની સ્વરૂપ સંપત સાથે મુંબઈના વિલે પાર્લે ખાતે જમનાબાઈ સ્કૂલમાં મતદાન કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

અભિનેત્રીથી રાજકારણી બનેલાં કૉંગ્રેસ નેતા અને મુંબઈ નોર્થ લોકસભા બેઠકનાં ઉમેદવાર ઊર્મિલા માતોંડકરે બાંદ્રા ખાતે મતદાન કર્યું.

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

line

ચોથા તબક્કાની રસપ્રદ વાતો

મહારાષ્ટ્ર

આ તબક્કાની સાથે જ ભારતની લોકસભા ચૂંટણીની સફર અડધા તબક્કા સુધી પહોંચી ગઈ છે.

ચૂંટણી પર નજર રાખનારી સંસ્થાઓ 'નેશનલ ઇલેક્શન વૉચ' અને 'ઍસોસિયેશન ફૉર ડેમૉક્રસી રિફૉર્મ્સ'ના રિપોર્ટસ અનુસાર આ તબક્કામાં કુલ 943 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.

જેમાં કેટલાક ઉમેદવારોનો રેકર્ડ ગુનાહિત છે અને કેટલાક ઉમેદવારો કરોડોની સંપત્તિ ધરાવે છે.

આ તબક્કામાં 158 એટલે કે 17 ટકા ઉમેદવારો એવા છે જેમના સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 210 એટલે કે 23 ટકા ઉમેદવારો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.

306 એટલે કે 33 ટકા કરોડપતિ ઉમેદવારો આ ચૂંટણીજંગમાં છે. પાંચ ઉમેદવારોએ પોતાના ઉપર હત્યાનો મામલો અને 24 ઉમેદવારોએ હત્યાના પ્રયાસનો ઉલ્લેખ કરેલો છે.

21 ઉમેદવારોએ પોતાના પર મહિલાઓ સાથે હિંસાના મામલા પણ જાહેર કર્યા છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?.

લાઇન

660 કરોડ અને 500 રૂપિયા ધરાવતા ઉમેદવાર

ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

મધ્ય પ્રદેશમાં છિંદવાડાથી કૉંગ્રેસના ઉમેદવાર અને રાજ્યના મુખ્ય મંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ આ તબક્કામાં સૌથી વધારે પૈસાદાર ઉમેદવાર છે. તેમણે 660 કરોડ રૂપિયાથી પણ વધારે સંપત્તિ જાહેર કરી છે.

જ્યારે રાજસ્થાનના ઝાલાવાડ-બારાંથી ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર પ્રિંસ કુમાર ચોથા તબક્કામાં સૌથી ગરીબ ઉમેદવાર છે. જેમણે પોતાની સંપત્તિ 500 રૂપિયા જાહેર કરી છે.

line

માત્ર 10 ટકા મહિલાઓ અને 9 અભણ ઉમેદવાર

ડિમ્પલ યાદવ

ઇમેજ સ્રોત, Dimple Yadav/Twitter

ચોથા તબક્કામાં કુલ 96 મહિલાઓ ચૂંટણીમેદાનમાં છે જે કુલ ઉમેદવારોની સંખ્યાના માત્ર 10 ટકા છે.

આ તબક્કામાં 404 એટલે કે 44 ટકા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક યોગ્યતા 5થી 12 ધોરણ સુધીની દર્શાવી છે.

454 એટલે કે 49 ટકા ઉમેદવારોએ પોતાને ગ્રૅજ્યુએટ ગણાવ્યા છે. જ્યારે નવ ઉમેદવારોએ ખુદને અભણ ગણાવ્યા છે.

line

આ દિગ્ગજો પર રહેશે નજર

મુનમુન સેન

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

ચોથા તબક્કામાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલાં બોલિવૂડ અભિનેત્રી ઊર્મિલા માતોંડકર અને જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર સૌની નજર છે.

ઊર્મિલા માતોંડકર કૉંગ્રેસની ટિકિટ પરથી ઉત્તર મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે કનૈયા કુમાર બેગુસરાયથી સીપીઆઈની ટિકિટ પરથી ચૂંટણી લડે છે.

બેગૂસરાયથી આરજેડીના ઉમેદવાર તનવીર હસન અને ભાજપના ગિરિરાજ સિંહને કારણે આ બેઠક ખૂબ ચર્ચામાં છે.

મધ્ય પ્રદેશના છિંદવાડાથી નવ વખત સાંસદ રહી ચૂકેલા કમલનાથના પુત્ર નકુલ નાથ ચૂંટણી લડી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં કન્નોજની બેઠક પણ આ તબક્કામાં ચર્ચામાં છે. કન્નોજથી રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવ ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીએ સાત વખત જીત હાંસલ કરી છે.

પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પણ ચર્ચામાં છે. અહીં તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ બંનેએ ફિલ્મ કલાકારોને ને ટિકિટ આપી છે. ભાજપ તરફથી ગાયક બાબુલ સુપ્રિયો અને ટીએમસી તરફથી અભિનેત્રી મુનમુન સેન ચૂંટણી લડી રહ્યાં છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો