લોકસભા ચૂંટણી 2019: ચૂંટણીમાં આ 10 વસ્તુઓ પહેલી વખત થશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લોકસભા ચૂંટણી 2019નું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. આ વખતે સાત તબક્કામાં મતદાન યોજાશે. પહેલા તબક્કાની ચૂંટણી 11 એપ્રિલના રોજ યોજાશે અને સાતમાં તબક્કાની ચૂંટણી 19 મેના રોજ યોજાશે. 23 મેના રોજ મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે.
17મી લોકસભાના ગઠન માટે 90 કરોડ લોકો મતદાન કરશે. 18થી 19 વર્ષનાં દોઢ કરોડ મતદાતા આ ચૂંટણીમાં પહેલી વખત ભાગ લેશે.
ચૂંટણી પંચના પ્રમાણે આઠ કરોડ 43 લાખ નવા મતદાતા આ વખતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આ વખતે ચૂંટણી પંચે કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. એટલે કે આ વખતે ચૂંટણીમાં મતદાતા અને ઉમેદવાર ઘણી નવી બાબતોનો અનુભવ કરશે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ વખતે ચૂંટણીમાં શું નવું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- 10 લાખ મતદાન મથકો પર મત આપવામાં આવશે. દરેક મતદાન કેન્દ્ર પર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
- ઈવીએમ પર ચૂંટણી ચિહ્નની સાથે ઉમેદવારની તસવીર પણ લગાવવામાં આવશે.
- મતદાતા એક ઍન્ડ્રૉઇડ ઍપ સી-વિજિલના માધ્યમથી ચૂંટણી પંચને આચારસંહિતાના ઉલ્લંઘનની જાણકારી આપી શકે છે. સરકારી અધિકારીઓએ આ ફરિયાદ પર 100 મિનિટની અંદર એક્શન લેવું પડશે. ફરિયાદીની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં.
- 1950 ટોલ ફ્રી નંબર પર મતદાતા યાદી સાથે જોડાયેલી જાણકારી મૅસેજના માધ્યમથી લઈ શકશે.
- ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ) મશીનની હેરફેરને જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ની મદદથી ટ્રેક કરી શકાશે.

ઇમેજ સ્રોત, Getty Images
- મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોડાએ રવિવારે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની ઘોષણા કરતા જણાવ્યું કે આ ચૂંટણીમાં ભાગ લેવા વાળા બધા ઉમેદવારોએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની જાણકારી પંચને આપવી પડશે.
- ચૂંટણી પંચના નિયમો અંતર્ગત ઉમેદવારોએ તેમની વિરુદ્ધ દાખલ કેસની જાણકારી પ્રચાર અભિયાન દરમિયાન ઓછામાં ઓછી ત્રણ વખત ઑડિયો- વીડિયોના માધ્યમથી સાર્વજનિક કરવાની રહેશે.
- સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ પણ બોગસ સૂચનાઓ અને ડિજિટલ વિજ્ઞાપનોને વેરિફાઈ કરશે. આ તરફ મીડિયામાં પેઇડ ન્યૂઝ તેમજ બોગસ સમાચારના પ્રસારને રોકવા માટે રાજ્ય તેમજ જિલ્લા સ્તર પર મીડિયાની દેખરેખ કરતી સમિતિઓની મદદ લેવામાં આવશે.
- ઉમેદવારોએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની વિસ્તૃત જાણકારી ઉમેદવારી નોંધાવતા સમયે પંચને આપવાની રહેશે.
- મતદાતાઓની ઓળખની પુષ્ટિ માટે ફોટોની સાથે મતદાતા રિસિપ્ટ માન્ય ગણાશે નહીં. મતદાતાઓએ પાસપોર્ટ અને આધાર સહિત 11 ઓળખના દસ્તાવેજોને માન્યતા આપવામાં આવી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








