લોકસભા ચૂંટણી 2019 : માયાવતીએ કૉંગ્રેસ સાથે સહકાર કે ગઠબંધનનો ઇનકાર કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, ન્યૂ દિલ્હી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીની આગેવાનીમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રિય કક્ષાની બેઠક યોજાઈ હતી.
જેમાં નિર્ણય લેવાયો છે કે બસપા કોઈ પણ રાજ્યમાં કૉંગ્રેસ સાથે કોઈ તાલમેલ રાખીને કે કૉંગ્રેસના ચૂંટણી લડશે નહીં. તેના માટે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
બસપાની આ અખિલ ભારતીય બેઠકમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા થઈ. જેમાં ઉત્તર પ્રદેશ સિનાયના રાજ્યોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
માયાવતીએ આ બેઠકમાં કહ્યું કે બસપા અને સપાનું જોડાણ અને પરસ્પર સન્માન અને નીતિથી કામ કરવાની પદ્ધતિ ઉત્તર પ્રદેશ માટે શ્રેષ્ઠ છે. જેનામાં ભાજપને પરાસ્ત કરવાની ક્ષમતા છે.
જે રાજ્યોમાં બસપા પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહી છે, તે રાજ્યો અંગે પણ આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી. મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં બસપા અને સપા સાથે મળીને લડી રહ્યા છે, જ્યારે પંજાબ અને હરિયાણામાં સ્થાનિક પક્ષોના સમર્થન સાથે લડી રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, Hindustan Times
માયાવતીએ આ બેઠકમાં પાર્ટીના સભ્યોને સ્થાનિક સ્તરે કામ કરવા અને પાર્ટીને કૅડર આધારે તૈયાર કરવા પર ભાર મુક્યો હતો. તેમણે આ કામગીરીને બાબા સાહેબ આંબેડકરની અધુરી ફરજને પુરી કરવા તેમજ લક્ષ્ય સુધી પહોંચાડવાની ઝુંબેશ ગણાવી હતી.
તેમણે કહ્યું કે બસપા અને સપા સાથે ગઠબંધન કરવા માટે ઘણા પક્ષો આતુર છે. પરંતુ થોડાં રાજકીય લાભ માટે એવું કોઈ જ કામ નથી કરવું જે પક્ષની ઝુંબેશના હિતમાં ન હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ અંગે કૉંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આપને આ પણ વાંચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












