શું આ શાળામાં હિંદુ અને મુસ્લિમ યુવતીઓને બુરખો પહેરવો ફરજિયાત છે? -ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફૅક્ટ ચેક
- પદ, બીબીસી ન્યૂઝ
બુરખો પહેરીને સવારની પ્રાર્થના કરતી યુવતીઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની એક શાળાનો છે. આ વીડિયો અંગે અનેક પ્રકારના દાવા કરાઈ રહ્યા છે. તેમાંથી અમુક દાવાઓ ભ્રામક છે.
જેમ કે @squintneon નામના ટ્વિટર યૂઝરે 3 એપ્રિલના રોજ 130 સેકન્ડનો આ વીડિયો ટ્વીટ કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
યૂઝરે વીડિયો સાથે લખ્યું છે, "આ સાઉદી અરેબિયા કે સીરિયાનો વીડિયો નથી. આ શ્રીનગરની આર.પી. સ્કૂલની મૉર્નિંગ ઍસેમ્બ્લીનો વીડિયો છે જ્યાં હિંદુ અને શીખ યુવતીઓ પણ પોતાની મરજીથી બુરખો પહેરી રહી છે."
ટ્વીટમાં એવું પણ લખાયું છે કે 'ઇસ્લામિક રિપબ્લિક ઑફ કાશ્મીરનાં બીજ રોપી દેવાયાં છે. માત્ર એક વખત 'રાહુલ ગાંધી' કાશ્મીરમાંથી 'અફસ્પા' હઠાવી લે તો તેની સત્તાવાર સ્થાપના કરી દેવામાં આવશે.'
આ વીડિયો અત્યારસુધી 18 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે અને છ હજારથી વધુ લોકો ટ્વિટર પર આ વીડિયો શૅર કરી ચૂક્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'હિંદુ અને શીખ વિદ્યાર્થીઓની મજબૂરી'

ઇમેજ સ્રોત, Twitter
આ માત્ર એક નમૂનો છે. દક્ષિણપંથી ફેસબુક પેજ જેવાં કે 'Hindus of India' અને 'I Support Narendra Modi G'માં આ વીડિયોને ભ્રામક સંદેશ સાથે શૅર કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વીડિયોને શૅર કરનારા લોકોએ લખ્યું છે કે 'મુસ્લિમ યુવતીઓની સાથે હિંદુ અને શીખ યુવતીઓ પણ શાળામાં ભણે છે અને તેમને બુરખો પહેરવા મજબૂર કરવામાં આવે છે.'
'L'important' નામની એક ફ્રેંચ વેબસાઇટ છે, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી તસવીરો અને વીડિયોને જગ્યા આપે છે.
આ વેબસાઇટે લખ્યું છે કે 'ભારતની આ શાળામાં બિન-મુસ્લિમ યુવતીઓને પણ બુરખો પહેરવો અનિવાર્ય છે.'
પરંતુ અમારી તપાસમાં આ દાવો તદ્દન ખોટો હોવાનું સામે આવ્યું છે.

દાવાની તપાસ

ઇમેજ સ્રોત, L'important/Screeen Grab
આ વીડિયો સંદર્ભે જ્યારે અમે શ્રીનગરના માલાબાગ વિસ્તારની 'રૅડિયન્ટ પબ્લિક સ્કૂલ'ના આચાર્ય સાથે વાત કરી તો તેમણે સ્વીકાર્યું કે આ વાઇરલ વીડિયો તેમની શાળાનો જ છે.
આચાર્ય ડાર જી. ક્યૂ. જિલાનીએ કહ્યું કે આ વીડિયો આ અઠવાડિયે જ રેકૉર્ડ કરવામાં આવ્યો હતો અને સ્કૂલના સ્ટાફ દ્વારા જ તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો.
પરંતુ સોશિયલ મીડિયામાં તેને ખોટા સંદર્ભ સાથે ફરતો કરવામાં આવી રહ્યો છે.
જિલાનીએ બીબીસીને જણાવ્યું કે તેમની શાળામાં કોઈ હિંદુ કે શીખ વિદ્યાર્થિનીઓ અભ્યાસ નથી કરતી.
તેમણે કહ્યું કે જે વિસ્તારમાં આ શાળા છે ત્યાં બિન-મુસ્લિમ પરિવારોની સંખ્યા ઓછી છે.
જિલાનીના આ દાવાની પુષ્ટિ માટે અમે શ્રીનગરના શિક્ષણ વિભાગમાં વાત કરી. ત્યાંના પ્રવક્તાએ માહિતીના આધારે જણાવ્યું કે આર. પી. સ્કૂલમાં કોઈ બિન-મુસ્લિમ વિદ્યાર્થી નથી.
શું બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓને આર. પી. સ્કૂલમાં ભણવાની મનાઈ છે? આ સવાલ પર સ્કૂલના પ્રવક્તાએ દાવો કર્યો કે સ્કૂલ મૅનેજમૅન્ટે ક્યારેય પણ અન્ય ધર્મના વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ માટે રોક્યા નથી.


સ્કૂલમાં 'બુરખા'નો રિવાજ?

ઇમેજ સ્રોત, SM Viral Post
આર. પી. સ્કૂલના પ્રવક્તા અનુસાર તેમની શાળામાં નિયમિત અભ્યાસક્રમ સિવાય ઇસ્લામ અંગે પણ ભણાવવામાં આવે છે. યુવતીઓ શાળાના યુનિફૉર્મ ઉપર હિજાબ પહેરે છે.
પણ શું આવું કરવું ફરજિયાત છે?
જવાબમાં સ્કૂલના આચાર્ય જિલાનીએ કહ્યું કે 'અમારા નિયમો અનુસાર બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રતિબંધ નથી. પરંતુ છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા કે મોં ઢાંકવાનું કહેવામાં આવે છે.'
"છેલ્લાં 30 વર્ષથી આ નિયમ છે."
શાળાના તંત્રને આ વાતની જાણકારી છે કે તેમની શાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
અમુક લોકોએ શાળાના આ નિયમનો વિરોધ કરતા લખ્યું છે કે 'વિદ્યાર્થિનીઓ માટે ગરમીમાં આ નિયમ તકલીફદાયક બનતો હશે.'
આના જવાબમાં જિલાની કહે છે, "લોકોને લાગે છે કે આ નિયમ ગરમીમાં મુશ્કેલી સર્જતો હશે પણ અમે ગરમીમાં મેદાનમાં ઍસેમ્બ્લી યોજતા જ નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














