You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાહ ફૈઝલ કહ્યું 'અમારો પક્ષ કાશ્મીરી પંડિતોને ઇજ્જત સાથે ઘરે પરત લાવવાનું કામ કરશે'
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
નવો પક્ષ 'જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટ' બનાવ્યા બાદ 2010ની બૅન્ચના આઈએએસ અધિકારી રહેલા શાહ ફૈઝલનું કહેવું છે કે કાશ્મીર પંડિતો સાથે બળજબરી કરવામાં આવી હતી અને તેમને ન્યાય મળવો જોઈએ.
બીબીસી સાથે વાત કરતા શાહ ફૈઝલે કહે છે કે પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે જેના કારણે કાશ્મીર પંડિતોએ પોતાનું ઘર છોડીને જવું પડ્યું.
તેઓ કહે છે, "કાશ્મીરી પંડિતોની ઘર વાપસી અમારા માટે એક મોટો મુદ્દો છે અને અમે એ દિશામાં કામ કરીશું."
"તેમનું ઘરે આવવું ખૂબ જરૂરી છે. અમારો પક્ષ તેમને ઇજ્જત સાથે ઘરે પરત લાવવાનું કામ કરશે."
રવિવારે શાહ ફૈઝલે શ્રીનગરના ગિંદુન પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં ઔપચારિક રીતે પોતાના નવા પક્ષની ઘોષણા કરી હતી.
તેઓ કહે છે કે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં તેમના પક્ષની રચનાના દિવસે મળેલું સમર્થન ખૂબ જ ઉત્સાહવર્ધક છે.
ફૈઝલ કહે છે કે લેહ અને લદ્દાખથી પણ લોકો શ્રીનગર પહોંચ્યા હતા અને તેમને સમર્થન આપવાની ઘોષણા કરી હતી.
શું તેઓ એક વહીવટી અધિકારી રહીને લોકોનું કામ ના કરી શકત? આ સવાલના જવામાં ફૈઝલ કહે છે કે વર્ષોથી કાશ્મીર વહીવટી નહીં પરંતુ રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું હતું, "કાશ્મીરમાં નોકરશાહીનું કોઈ સંકટ નથી. આ રાજ્ય રાજકીય સંકટ વેઠતું આવ્યું છે."
"રાજકીય દળોના કુશાસનને કારણે આજ કાશ્મીરમાં એવી સ્થિતિ બની ગઈ છે કે જેમાં સામાન્ય લોકો ખાસ કરીને યુવાનો પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે."
લોકસેવામાં ટૉપર રહેલા શાહ ફૈઝલનું કહેવું છે કે છેલ્લાં 70 વર્ષોમાં રાજકીય દળોએ કાશ્મીરના લોકો સાથે ગુલામ જેવો વ્યવહાર કર્યો છે.
તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે કેટલાક રાજકીય પક્ષોએ વારાફરતી કાશ્મીર પર શાસન કર્યું છે.
તેઓ કહે છે કે લોકો રાજકીય પક્ષોના ગુલામ એટલે છે કારણ કે તેમની મામલાઓનો ઉકેલ નથી આવતો પરંતુ તેઓ નેતાઓ બદલી પણ શકતાં નથી. તેમના પાસે વિકલ્પ નથી.
શાહ ફૈઝલે કહ્યું, "મારી પાસે રસ્તો કે વર્તમાન કોઈ રાજકીય પક્ષમાં સામેલ થઈ જાવ અને ચૂંટણી લડીને સંસદ સુધી જતો રહું."
"જોકે, જ્યારે હું નોકરી છોડીને લોકોની વચ્ચે ગયો તો મેં વિચાર્યું કે સંસદ સુધી જવાનો રસ્તો હું ખુદ જ બનાવીશ. પોતાનો પક્ષ બનાવીને."
નવો રાજકીય પક્ષ બનાવ્યા બાદ ફૈઝલ પર રાજકીય દળોએ નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે.
નેશનલ કૉંગ્રેસના નેતા તનવીર સાદિકે ટ્વીટ કરીને કહ્યું છે કે રાજ્યના લોકોએ શાહ ફૈઝલથી સાવધ રહેવું જોઈએ.
આવા લોકો વિશે શાહ ફૈઝલ કહે છે કે હું જમ્મુ-કાશ્મીરના કોઈ રાજકીય પક્ષનો એજન્ટ નથી એટલે લોકો દિલ્હી અથવા આરએસસનો એજન્ટ કહે છે.
તેઓ કહે છે, "અલ્લાહે મોકો આપ્યો છે કે હું તેમનો એજન્ટ બનીને અહીંની સ્થિતિ સારી કરી શકું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો