સુપ્રીમ કોર્ટની સમિતિ રામ મંદિર વિવાદનું નિરાકરણ લાવી શકશે?

બાબરી મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રામદત્ત ત્રિપાઠી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

'એ વાતમાં શંકા છે કે આ કેસમાં રહેલા કેટલાક મુદ્દા ન્યાયિક પ્રક્રિયાથી હલ થઈ શકે છે.'

અલાહાબાદ હાઈકોર્ટેની ત્રણ જજની પૅનલે લગભગ 30 વર્ષ પહેલાં 7 નવેમ્બર, 1989ના રોજ પોતાના આદેશના અંતમાં ટૂંકી પણ ગર્ભિત વાત કહી હતી.

હાઈકોર્ટે આ વાત વિવાદિત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પરિસરમાં નવા મંદિરના શિલાન્યાસ પહેલાં કહી હતી.

ત્યારે દેશમાં લોકસભા ચૂંટણી થવાની હતી.

વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિરની તરફેણમાં ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું.

ફૈઝાબાદ કોર્ટે પહેલાંથી જ વિવાદીત મસ્જિદનું તાળું ખોલીને તેની અંદર રહેલી મૂર્તિઓની પૂજા-અર્ચના કરવાની છૂટ આપી દીધી હતી.

ટેલિવિઝન પર તેના પ્રસારણથી તે એક રાષ્ટ્રિય મુદ્દો બની ગયો.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે વિવાદિત ભાગ પર મંદિરનો શિલાન્યાસ ન થઈ શકે.

બીજી તરફ રાજીવ ગાંધી પર ચૂંટણી પહેલાં શિલાન્યાસ કરવાનું દબાણ હતું.

સંત દેવરહા બાબાએ તેના માટે રાજીવ ગાંધીને સંકેત પણ કરી દીધો હતો.

કેન્દ્રીય મંત્રી બૂટા સિંહ લખનઉ આવ્યા. મુખ્ય મંત્રી નારાયણ દત્ત તિવારી વિવાદિત પરિસરમાં શિલાન્યાસના મતમાં નહોતા.

પરંતુ મોડી રાત સુધી ચાલેલી વિશ્વ હિંદુ પરિષદના નેતાઓની વાતચીતમાં હાઈકોર્ટનો આદેશ માનવાની શરતે શિલાન્યાસનો રસ્તો કાઢવામાં આવ્યો.

પરંતુ શિલાન્યાસ બાદ પરિષદ, ભાજપ અને સંઘના નેતાઓએ એવું કહેવાનું શરુ કરી દીધું કે આ આસ્થાનો વિષય છે, તેનો નિર્ણય કોર્ટ કરી શકે નહીં.

line

જ્યારે સંપાદન મુદ્દે અધિનિયમ પાછો ખેંચાયો

બાબરી ધ્વંસ

ઇમેજ સ્રોત, Getty Images

વીએચપી (વિશ્વ હિંદુ પરિષદ)નું દબાણ હતું કે સરકાર વિવાદિત જમીનનું સંપાદન કરીને તેમને મંદિર બનાવવા માટે સોંપી દે.

ત્યારબાદ વિશ્વનાથ પ્રતાપ સિંહ આવ્યા તો તેમણે પણ લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાના દબાણમાં વાતચીતથી મુદ્દાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કર્યા. પરંતુ વાત આગળ વધી શકી નહીં.

તેમણે વિવાદિત જગ્યાનું સંપાદન કરવાનો અધિનિયમ જાહેર કર્યો, પરંતુ મુસ્લિમ પક્ષોના વિરોધના કારણે તે પાછો ખેંચી લેવાયો.

ડિસેમ્બર 1990 અને જાન્યુઆરી 1991માં વડા પ્રધાન ચંદ્રશેખરે ગંભીરતાપૂર્વક વાતચીત શરૂ કરાવી.

તેમણે આ વાતચીતમાં પોતાના મંત્રી સુબોધ કાંત સહાય સાથે ત્રણ મુખ્ય મંત્રીઓ મુલાયમ સિંહ યાદવ, ભૈરવસિંહ શેખાવત અને શરદ પવારને પણ સામેલ કર્યા.

બંને પક્ષો મળ્યા. એકબીજાના મુદ્દાઓનું આદાન-પ્રદાન થયું.

મુસ્લિમ પક્ષના પ્રતિનિધિ ઇતિહાસકારોએ અયોધ્યામાં સ્થળની જાત-તપાસ કરીને ફરી વાતચીત કરવાનો આગ્રહ રાખ્યો. ત્યાર બાદ 25 જાન્યુઆરી 1991ના રોજ આ મંત્રણા તૂટી ગઈ.

ચંદ્રશેખરના એક તાંત્રિક ચંદ્રાસ્વામી થોડા કૂદ્યા. પણ કોઈ ખાસ પરિણામ આવી શક્યું નહીં.

ત્યાં કૉંગ્રેસે ચંદ્રશેખર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો અને સરકાર પડી ગઈ. વાતચીતનો સિલસિલો ફરી અટકી ગયો.

line

ફરી એકવાર પ્રયાસ

અયોધ્યામાં વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઑક્ટોબર, 1992માં વડા પ્રધાન નરસિમ્હા રાવે ફરી વાતચીત શરૂ કરાવી. પરંતુ વિશ્વ હિંદુ પરિષદે 6 ડિસેમ્બર, 1992ના રોજ એક તરફી કારસેવાની જાહેરાત કરી દીધી.

તેના વિરોધમાં બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિએ વાતચીતનો બહિષ્કાર કર્યો.

વિશ્વ હિંદુ પરિષદના કારસેવકોનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ હતો એ દરમિયાન જ વિવાદિત બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી.

આ તમામ વોતા પરથી એક મુદ્દો સામે આવ્યો કે, જો એવું સાબિત થાય કે જૂનું મંદિર તોડીને બાબરી મસ્જિદ બની હતી, તો મુસ્લિમ પક્ષ પોતાનો દાવો પાછો ખેંચી લે.

જોકે, એક એવી પણ દલીલ હતી કે મસ્જિદ ખુદાની સંપત્તિ છે, તેથી કોઈ વ્યક્તિ એ આપી શકતી નથી.

હિંદુ પક્ષની દલીલ હતી કે રામજી ત્યાં જ જન્મ્યા હતા, આ આસ્થાનો વિષય છે, તેની સાથે સમાધાન ન થઈ શકે.

લાઇન
લાઇન

અયોધ્યામાં ન મંદિરો ઓછાં છે, નહીં મસ્જિદો.

બંને પક્ષોની જિદ્દ લગભગ 1500 ચોરસ મીટર જગ્યા મેળવવાની છે. એ જગ્યાએ મસ્જિદ હતી અને 22-23 ડિસેમ્બર 1949ના રોજ વહીવટી તંત્રની મદદથી ત્યાં મૂર્તિઓ મુકવામાં આવી હતી.

નરસિમ્હા રાવની સરકારે વિવાદનું નિરાકરણ લાવવા રાષ્ટ્રપતિની મદદથી સુપ્રીમ કોર્ટનો મત મેળવ્યો હતો, કે શું કોઈ જૂનું મંદિર તોડીને બાબરી મસ્જિદ બની હતી?

તે ઉપરાંત આસપાસની લગભગ 70 એકર જમીન કબજામાં લઈને હાઈકોર્ટમાં ચાલતા ચાર કેસ પૂરા કરી દીધા.

જો એક પક્ષને વિવાદિત જગ્યા મળે છે, તો સાથે જ બીજા પક્ષને પણ જગ્યા મળે અને કોઈ પણ પક્ષ પોતાની હાર ન અનુભવે તેવો આ નિર્ણય પાછળનો હેતુ હતો.

પરંતુ વર્ષ 1994માં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિના પ્રશ્નનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો અને બધા જ કેસ ફરીથી હાઈકોર્ટમાં મોકલી આપવામાં આવ્યા.

line

પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ

રામ જન્મભૂમિ

ઇમેજ સ્રોત, AFP

હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર, 2010ના રોજ પુરાતત્વ વિભાગની મદદથી વિવાદિત જમીન પર ખોદકામ શરૂ કરાવ્યું.

હાઈકોર્ટે આ વિવાદિત જગ્યાને દીર્ઘકાલીન પરંપરાના આધારે રામ જન્મ ભૂમિ ગણાવી.

પરંતુ વિવાદિત મસ્જિદની જમીનને સામાન્ય સંપત્તિના વિવાદની જેમ લઈને લાંબા કબજાના આધાર પર આ જમીન નિર્મોહી અખાડા, રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડમાં વહેંચી દીધી.

ત્રણે પક્ષને અસંતોષ થયો અને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ થઈ.

પરંતુ આ દસ વર્ષોમાં પક્ષકારોએ હાઈ કોર્ટમાં જમા કરાવેલા હિંદી, ફારસી અને સંસ્કૃતના એ દસ્તાવેજોનો અનુવાદ થઈ શક્યો નથી.

line

ભાજપનું રાજકારણ

અયોધ્યા મંદિર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિર નિર્માણના મુદ્દે જ સત્તા પર આવ્યા હતાં. પરંતુ તેમણે પોતાના તરફથી બંને પક્ષ વચ્ચે વાતચીતનો પણ પ્રયત્ન કર્યો નથી.

વડા પ્રધાન મોદીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતની કાયદો બનાવીને મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવાની માગ પણ માની નથી.

રાજકીય વિશ્લેષકોને એ પણ ડર છે કે ભાજપ આ મુદ્દાનું નિરાકરણ લાવવાને બદલે તેને જીવંત રાખવા માગે છે. જેથી દરેક ચૂંટણીમાં હિંદુઓને એકઠા કરવાનો મુદ્દો મળી રહે.

હિંદુ ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકરે વ્યક્તિગત રીતે આ મુદ્દાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરેલો.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

પરંતુ તેમના પ્રયત્નો તો એવા જ હતા કે, ત્યા મંદિર બનવું જોઈએ અને મુસ્લિમ પક્ષ પોતાનો દાવો પાછો ખેંચે. તેથી એ પ્રયાસ પણ નિરર્થર નીવડ્યો.

વડાપ્રધાને કહ્યું કે પહેલાં સુપ્રીમ કોર્ટ પહેલાં પોતાનો ચુકાદો આપે પછી સરકાર કંઈક કરશે.

એટલે કે જો ચુકાદો મંદિરના પક્ષમાં ન આવે, તો અન્ય ચુકાદાની જેમ તેને કાયદાની મદદથી ફેરવી શકાય.

ગયા દિવસોમાં સુપ્રીમ કોર્ટે બંને પક્ષોના અનુવાદની તપાસ કરવા માટે આઠ અઠવાડિયાનો સમય આપ્યો, જેથી ઔપચારિક સુનાવણી શરૂ થઈ શકે.

line

પરિણામ આવશે?

લાલકૃષ્ણ અડવાણી

ઇમેજ સ્રોત, Getty Images

સિવિલ પ્રોસિજર કોડ એટલે કે દિવાની કાર્યવાહી સંહિતાની કલમ 89માં કોર્ટને એક પ્રયાસ કરવાનો હોય છે. જે અંતર્ગત કેસનું નિવારણ કોર્ટ બહાર લાવવામાં આવે. હાઈકોર્ટે પણ આ ઔપચારિકતા નીભાવી.

તેનો એવો નિયમ છે કે થોડી પણ શક્યતા હોય, તો સંબંધિત પક્ષો સહમતિથી વિવિદનું સમાધાન લાવે.

તેથી સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી છે, જેમા શ્રી શ્રી રવિશંકર પણ છે.

બંને પક્ષો ખુલા વિચારો અને થોડી નમ્રતાથી સમાધાન ઇચ્છે તો જ સમાધાનની આ મંત્રણા સફળ થઈ શકે છે.

હિંદુ પક્ષ તો સુપ્રીમ કોર્ટના સમાધાનના પ્રસ્તાવ સાથે જ સહમત નથી અને સમિતિમાં શ્રી શ્રી રવિશંકર પણ એક પક્ષના સમર્થક છે.

આ સ્થિતીમાં આ મંત્રણાથી કોઈ સમાધાન થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. હાં, સુપ્રીમ કોર્ટને એ સંતોષ થશે કે કાયદાની અંદર રહીને પ્રયત્નો થયા.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો