પુલવામા હુમલો : નવજોત સિંહ સિદ્ધુને ટિપ્પણી બદલ કપિલ શર્મા શોમાંથી કાઢી મૂક્યા

ઇમેજ સ્રોત, Getty Images
પુલવામા હુમલા સંદર્ભે આપેલા નિવેદનને કારણે પંજાબ સરકારના પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ વિવાદમાં સપડાયા છે અને કપિલ શર્માના શોમાંથી તેમણે કાઢી મૂકવામાં આવ્યા છે.
મુંબઈથી બીબીસીનાં પ્રતિનિધિ મધુ પાલે જણાવ્યું હતું, "સમગ્ર વિવાદ બાદ નવજોત સિંહ સિદ્ધુને કપિલ શર્માનો શો છોડવા માટે કહેવામાં આવ્યું છે."
ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા અંગે ટિપ્પણી બાદ નવજોત સિંહ સિદ્ધુ સોની ટીવી અને કૉમેડિયન કપિલ શર્મા પણ લોકોના નિશાને આવી ગયા હતા અને જો સિદ્ધુને શોમાંથી ન હટાવાય તો તેમનો પણ બહિષ્કાર કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી હતી.
સમગ્ર ઘટનાક્રમ એવો છે કે નવજોત સિંહ સિદ્ધુએ પુલવામા હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો અને જવાબદાર લોકોને સજાની માગ કરી હતી.
સાથેસાથે તેમણે કહ્યું હતું, "આતંકવાદને કોઈ દેશ, ધર્મ કે જાત નથી હોતા."
વધુમાં ઉમેર્યું હતું કે 'કેટલાક લોકોના કાયરતાપૂર્ણ કૃત્યને કારણે સમગ્ર દેશ કે કોઈ એક વ્યક્તિને જવાબદાર ન ઠેરવી શકાય.'
ઉપરોક્ત ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા ઉપર સિદ્ધુનું ટ્રૉલિંગ શરૂ થઈ ગયું હતું.
Change.org ઉપર સિદ્ધુને કપિલ શર્માના શોમાંથી દૂર કરવા પિટિશન દાખલ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો કે નવજોત સિંહ સદ્ધુને કપિલ શર્માના શોમાંથી હટાવવાના સમાચાર વહેતા થયા એ સાથે સોશિયલ મીડિયા પર યૂઝર્સે સિદ્ધુને પંજાબ સરકારની કૅબિનેટમાંથી હટાવવાની પણ માગ કરી હતી.
આ પહેલી વખત નથી જ્યારે સિદ્ધુ પોતાના નિવેદનના કારણે વિવાદોમાં ઘેરાયા હોય, ભૂતકાળમાં પણ તેમના નિવેદન અંગે વિવાદ વકર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












