પુલવામા હુમલાની મજાક કરનાર AMUના વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયો, પોલીસ કાર્યવાહી શરૂ

વાઇરલ ટ્વીટ

ઇમેજ સ્રોત, SM VIRAL TWEET GRAB

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યુઝ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ)ના વિદ્યાર્થી, જેણે પુલવામા હુમલાના જવાબમાં ટ્વીટ કર્યું હતું "હાઉ ઈઝ દી જૈશ, ગ્રેટ સર" એ વિદ્યાર્થીને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

પોલીસે તેની વિરુદ્ધ મળેલી ફરિયાદના આધાર પર તપાસ શરૂ કરી છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ 14 ફેબ્રુઆરીની સાંજે જમ્મુ કાશમીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ઉગ્રવાદી હુમલા બાદ એક વિવાદિત ટ્વીટ કર્યુ હતું.

સોશિયલ મીડિયા પર તેના ટ્વીટને લાખો વાર શૅર કરવામાં આવ્યું છે અને ઘણા બધાએ એને "અસંવેદનશીલ" અને જૈશ-એ-મોહમ્મદ જૂથ તરફ સહાનુભૂતિ યુક્ત ગણાવ્યું છે.

આ ટ્વીટ ભારત શાસિત કાશ્મીરમાં આવેલા પુલવામા જિલ્લામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોનાં મૃત્યુ બાદ કરવામાં આવ્યું હતું.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

અહેવાલ પ્રમાણએ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.

આ હુમલામાં અત્યાર સુધી 45થી વધુ જવાનોનાં મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.

line

વાઇરલ ડાયલૉગ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ ટ્વીટ પૉપ્યુલર હિન્દી ફિલ્મ 'ઉરી'ના એક પ્રસિદ્ધ સંવાદના સંદર્ભમાં છે - જે પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે કરવામાં આવેલી ભારતની સર્જીકલ સ્ટ્રાઇકને આધારે બની છે.

ફિલ્મમાં અભિનેતા વીકી કૌશલે ભારતીય આર્મી ઑફિસરની ભૂમિકા ભજવી છે, તે વારંવાર તેની સેના ટુકડીને સવાલ પૂછે છે: "હાઉ ઈઝ ધ જોશ?"

સંવાદના જવાબમાં છાતી ઠોકીને તેમની ટીમના સદસ્યો કહે છે: "હાઈ સર".

line

મોદી થી લઈને સંરક્ષણ મંત્રીએ પૂછ્યું 'હાઉ ઇઝ દ જોશ'

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ ડાયલૉગ ખૂબ વાઇરલ થયો અને સોશિયલ મીડિયામાં આવેલા વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા રાજકારણીઓએ તેમની પબ્લિક રેલીઓ દરમિયાન આ ડાયલૉગનો ઉપયોગ કર્યો હતો.

line

વાઇરલ ટ્વીટ

ટ્વીટ

ઇમેજ સ્રોત, SM VIRAL FB POST

એએમયૂના છાત્રે ફિલ્મના આ સંવાદના આધારે જ આ વિવાદિત ટ્વીટ કર્યું હતું જેને લઈને સોશિયલ મીડિયામાં લોકોનો ગુસ્સા બહાર આવ્યો હતો.

જે વ્યક્તિએ આ ટ્વીટ કર્યું હતું તેણે પોતાની ઓળખ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે આપી હતી.

હવે એ ઍકાઉન્ટ ડી-ઍક્ટીવેટેડ છે-પરંતુ એ સ્પષ્ટ નથી કે વ્યક્તિએ પોતે એ ઍકાઉન્ટ ડી-ઍક્ટીવેટ કર્યું કે ટ્વીટરે તેની વિરુદ્ધ પગલું ભર્યું છે.

જોકે આ એકલું ટ્વીટ નથી જે સોશિયલ મીડિયા પર 'દેશદ્રોહી' કહીને શૅર કરવામાં આવે છે.

ન્યૂઝ ચૅનલ એનડીટીવીના એક સંવાદદાતાની ફેસબુક પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

આ પોસ્ટમાં તેમણે #HowstheJaish સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

એનડીટીવીએ પોતાના સંવાદદાતાની ફેસબુક પોસ્ટની આકરી ટીકા કરી છે અને તેમને બે અઠવાડિયાં માટે સસ્પેંડ કર્યા છે.

એક ટ્વીટમાં એનડીટીવીએ કહ્યું છે કે સંસ્થાની તપાસ કમિટી કહેશે કે આ બાબતે શું પગલાં લેવાશે.

સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ આ વિવાદિત ટ્વીટ્સને 'સંવેદનહીનતા'ને એક ખાસ ધાર્મિક વર્ગ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

line

તપાસ શરૂ

એએમયૂ

ઇમેજ સ્રોત, Getty Images

અલીગઢ પોલીસે કહ્યું છે કે તેમણે એ ટ્વીટ વિરુદ્ધ મળેલી સંખ્યાબંધ ફરિયાદોને પગલે કેસની નોંધણી કરી છે.

અલીગઢના પોલીસ અધિક્ષક નીરજ જાદૌને બીબીસીને જણાવ્યું હતું, "અમને આ ટ્વીટ સંબંધિત ઘણી ફરિયાદો મળી છે. અમે કેસ નોંધ્યો છે અને હવે તપાસ ચાલી રહી છે.

ઍકાઉન્ટ હોલ્ડરે ઍકાઉન્ટ ડી-ઍક્ટીવેટ કરી દીધું છે. અમે એ વ્યક્તિની શોધમાં છીએ જે આ ઍકાઉન્ટ ધરાવે છે અને તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે કે નહીં. એક વાર તેની ઓળખની ખાતરી થઈ જશે પછી, અમે આગળનાં પગલાં લઈશું."

યૂનિવર્સિટીના પ્રવક્તા ડૉ. શાફે કિદવઈએ બીબીસીને જણાવ્યું હતું, "એ યુવક એએમયુનો વિદ્યાર્થી છે."

તેમણે જણાવ્યું, "તે અમારી યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. અમે આવા વર્તન માટે શૂન્ય સહિષ્ણુતા ધરાવીએ છીએ. એ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને અમે તે વિષયમાં તપાસ શરૂ કરી દીધી છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો