You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનિલ અંબાણીના મિડલ મૅન તરીકે નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે : રાહુલ ગાંધી
રફાલ મામલાને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનિલ અંબાણીના મિડલ મૅન હોવાના આરોપો કર્યા છે.
તેમણે એક ઈ-મેઇલનો હવાલો આપતાં કહ્યું કે રફાલ ડીલ થયા પહેલાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી ફ્રાંસ ગયા હતા અને કંપનીના અધિકારીઓ સાથે ડીલની વાત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ફ્રાંસમાં થયેલી મિટીંગમાં અનિલ અંબાણીએ ડસો કંપનીને સાફ કહ્યું હતું કે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે જેમાં આપણું નામ હશે.
રાહુલે આ મામલે સવાલ ઉઠાવ્યો કે તત્કાલિન સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરને આ વાતની જાણ ન હતી પરંતુ અનિલ અંબાણીને આ વાતની જાણ હતી.
રાહુલે કહ્યું, "અનિલ અંબાણીના મિડલ મૅન તરીકે નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે. તેમના પર સિક્રેટ એક્ટના ભંગ બદલ કાર્યવાહી થવી જોઈએ."
કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ઈ-મેઇલનો હવાલો આપતાં કહ્યું કે આ ડસોના એક અધિકારીએ લખ્યો છે.
રિલાયન્સ ડિફેન્સે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે લિક થયેલો ઈ-મેલ એ ઍરબસ સંદર્ભે હતો અને તેને રાફેલ સોદા સાથે કોઈ લેવાદેવા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનિલ અંબાણીએ ફ્રાંસના સંરક્ષણમંત્રી સાથે મુલાકાત કરી હતી.
તેમણે કહ્યું કે હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને સમજાવવું જોઈએ કે આવું કેમ થયું?
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં શું કહ્યું?
રાહુલ ગાંધીએ કહ્યું કે ફ્રાંસમાં અનિલ અંબાણીએ ત્યાંના સંરક્ષણમંત્રીને સાફ કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસ આવશે તો એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. જેમાં તેમનું નામ હશે.
રાહુલે કહ્યું કે તત્ત્કાલિન સંરક્ષણમંત્રીને આ વાતની જાણ ન હતી. મનોહર પર્રિકર કહે છે કે તેમને આ વાત અંગે ખબર ન હતી. વિદેશ સચિવને પણ આ વાતની કોઈ જાણ ન હતી. તેમનું કહેવું હતું કે કંપની, મંત્રાલ. અને સરકારી કંપની એચએએલ વચ્ચે વાત ચાલી રહી છે.
કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું, એચએલને પણ જાણકારી ન હતી, પરંતુ અનિલ અંબાણીને સોદો થયાના દસ દિવસ પહેલાથી જ જાણ હતી.
રાહુલે કહ્યું કે તેનો મતલબ એ થયો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિડલ મૅન તરીકે કામ કરી રહ્યા છે.
હવે વડા પ્રધાને જણાવવું જોઈએ કે અનિલ અંબાણીને આ સોદા મામલે દસ દિવસ પહેલાં કેવી રીતે જાણ થઈ? તેમને આ વાત કોણે કહી, જ્યારે સંરક્ષણ મંત્રાલયને પણ આ વાતની જાણ ન હતી.
આમાંથી એક નવી વસ્તુ સામે આવે છે કે આ વાત સંરક્ષણ મંત્રાલયને જાણ ન હતી પરતું નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી આ વાત જાણતા હતા.
રાહુલે કહ્યું કે જેથી વડા પ્રધાને સિક્રેટ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે અને તેમના પર ક્રિમિનલ કાર્યવાહી શરૂ થવી જોઈએ.
જોકે, રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ બાદ તુરંત જ ભાજપે પણ આ મામલે વળતો જવાબ આપ્યો હતો.
કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સ્પર્ધામાં રહેલી ઍરક્રાફ્ટ કંપની માટે લોબિંગ કરી રહ્યા છે. તેમને ઍરબસના આ ઈ-મેઇલની કોપી ક્યાંથી મળી? યુપીએ સરકારના સમયમાં ઍરબસ સાથે થયેલા સોદા પણ શંકાના ઘેરામાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો