You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'સોનિયા ગાંધીને હિંદુઓથી નફરત છે'-શું પૂર્વ રાષ્ટ્રપતિએ આવું લખ્યું હતું?
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ ટીમ
સોશિયલ મીડિયામાં જમણેરી ઝુકાવ ધરાવતાં ગ્રૂપ્સમાં એક નકલી અને ભડકાઉ આર્ટિકલ ઝડપથી શૅર થઈ રહ્યો છે.
આ લેખનું મથાળું છે - 'હિંદુઓને નફરત કરે છે સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યો ખુલાસો.'
આ ભડકાઉ સામગ્રી વૉટ્સઍપ પર પણ ઘણાં ભાજપ સમર્થક ગ્રૂપ્સમાં છેલ્લા ઘણા દિવસોથી શૅર કરવામાં આવી રહી છે. ફેસબુક અને ટ્વિટર પર પણ તેના હજારો શૅર છે.
કેટલાક લોકોએ 'પોસ્ટ-કાર્ડ ન્યૂઝ,' 'હિંદુ એગ્ઝિસ્ટેંસ' અને 'પર્ફૉર્મ ઇન ઇન્ડિયા' નામની કેટલીક વેબસાઇટ્સની લિંક પણ શૅર કરી છે, જેમણે આ ફેક ન્યૂઝને પોતાની વેબસાઇટમાં જગ્યા આપી છે.
વર્ષ 2018માં આ વેબસાઇટ્સ પર છપાયેલો આ આર્ટિકલ દાવો કરે છે કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તકમાં કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને હિંદુ વિરોધી કહ્યાં છે.
રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળ્યું છે કે વર્ષ 2018માં ફેબ્રુઆરી-માર્ચમાં આ લિંક્સને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી હતી.
જોકે, 7થી વધારે પુસ્તકો લખી ચૂકેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની 2017માં પ્રકાશિત થયેલી 'ધ કોઅલિશન યર્સ : 1996-2012' નામના પુસ્તકમાં શું તેમણે ખરેખર સોનિયા ગાંધી માટે આવી વાત લખી છે?
આ અંગે જાણવા માટે અમે કૉંગ્રેસનાં નેતા અને પ્રણવ મુખર્જીનાં પુત્રી શર્મિષ્ઠા મુખર્જી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઑફિસ સાથે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
પ્રણવ મુખર્જીની ઑફિસ અનુસાર તેમના આ પુસ્તકમાં આવો કોઈ જ ઉલ્લેખ નથી કે જ્યાં તેમણે સોનિયા ગાંધીને હિંદુ વિરોધી કહ્યાં હોય અથવા પ્રણવ દાએ લખ્યું હોય કે સોનિયા ગાંધી હિંદુઓને નફરત કરે છે.
બીબીસી સાથે વાત કરતાં શર્મિષ્ઠા મુખર્જી કહે છે, "આ સંપૂર્ણ જૂઠ્ઠું છે. આવા સમાચારો ખોટા પ્રચારથી વધારે કંઈ નથી."
વર્ષ 2018માં 7 જૂનના રોજ જ્યારે નાગપુર સ્થિત આરએસએસ મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રણવ મુખર્જી મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા.
તેમણે ત્યાં ભાષણ આપ્યું હતું, ત્યારે તેમનાં પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરીને પિતાને ચેતવ્યા હતા.
શર્મિષ્ઠા મુખર્જીએ 6 જૂનના રોજ ટ્વિટર પર લખ્યું હતું, "લોકો તમારું ભાષણ ભૂલી જશે. તસવીરો અને વીડિયો રહી જશે અને તેને નકલી નિવેદનો સાથે શૅર કરવામાં આવશે."
"નાગપુર જઈને તમે ભાજપ અને આરએસએસને તમારી વિરુદ્ધ નકલી ખબરો પ્લાન કરવાનો મોકો આપી રહ્યા છો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો