You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું ઝાંસીના મહેલથી રાણીને મળી નીકળ્યો ત્યારે રાત્રીના બે વાગી ચૂક્યા હતા'
આ લેખ જૉન લેંગના પુસ્તક 'વૉન્ડરિન્ગ ઇન ઇન્ડિયા ઍન્ડ અધર સ્કૅચિસ ઑફ લાઇફ ઇન હિંદુસ્તાન'ના એક પ્રકરણ 'રાની ઑફ ઝાંસી'નો અનુવાદ છે.
જૉન લેંગ ઑસ્ટ્રેલિયાના વકીલ અને નવલકથાકાર હતા. આ અધ્યાય જૉન લેંગની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે થયેલી મુલાકાત પર આધારિત છે.
ઝાંસીના અધિગ્રહણ વિરુદ્ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની સમક્ષ અરજી દાખલ કરવા માટે રાણી લક્ષ્મીબાઈએ વર્ષ 1854માં ઑસ્ટ્રેલિયાના વકીલ જૉન લેંગને નિયુક્ત કર્યા હતા. તેમનું આ પુસ્તક 1861માં પ્રકાશિત થયું હતું. હવે વાંચો 'વૉન્ડરિન્ગ ઇન ઇન્ડિયા ઍન્ડ અધર સ્કૅચિસ ઑફ લાઇફ ઇન હિંદુસ્તાન' પુસ્તકનું આ પ્રકરણ
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ઝાંસીને કંપની રાજમાં વિલય કરવાના આદેશ અપાયા બાદના એક મહિના બાદ મને ઝાંસીની રાણી તરફથી એક પત્ર મળ્યો હતો.
ફારસી ભાષામાં લખેલો આ પત્ર સ્વર્ણ પત્ર પર લખાયેલો હતો. તેમાં ઝાંસી પ્રવાસ માટે મને આગ્રહ કરવામાં આવ્યો હતો.
આ પત્ર ઝાંસીના બે અધિકારી લઈને આવ્યા હતા. એક નાણાં મંત્રી અને બીજા તેમના મુખ્ય વકીલ હતા.
ઝાંસીનું રાજસ્વ એ સમયે વાર્ષિક 6 લાખ રૂપિયા હતું. સરકારી ખર્ચ અને રાજાની સેના પર થતા ખર્ચ બાદ પણ 2.5 લાખ રૂપિયા બચતા હતા.
સૈનિકોની સંખ્યા વધુ નહોતી એકાદ હજાર જેટલા સૈનિકો હતા. તેમાં મોટાભાગના સસ્તા ઘોડેસવાર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે અંગ્રેજોએ ઝાંસીને પોતાના શાસનમાં ભેળવવાની સમજૂતી કરી હતી ત્યારે કરાર અનુસાર રાણીને 60 હજાર રૂપિયા વાર્ષિક પેન્શન મળવાનું હતું. તેની દર મહિને ચૂકવણી થવાની હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
કાનૂની રીતે વારસને દત્તક લેવામાં આવ્યો હતો પણ...
રાણીએ મને ઝાંસી બોલાવ્યો તેનું કારણ ઝાંસીને અગ્રેજોના શાસનમાં વિલય થવાથી બચાવવાનું અથવા એક રીતે કહીએ આદેશને પરત લેવાય તેની શક્યતા શોધવાનું હતું.
જોકે, હું ગર્વનર જનરલનો એજન્ટ રહી ચૂક્યો હતો અને મને પણ ભારતના અન્ય અધિકારીઓની જેમ જ લાગતું હતું કે ઝાંસીનું કંપની શાસનમાં વિલીનીકરણ અયોગ્ય છે.
વળી અન્યાય છે. આ મામલે જોડાયેલા તથ્યો આ મુજબ છે. દિવંગત થયેલા રાજાને તેમની એકમાત્ર પત્ની સાથે કોઈ વિવાદ નહોતો.
રાજાએ પોતાના મૃત્યુના કેટલાક સપ્તાહ પૂર્વે સંપૂર્ણ સભાનવસ્થામાં સાર્વજનિક રીતે પોતાના વારસને દત્તક લીધો હતો.
આ અંગે તેમણે બ્રિટિશ સરકારને જાણ પણ કરી હતી.
આ પ્રકારના મામલાઓમાં છેતરપિંડી રોકવા માટે સરકારે જે પ્રકારની જોગવાઈ અપનાવી હતી તેનું સંપૂર્ણ પાલન કરાયું હતું.
રાજાએ સંખ્યાબંધ ગવર્નર જનરલના પ્રતિનિધિઓની હાજરીમાં બાળકોને દત્તક લીધા હતા.
આ મુદ્દે તેમણે સંપૂર્ણ રીતે સત્યાપિત દસ્તાવેજોના આધારે બાળકને દત્તક લેવાની જાહેરાત કરી હતી.
રાજા બ્રાહ્મણ હતા અને તેમણે નજીકના સંબંધીના બાળકને દત્તક લીધો હતો. તેઓ બ્રિટિશ સરકારના વિશ્વાસપાત્ર રાજાઓમાંના એક હતા.
લૉર્ડ વિલિયમ બૅંટિકે રાજાના નિધન બાદ તેમના ભાઈને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમનું સંબોધન રાજા તરીકે કરાયું હતું અને તેમને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે તેમના વારસ અને દત્તક લેવામાં આવેલા વારસ માટે તેમના રાજ અને તેમની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી હતી.
કથિતરૂપે કહેવામાં આવે છે કે લૉર્ડ વિલિયમ બૅંટિકે બાદમાં આ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું અને આ વાત પર પર શંકા કરવાનું કોઈ કારણ પણ નથી.
પેશવા સમયકાળમાં ઝાંસીના દિવંગત રાજા માત્ર એક મોટા જમીનદાર હતા અને તેઓ માત્ર જમીનદાર જ રહ્યા હોત તો એમની વારસાઈનો મુદ્દો ક્યારેય ઊંચકાયો ન હોત. અને તેમની અંતિમ ઇચ્છાની વાત પણ ન થઈ હોત.
પરંતુ તેમનો રાજા તરીકે સ્વીકાર થવાને લીધે તેમની સંપત્તિનું કંપનીના શાસનમાં વિલીનીકરણની નોબત આવી.
જેમાં તેમને વાર્ષિક રીતે 60 હજાર રૂપિયાનું પેન્શન આપવાની સમજૂતી થઈ હતી. વાચકોને ભલે આ વાત વિચિત્ર લાગે પણ આ જ સત્ય છે.
જ્યારે મને રાણીનો પત્ર મળ્યો ત્યારે હું આગ્રામાં હતો. આગ્રાથી ઝાંસી પહોંચતા બે દિવસનો સમય લાગતો હતો. જ્યારે હું ઝાસીથી નીકળ્યો ત્યારે મારી ભાવનાઓ આ મહિલા પ્રત્યે હતી.
રાજાએ જે બાળકને દત્તક લીધું હતું તે માત્ર છ વર્ષનું હતું.
એ વયસ્ક થાય ત્યાં સુધી વસિયત મુજબ રાણીએ બાળકના વાલીની જવાબદારી ઉપરાંત રાજગાદી પણ સંભાળવાની હતી.
આવામાં ખુદ સૈનિક રહી ચૂકેલી કોઈ મહિલા પોતાની વર્તમાન સ્થિતિ છોડીને વાર્ષિક 60 હજાર રૂપિયાની પેન્શનધારક બની જાય એ વાત સામાન્ય નહોતી.
આગ્રાથી ઝાંસી સુધીની યાત્રા
હું ઝાંસીના રાણીના નિવાસસ્થાન સુધીની મારી યાત્રા વિશે વિસ્તારપૂર્વક જણાવું છું.
સાંજના સમયે હું મારી બગીમાં બેઠો હતો અને સવારે દિવસના અજવાળામાં ગ્વાલિયર પહોંચ્યો હતો.
કૅંટથી દોઢ માઇલ દૂર ઝાંસીના રાજાનું નાનું ઘર હતું. મારે અહીં જ રોકાણ કરવાનું હતું.
એક મંત્રી અને વકીલ મને ત્યાં લઈ ગયા હતા. તેઓ મારી સાથે જ હતા. સવારે દસ વાગ્યે નાસ્તો કર્યા બાદ મેં મારા હુક્કાથી તંબાકુનું સેવન કર્યું. હવે અમારે રવાના થવાનું હતું.
દિવસનું તાપમાન ઘણું ગરમ હતું પણ રાણીએ મને લઈ જવા માટે ખૂબ જ આરામદાયક બગીની વ્યવસ્થા કરી હતી.
તે એક નાના રૂમ જેવી હતી અને તેમાં તમામ પ્રકારની સુવિધા હતી. એક પંખો પણ હતો. તેને ચલાવવા નોકર હતો.
પાલખીમાંમાં મંત્રી અને વકીલ પણ હતા. એક રસોઈ સેવક પણ હતા જેઓ ઘૂંટણમાં પોતાની અંગીઠી રાખીને ક્યારેક પાણી ગરમ કરતા તો ક્યારેય શરાબ તો ક્યારે બિયર.
જેથી તરસ લાગતા હું કંઈ પણ માંગુ તો તરત તે મને પીરસી શકાય.
બગીને તાકતવર બે ઘોડા ખેંચી રહ્યા હતા. બન્ને ઘોડા જમીનથી 17 હાથની ઊંચાઈ જેટલા લાંબા હતા. રાજાએ તેને ફ્રાંસથી 15 હજાર રૂપિયામાં મંગાવ્યા હતા.
કેટલીક જગ્યાએ રસ્તા ખરાબ હતા પણ અમે સરેરાશ પ્રતિ કલાક નવ માઇલનું અંતર કાપી રહ્યા હતા.
બપોરે બે વાગ્યે અમે ઝાંસી પહોંચી ગયા હતા અને વધુ નવ માઇલનું અંતર કાપવાનું હતું.
પહેલા અમારી સાથે ચાર ઘોડેસવાર સૈનિકો હતા પરંતુ ઝાંસીની સરહદમાં પ્રવેશ્યા ત્યારે અમારી આસપાસ પાંચ સૈનિકો હતા.
દરેક પાસે ભાલો હતો અને તમામે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકોની જેમ તેમણે પણ એક જ પ્રકારના વસ્ત્રો પહેર્યાં હતા.
રસ્તામાં 100 મીટરના અંતરેથી ઘોડેસવાર સૈનિકો જોડાઈ રહ્યા હતા અને જેમ જેમ આગળ વધીએ તેમ તેમ સૈનિકોની સંખ્યા વધી રહી હતી.
ઝાંસીના કિલ્લા સુધી પહોંચ્યા ત્યાં સુધી તો તમામ સેના અમારી સાથે હતી.
અમારી બગીને રાજાના બગીચામાં લઈ જવાઈ, ત્યાંથી હું , મંત્રી અને વકીલ તથા અન્ય નોકર એક મોટા તંબુમાં ગયા. તે આંબાના વિશાળ વૃક્ષ નીચે બનાવાયો હતો.
સાડા પાંચ વાગ્યાથી છ વાગ્યા વચ્ચે મુલાકાત
આ તંબુમાં ઝાંસીના દિવંગત રાજા બ્રિટશ રાજના અધિકારીઓને સૈન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરતા હતા.
તે શાનદાર રીતે બનાવાયો હતો તેમાં ઘણા નોકરો મારા આદેશનું પાલન કરવા ઉપસ્થિત હતા.
મારા ઝાંસીની મુસાફરી દરમિયાન મારા સાથી રહેલા મંત્રી અને વકીલ વિશે હું એક વાત જરૂર કહેવા માંગીશ કે તેઓ બન્ને ખૂબ જ સારી વ્યક્તિ હતા.
તેઓ સમજદાર અને અદબની સાથે સાથે નવી બાબત શીખવા માટે તત્પર પણ હતા.
આમ મારી મુસાફરી સારી રહી. મુલાકાત સમયે રાણીએ પોતાના કેટલાક બ્રાહ્મણો (પંડિતો)માંથી એક સાથે સલાહ-સૂચન કર્યું હશે આથી તેઓ એ સમયે રાણી સાથે ત્યાં હાજર હતા.
આ લોકોએ સલાહ આપી હોઈ શકે કે મુલાકાત માટે સૂર્યાસ્ત બાદ અને ચંદ્રમાના ઉદય વચ્ચેનો સમય અનુકૂળ છે.
આથી સાંજે સાડા પાંચ વાગ્યાથી છ વાગ્યાનો સમય મુલાકાત માટે નક્કી કરાયો હતો.
'શું તમે રાણી સાથેની મુલાકાત વખતે તમારા પગરખાં ઉતારી લેશો'
મને આ વાતની જાણકારી આપી દેવાઈ હતી અને હું સંતુષ્ટ પણ હતો. ત્યાર બાદ મેં રાત્રી ભોજનનો ઑર્ડર પણ આપી દીધો.
ત્યારે મંત્રીએ ખેદ વ્યક્ત કરી એક સંવેદનશીલ મુદ્દે મારી સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આથી તેમણે મારા અંગત સેવક સહિતના નોકરોને બહાર દૂર જઈને ઊભા રહેવા કહ્યું.
હું કરી પણ શું શકતો હતો કેમ કે હું ઝાંસીના સૈનિકોની વચ્ચે હતો. નાણાં મંત્રીએ મને કહ્યું કે શું રાણીના કક્ષમાં પ્રવેશતા પૂર્વે હું મારા પગરખાં દરવાજા પર જ ઉતારી શકું છું? મેં પૂછ્યું કે શું ગવર્નર જનરલના દૂતોએ આવું કર્યું છે.
મંત્રીએ જવાબ આપ્યો કે દૂતોએ ક્યારેય રાણી સાથે મુલાકાત જ નથી કરી. વળી દિવંગત રાજાએ યૂરોપિયન મહેમાનોને ક્યારેય તેમના અંગત નિવાસસ્થાનમાં નથી બોલાવ્યા.
તેઓ આ તંબુમાં જ તેમની સાથે મુલાકાત કરતા હતા.
શું જવાબ આપવો તે મામલે હું દુવિધા અનુભવી રહ્યો હતો. આ પૂર્વે હું દિલ્હીના રાજાને મળવાનો ઇન્કાર કરી ચૂક્યો હતો.
કેમ કે, તેઓ એ વાત પર ભાર મૂકી રહ્યા હતા કે તેમની હાજરીમાં યૂરોપિયન લોકોએ તેમના પગરખાં ઉતારી લેવા જોઈએ.
આ વિચાર મને યોગ્ય નહોતો લાગતો આથી મેં મંત્રીને મારી વાત જણાવી.
પછી મેં તેમને પૂછ્યું કે શું તેઓ ક્યારેય બ્રિટિશ મહારાણીના મહેલમાં યોજાતા દરબારમાં સામેલ થયા છે?
મેં તેમને જણાવ્યું કે દરબારમાં કોઈ પણ વ્યક્તિ માથા પર કંઈ જ પહેરી ન શકે અને માથું ઢાંકેલું ન રાખી શકાય તથા આ વાતનું પાલન દરેકે કરવાનું હોય છે.
ત્યારે મંત્રીએ કહ્યું તમે તમારી હૅટ પહેરી શકો છો. રાણીને આ વાત ખરાબ નહીં લાગશે. તેમણે કહ્યું કે રાણી માટે આ વધુ સન્માનની વાત રહેશે.
જોકે, આ એ વાત હતી જે હું નહોતો ઇચ્છતો.
હું ઇચ્છતો હતો કે તેઓ મારી હૅટ પહેરવાની બાબતને પગરખાં ઉતારવાની બાબતની સમજૂતી ગણી લે. પરંતુ આ સમજૂતીથી મને એક અલગ પ્રકારની ખુશી મળી રહી હતી.
આથી મેં સંમતિ દર્શાવી અને તેઓ જે પણ વિચારે મેં તે વાત તેમના પર છોડી દીધી.
જોકે આ સમજૂતી મેં રાણીના પદ કે તેમની ગરીમા માટે નહોતું કર્યું. તેઓ મહિલા હોવાથી મેં આવું કર્યું હતું.
જોકે એક મોટી મુશ્કેલીનું નિવારણ આવી ગયું હતું અને હું મુલાકાતની પ્રતિક્ષા કરી રહ્યો હતો. મેં કાળી હૅટ પહેરવાનું નક્કી કર્યું જેને સફેદ સાફાથી ઢંકાયેલી હતી.
સમય થતા એક સફેદ હાથી લાવવામાં આવ્યો જેની પીઠ પર લાલ મખમલી કપડું અને ચાંદીનું હુડ લગાવવામાં આવ્યું હતું.
મેં લાલ મખમલી સ્ટેપ્સની મદદથી તેની પર ચઢ્યો. હાથીને ચલાવતો મહાવત ઘણો તૈયાર થઈને આવ્યો હતો.
રાજ્યના મંત્રી સફેદ અરબી ઘોડાઓ પર બેઠા હતા અને ઝાંસીની સેના પાછળ હતી. અડધા માઇલના અંતરે રાજમહેલ હતો.
મહેલના દ્વાર પર પહોંચતા જ જમીન પર ચાલતા સૈનિકોએ દ્વાર ખટખટાવ્યો બાદમાં તે થોડોક ખૂલ્યો અને પછી બંધ થઈ ગયો.
પગરખાં ઉતારવાની દુવિધામાં મોડું થયું
રાણી સુધી સંદેશ પહોંચી ગયો. 10 મિનિટ બાદ દરવાજો ખોલવાનો આદેશ આવ્યો. હું હાથી સહિત અંદર પ્રવેશ્યો.
ગરમી ઘણી હતી અને આસપાસના સૈનિકોના કારણે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.
મને થઈ રહેલી મુશ્કેલના કારણે મંત્રીએ સૈનિકોને પાછળ હટવા માટે આદેશ આપ્યા. ત્યાર બાદ મને પથ્થરના બનેલા પાતળા દાદર ચઢવા માટે કહેવાયું.
ત્યાં રાણીનો એક સંબંધી મળ્યા. તેમણે મને પહેલા કક્ષ બતાવ્યા.
ત્યા છ-સાત કક્ષ હતા. પણ તે સંપૂર્ણ રીતે તૈયાર નહોતા. તમામના ફર્શ પર કારપેટ હતા. પરંતુ પંખા અને ફાનસ કામ નહોતા કરતા.
દિવાલો પર દેવી-દેવતાઓની વિશાળ તસવીરો હતી અને અરીસા પણ હતા.
હું એક કક્ષના દરવાજે પહોંચ્યો. મારી સાથેની વ્યક્તિએ દરવાજો ખખડાવ્યો ત્યારે સામેથી મહિલાનો અવાજ આવ્યો કે કોણ છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે સાહેબ છે.
થોડી વાર પછી દરવાજો ખૂલ્યો અને એ વ્યક્તિએ મને અંદર જવા કહ્યું. હું પગરખાં ઉતારવાની દુવિધામાં હતો આથી થોડું મોડું થયું.
પણ બાદમાં પગરખાં ઉતારીને અંદર પ્રવેશ્યો. એ વ્યક્તિ એ મને કહ્યું હતું કે અહીંથી આગળ હવે મારે જાતે જ જવાનું છે. તે સાથે નહીં હોય.
ભારે શરીર અને કર્કશ અવાજ
રૂમમાં કારપેટ હતું એક યૂરોપિયન ખુરશી હતી. તેની પાસે સુંગધીદાર ફૂલો હતા. ઝાંસી તેના સુંદર અને સુગંધીદાર પુષ્પો માટે જાણીતું છે. કક્ષમાં પરદા પણ હતા જેની પાછળ કેટલાક લોકો વાતચીત કરી રહ્યા હતા.
હું સહજભાવથી ખુરશીમાં બેસી ગયો અને હૅટ ઉતારી દીધી પણ મને મારો સંકલ્પ યાદ આવી ગયો. આથી ફરીથી પહેરી લીઘી. પણ સંકલ્પ મૂર્ખામીભર્યો હતો કેમ કે હૅટના કારણે પંખાની હવા મારા સુધી પહોંચી નહોતી રહી.
મને મહિલાઓનો અવાજ સંભળાયો અને તેઓ કોઇક બાળકને મારી પાસે આવવા કહેતી હતી.
પણ બાળક ઇન્કાર કરી રહ્યું હતું આખરે તે મારી પાસે આવ્યું પણ સંકોચ કરી રહ્યું હતું.
મેં તેની સાથે પ્રેમથી વાત કરી ત્યારે પણ તે સંકોચમાં હતું.
તેના વસ્ત્રો અને આભૂષણો પરથી મને લાગ્યું કે તે રાજાનો દત્તક લીધેલો વારસ છે.
આ એ જ બાળક હતો જેને બ્રિટિશ સરકાર ઝાંસી રાજનો વારસ માનવાનો ઇન્કાર કરી ચૂકી હતી.
બાળક સુંદર હતું. હું તેના ખભા જોઈ રહ્યો હતો તે અન્ય મરાઠા બાળકો જેવા જ હતા.
તેવામાં પરદા પાછળથી એક તેજ પણ બેસૂરો અવાજ સંભળાયો કે આ બાળક ઝાંસીનો વારસ છે પણ બ્રિટિશ સરકારે તેના અધિકારોને છીનવી લીધા છે.
મને લાગ્યું કે આ અવાજ કોઈ વૃદ્ધ મહિલા અથવા ગુલામની છે. પણ બાળકે અવાજ સાંભળીને કહ્યું કે મહારાણી ત્યારે મને સમજાઈ ગયું કે મેં સમજવામાં ભૂલ કરી છે.
રાણીએ મને પરદાની વધુ નજીક આવવા માટે આમંત્રણ આપ્યું જેથી તેઓ તેમની ફરિયાદ જણાવી શકે.
દરમિયાન તેઓ બોલતા બોલતા અટકે એટલે તો તેમની સાથે ઉપસ્થિત અન્ય મહિલાઓ એકસૂરમાં દુખ વ્યક્ત કરતી અને શ્રાપ આપી રહી હતી.
મને આ બાબત દુખના સમયે યૂનાની પરંપરાની યાદ અપાવતું હતું. જોકે મને હસવું પણ આવતું હતું.
મેં વકીલ દ્વારા જાણવા મળ્યું હતું કે રાણી છ-સાત ફૂટ લાંબા છે અને તેમની વય 20 વર્ષની છે.
હું તેમની એક ઝલક જોવા માટે ઉત્સુક હતો. ભલે તે દુર્ઘટના હોય કે રાણીની યોજનાનો ભાગ હોય.
મને તેમની એક ઝલક જોવા મળી ગઈ કેમ કે બાળકે પરદો એક તરફથી હટાવી લીધો હતો. ત્યારે હું રાણીને વ્યવસ્થિત રીતે જોઈ શક્યો.
એ વાત સાચી છે કે મને તેઓ માત્ર થોડીક ઘડીઓ માટે જોવા મળ્યા, પરંતુ મેં તેમને જેટલા પણ જોયા તે તેમના વિશેના વર્ણન માટે પૂરતું હતું.
તેઓ એક મધ્યમ કદના મહિલા હતા. ભારે શરીર પણ બહુ વધારે નહીં. તેમની ઉંમર ઓછી રહી હશે ત્યારે તેઓ નિશ્ચિત પણે ખૂબ જ આકર્ષક રહ્યાં હશે. અત્યારે પણ તેમનું આકર્ષણ ઓછું નહોતું.
ખૂબસુરતી વિશે મારો જે વિચાર છે તે મામલે તેમનો ચહેરો કંઈક વધારે જ ગોળ હતો. ચહેરા પરના હાવભાવ ઉમદા હતા. આંખો પણ ખૂબ સુંદર હતી.
નાક આકર્ષક હતું. તેમનો રંગ ગોરો નહોતો પણ કાળા રંગની તુલનામાં તે ઘણો સારો હતો. તેમણે કોઈ જ ઘરેણાં નહોતા પહેર્યાં.
રાણી હોવા છતાં આવું રહેવું અજીબ હતું જોકે કાનમાં સોનાની બુટ્ટીઓ પહેરી હતી. શરીર પર સફેદ મલમલનું કાપડ. તે એટલા ચુસ્ત રીતે બાંધવામાં આવ્યા હતા કે તેમના શરીરની બનાવટનો અંદાજો લગાવવું મુશ્કેલ હતું.
તે ઘણું શાનદાર હતું. તેમનો અવાજ એટલો સારો નહોતો. તે કર્કશ હતો, જેનો ફાટેલો અવાજ કહેવામાં આવે છે.
રાણીની ભેટ
જ્યારે પરદો ખસેડી લેવાયો ત્યારે તેઓ નારાજ હોય તેવું લાગ્યું પણ પછીથી તેઓ સહજતાથી વાત કરી રહ્યા હતા.
અને આશા વ્યક્ત કરી રહ્યા હતા કે તેમની સ્થિતિ જોયા બાદ પણ તેમના દુખ પ્રત્યે મારી સંવેદના ઓછી નહીં થાય અને મારા હેતુ મામલે કોઈ પૂર્વાગ્રહ નહીં હોય.
મેં તેના જવાબમાં કહ્યું કે જો ગવર્નર જનરલ મારા જેટલા ભાગ્યશાળી હશે તો મને પૂરો વિશ્વાસ છે કે તેઓ ઝાંસી પરત આપી દેશે જેથી ખૂબસુરત રાણી તેના પર રાજ કરી શકે.
કદાચ તેમને આ પ્રશંસા પસંદ આવી હતી. ત્યાર બાદ દસ મિનિટ સુધી તેઓ આ જ વાત પર ચર્ચા કરતા રહ્યા.
મેં તેમને કહ્યું કે આખી ય દુનિયા તેમની સુંદરતા અને બુદ્ધિમતાની પ્રંશસા કરે છે. તેમણે કહ્યું કે વિશ્વનો કદાચ જ એવો કોઈ ખૂણો હશે જ્યાં તેમનાં કામોની ચર્ચા ન હોય.
અમે મૂળ મુદ્દે વાતચીત શરૂ કરી હતી. મેં તેમને જણાવ્યું કે ઝાંસી પરત આપવું અથવા રાજ્યના વારસને માન્યતા આપવા જેવી બાબતોનો અધિકાર આપવા ગવર્નરે ઇંગ્લેન્ડનો સંપર્ક કરવો ફરજિયાત છે.
પેન્શન લેવાનો ઇન્કાર
આથી મેં કહ્યું કે રાજગાદી માટે અરજી દાખલ કરવાની સાથે સાથે 60 હજાર રૂપિયાનું પેન્શન લેવાનું પણ શરૂ કરી દેવામાં આવે.
કેમ કે પેન્શન ન લેવાનો ઇન્કાર કરવાથી તેની પ્રતિકૂળ અસર દત્તક લીઘેલા બાળકના અધિકાર મેળવવા પર અસર થશે.
પહેલા તેમણે ઇન્કાર કરી દીધો અને કહ્યું કે હું ઝાંસી નહીં આપીશ પણ બાદમાં મેં તેમને વિનમ્રતાથી જણાવ્યું કે વિરોધ કરવાથી કેવું અને કેટલું નુકસાન થઈ શકે છે.
મેં તેમને વાસ્તવિકતા જણાવી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકો અને તોપખાના અહીંથી વધુ દૂર નથી.
તેમને મેં કહ્યું કે લેશમાત્ર વિરોધ પણ તેમની આશાનો અંત લાવી દેશે અને તેમની સ્વતંત્રતા જોખમમાં મૂકાઈ જશે.
હું આવી કરી શક્યો કેમ કે મને એમ હતું કે રાણી અને તેમના વકીલ સાચું બોલી રહ્યા છે. કેમ કે મને તેમની વાતોથી એવું લાગ્યું કે તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આધિન થવા નથી માંગતા.
જ્યારે હું મહેલથી બહાર નીકળ્યો ત્યારે રાત્રીના બે વાગી ચૂક્યા હતા અને ત્યાર બાદ હું ત્યાંથી રવાના થઈ ગયો.
મેં મારા મત મુજબ રાણી સાથે વાતચીત કરી. જોકે તેઓ બ્રિટિશ સરકાર પાસેથી પેન્શન લેવા તૈયાર નહોતા.
આખરે વિદ્રોહ કર્યો
એ જ દિવસે હું ગ્વાલિયરના માર્ગેથી આગ્રા માટે રવાના થઈ ગયો. રાણીએ મને ભેટમાં એક હાથી એક ઊંટ અને એક અરબી ઘોડો અને એક જોડી શિકારી કૂતરાં આપ્યા હતા.
ઉપહારમાં રેશમી કાપડ અને ઝાંસીના અન્ય ઉત્પાદનોની સાથે સાથે ભારતીય શાલ પણ આપી હતી.
હું તે લેવા નહોતો માંગતો પણ નાણાં મંત્રીએ મને મજબૂર કર્યો. તેમણે કહ્યું કે જો તમે સ્વીકાર નહીં કરો તો રાણીની ભાવનાને ઠેસ પહોંચશે.
રાણીએ આ ભેટ મને યાદગીરી રૂપે આપી હતી. એક સૈનિકની યાદગીરી તરીકે, એક હિંદુની યાદગીરી તરીકે.
જોકે ઝાંસી પર રાણીના શાસનની વાત માટે કંપની તૈયાર ન થઈ અને આપણે સૌ જાણીએ છીએ કે રાણીએ નાનાસાહેબ સાથે મળીને વિદ્રોહ કરી દીધો હતો.
નાના સાહેબનું દુખ પણ રાણી જેવું જ હતું. કંપની શાસને સાહેબને પેશવાઓના દત્તક લીધેલા વારસ તરીકે નહોતો ગણ્યા.
રાણી પણ ઝાંસીના દિવંગત રાજાના દત્તક લીધેલા પુત્રના વયસ્ક થવા સુધી રાજ પ્રતિનિધિ તરીકે માન્યતા ઇચ્છતા હતા. આથી તેઓ આ માટેની માંગણી કરી રહ્યાં હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો