You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી : 300 મગરોનું સી પ્લેનની સુવિધા માટે સ્થળાંતર
સરકારે દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુ કહેવાતા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતેથી લગભગ 300 મગરોને ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી છે.
સરકારની આ કવાયત મુલાકાતીઓને સી પ્લેનની સુવિધા મળી રહે તે માટે કરવામાં આવી રહી છે.
જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ મંગળવાર સુધીમાં 15 મગર ખસેડવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટો મગર લગભગ 10 ફૂટનો હતો,
જો કે, આ પ્રક્રિયા માટે કોઈ ખાસ સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી.
લગભગ 3 મીટર લાંબા આ મગરોને ધાતુના પાંજરાઓમાં પુરીને પશ્ચિમ ગુજરાતના વિસ્તારમાં ખસેડવામાં આવી રહ્યા છે.
પ્રાણીવિદ્દોએ આ વ્યવસ્થાની આકરી ટીકા કરી છે.
182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું ગત ઑક્ટોબર મહિનામાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
રાજધાની ગાંધીનગર અને અમદાવાદથી લગભગ 200 કિમીના અંતરે આવેલું આ સ્ટેચ્યૂ મુલાકાતીઓમાં અને પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્ય સરકાર દ્વાર હુકમ
જોકે, આ સ્થળે પહોંચવા માટે ટ્રેન સેવા નથી, તેથી પ્રવાસીઓને બસ માર્ગે ત્યાં પહોંચવું પડે છે.
સ્થાનિક વન અધિકારી અનુરાધા સાહુએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.
એએફપી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, "પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, તેથી તેમની સુરક્ષા માટે આ વ્યવસ્થા છે."
અત્યાર સુધીમાં લગભગ બારથી પણ વધુ મગરને ટ્રકની મદદથી ખસેડવામાં આવ્યા છે.
કમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડિરેક્ટર જિતેન્દ્ર ગવાલીએ જણાવ્યું કે મગરોને ખસેડવાનો નિર્ણય એ દેશના વન્યજીવ સંરક્ષણ કાયદાનું ખંડન છે.
ડૉ. ગવાલીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવ્યું, "સરકાર આ પ્રાણીઓના રહેઠાણને ખલેલ પહોંચાડીને તેમના જીવને જોખમમાં મૂકી રહી છે."
તેમણે ઇન્ડિયન એક્સ્પ્રેસને જણાવ્યું,"જો આ મગરને ડેમના પાણીમાં છોડવામાં આવે તો માદા મગર માટે નેસ્ટિંગમાં તકલીફ થશે."
"ડેમનો ઢોળાવ 40 ડિગ્રીનો છે. મગરને નેસ્ટિંગ માટે વધુ ઊંડી અને પહોળી જગ્યા જોઈએ, તેમજ શિયાળામાં બહાર આવવું પડે. "
"સરકાર સ્ટેચ્યૂ માટે કરોડો ખર્ચી રહી છે, તો સીપ્લેન માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવા માટે પણ મગરને ખલેલ પહોંચાડ્યા વિના થોડા કરોડ ખર્ચી શકે. "
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ આ પ્રક્રિયા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સરકારના અધિકારીઓનો સમાવેશ થાય છે.
તેણણે સરદાર સરોવેર ડેમ વિસ્તારમાં આવેલાં 'મગર તળાવ'થી જાણીતા ત્રીજા નંબરના તળાવમાંથી આ મગરો ખસેડવાનું શરૂ કર્યું છે.
"સરકારે એ પણ નથી વિચાર્યું કે આ પ્રાણીઓને છોડવાની સુરક્ષિત જગ્યા કઈ છે?"
વાઇલ્ડ લાઇફ મૅગેઝિન સેન્ક્ચ્યુરી એશિયાના તંત્રી બિટ્ટુ સહેગલે આ વ્યવસ્થાની ટીકા કરી હતી.
ઇડિયન એરેસના અહેવાલ મુજબ નર્મદા જિલ્લાના નાયબ વન સંરક્ષણ અધિકારી ડૉ. સસિ કુમારે કહ્યું,
"આ સ્તળથી નજીક આવેલાં તળવા નંબર 3 અને 4 માંથી મગર ખસેડવામાં આવી રહ્યા છે. તેના માટે 10 કર્મચારીઓની ટુકડી મુકવામાં આવી છે. "
સરદાર પટેલની જેમ જ ગુજરાતમાં જન્મેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2010માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
તાજેતરના વર્ષોમાં ભાજપ દ્વારા સત્તા બચાવવા માટે સરદાર પટેલને આદર્શ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
લગભગ 2900 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.
મગરના પુનર્વસન મુદ્દે નામ નહીં આપવાની શરતે ઇન્ડિયન એક્સ્પ્રેસને સરદાર સરોવર નર્મદા નિગમના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે,
"ઘણા વર્ષોથી જંગલવિભાગ મગરોને સરદાર સરોવર વિસ્તારના જળાશયોમાં છોડતો આવ્યો છે. મેઇન કેનાલ ઉપરાંત આજવામાં પણ તેમને છાડવામાં આવતા."
સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ
- ગુજરાતમાં જન્મેલા વલ્લભાભાઈ પટેલ આઝાદ ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન હતા.
- દેશના રજવાડાઓને અખંડ ભારતમાં જોડવાનું કઠિન કાર્ય કર્યાં બાદ તેઓ દેશના લોખંડી પુરુષ તરીકે જાણીતા બન્યા હતા.
- ઘણા હિંદુવાદી નેતાઓ માને છે કે નહેરુ સરકારે સરદારને યોગ્ય ન્યાય નથી કર્યો.
- આ પ્રતિમાની ઊંચાઈ ન્યૂ યોર્કના સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીથી બમણી છે. આ પ્રતિમાની 153 મીટરની ઊંચાઈ પર વ્યૂઈંગ ગૅલરી છે.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો