You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાનના જીવન પર આધારિત ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર લૉન્ચ - સોશિયલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનનારી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર વિવેક ઓબેરૉય ભજવી રહ્યા છે.
આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે અને નિર્માતા વિવેક ઓબેરૉયના પિતા સુરેશ ઓબેરૉય અને સંદીપ સિંઘ છે.
વર્ષ 2019માં દેશના બે વડા પ્રધાન મનમોહન સિંઘ (ધ ઍક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર) અને નરેન્દ્ર મોદી (પીએમ નરેન્દ્ર મોદી)નાં જીવનની ઝાંખી રજૂ કરતી ફિલ્મો આવી રહી છે.
બીજી એક વાત એ છે કે લોકસભાની ચૂંટણીને માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ ફિલ્મો આવી રહી છે.
લોકોની પ્રતિક્રિયા
દેશના 14માં વડા પ્રધાન તરીકે પદભાર સંભાળનારા નરેન્દ્ર મોદીના જીવન પર પહેલી વખત ફિલ્મ રહી છે. આ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.
ખુદ વિવેક ઓબેરૉયે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ગુજરાતી સહિત અન્ય ભાષામાં ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.
ફિલ્મ અભિનેત્રી રકુલ પ્રિત સિંઘે તરન આદર્શના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું કે આ ફિલ્મ જોવા માટે તેમનાથી રાહ નથી જોવાઈ રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
23 ભાષામાં પૉસ્ટર લૉન્ચ
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટ કરતા લખ્યું કે 23 ભાષામાં 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના નિર્માણ પાછળ છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું હતું.
કોણ છે ઓમંગ કુમાર?
ઓમંગ કુમાર બોલીવુડમાં બાયૉપિક બનાવવા માટે જાણીતા છે.
તેમણે ફિલ્મ 'મેરી કોમ'થી ફિલ્મ નિર્દેશન ક્ષેત્રે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને ઘણા ઍવૉર્ડ્સ મળ્યા હતા.
આ બાદ તેમણે 'સરબજીત' ફિલ્મ બનાવી હતી, જે વિવેચકોએ ખૂબ જ પસંદ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો