You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ઇન્ટર્વ્યૂમાં મોદીનો અવાજ તૂટતો હતો અને આત્મવિશ્વાસ ઓછો જણાતો હતો' : સોશિયલ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવ દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019નો સૌપ્રથમ ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેમણે રામ મંદિર, 2019ની લોકસભા ચૂંટણી અંગે, સર્જિકલ સ્ટ્રાઇક્સ તથા તેમની સરકારની કામગીરી અંગે વાત કરી હતી.
મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ)ના એડિટર સ્મિતા પ્રકાશને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જે લગભગ 95 મિનિટ ચાલ્યો હતો.
સ્વાભાવિક રીતે આ ઇન્ટરવ્યૂની સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ હતી.
સોશિયલ પર ઇન્ટરવ્યૂની ચર્ચા
રાજુલ પંડ્યાએ ટ્વીટ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર લોકોના પ્રેમ અને આશીર્વાદની અભિવ્યક્તિ છે.
જયદિપ વસાવા નામનાં યૂઝરે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે રાષ્ટ્રવાદ અને દેશભક્તિનો ઉલ્લેખ કર્યો હતો.
@azadspekschnl નામનાં યૂઝરે ટ્વીટ કરી હતી કે નરેન્દ્ર મોદી માત્ર એક જ વ્યક્તિ એવાં છે કે જેમણે મધ્યમ વર્ગનો હોવાને કારણે ગર્વ અપાવે છે.
રાજેન્દ્ર વર્મા નામનાં યૂઝરે નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછ્યો હતો કે, ''દાઉદ ઇબ્રાહિમને ક્યારે પાકિસ્તાનથી ભારત લઈ આવો છો?''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિયા રાજન સાહુ નામનાં યૂઝરે જણાવ્યું હતું, ''નરેન્દ્ર મોદીએ કહ્યું કે નોટબંધી 'ઝટકો' નહોતો, આ વાતથી હું સહમત છું, કેમ કે તે 'હલાલ' હતું.''
@svmurthy નામનાં યૂઝરે ટ્વીટ કરી હતી કે ઇન્ટરવ્યૂ દરમિયાન નરેન્દ્ર મોદીનો અવાજ તૂટતો હતો અને આત્મવિશ્વાસ ઓછો જણાતો હતો.
ગોપાલ રાજપુરોહીતે પ્રશ્ન પૂછ્યો હતો કે,''શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી 2019 સર કરી શકશે?''
નીલ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે તે ગર્વની વાત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો