You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નસીરુદ્દીન શાહે વિરાટ કોહલીને ઘમંડી અને ખરાબ વ્યવહાર કરનારા ખેલાડી કેમ ગણાવ્યા?
હિંદી ફિલ્મોમાં પોતાની ખાસ ઓળખ ઊભી કરનારા નસીરુદ્દીન શાહ ફિલ્મો સિવાયની અન્ય વાતોથી દૂર રહેતા હોય છે પરંતુ સોમવારે તેમણે પોતાની એક પૉસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને નિશાને લીધા હતા.
શાહે પોતાની પૉસ્ટમાં લખ્યું હતું, ''વિરાટ કોહલી માત્ર સારા બૅટ્સમૅન જ નહીં પરંતુ તેની સાથે દુનિયાના સૌથી ખરાબ વ્યવહાર કરનારા ખેલાડી પણ છે."
"ક્રિકેટની પ્રતિભા સિવાય તેમની પાસે ઘમંડ અને ખરાબ વ્યવહાર પણ છે. અને હાં, મારો દેશ છોડવાનો કોઈ વિચાર નથી.''
નસીરુદ્દીને આ સિવાય અમેરિકન એક્ટિવિસ્ટ ચેલ્સિયા મૈનિંગના એક કથનની પૉસ્ટ પણ કરી હતી.
તેઓએ પૉસ્ટમાં જણાવ્યુ હતુ કે, ''જે સત્તામાં હોય છે તેમના પર સવાલ ઊભા કરવામાં આવે છે તો તેઓ રાષ્ટ્રવાદનો સહારો લે છે.''
બોલીવૂડના અભિનેતા નસિરુદ્દીન શાહની આ પૉસ્ટના અમૂક લોકોએ વખાણ કર્યાં હતાં તો અમૂક લોકોએ તેમની ટીકા પણ કરી હતી.
હાલમાં જ વિરાટ કોહલીએ પોતાની ઍપ પર એક વીડિયો પૉસ્ટ કર્યો હતો, જેમાં તેમણે એક વ્યક્તિ વિશે ટિપ્પણી કરી હતી.
વિરાટ કોહલી આ વીડિયોમાં જણાવી રહ્યા છે કે જેમને ભારતીય ખેલાડીઓ પસંદ નથી, તેમણે ભારત છોડી દેવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરાટ કોહલીનો આ વીડિયો તેમના જન્મદિવસ પર લૉન્ચ કરવામાં આવેલી ઍપ પર અપલોડ કરાયો હતો.
આ વીડિયોમાં તેઓ એક વ્યક્તિના સવાલને જવાબ આપી રહ્યા હતા.
આ યૂઝરે લખ્યું હતું, ''તમે ઓવરરેટેડ ખેલાડી છો. વ્યક્તિગત રીતે મને કંઈ ખાસ નજર આવતું નથી."
"મને ભારતીય બૅટ્સમૅનની સરખામણીએ બ્રિટીશ અને ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન પસંદ છે.''
તેના જવાબમાં વિરાટે જણાવ્યું હતું, ''મને લાગે છે કે તમારે ભારતમાં રહેવું ના જોઈએ, અન્ય જગ્યાએ તમારે રહેવું જોઈએ.''
યૂઝરની કૉમેન્ટ પર વિરાટ કોહલીએ જણાવ્યું હતું, ''તમે ભારત દેશમાં રહીને અન્ય દેશોને કેમ પસંદ કરો છો?"
"તમે મને પસંદ કરતા નથી તો કોઈ વાત નહીં પરંતુ મને નથી લાગતું કે તમારે આપણા દેશમાં રહીને અન્ય દેશની વસ્તુ પસંદ કરવી જોઈએ. પોતાની પ્રાથમિકતા નક્કી કરો.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો