You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાનમાં કેમ અશોક ગહેલોતને મુખ્ય મંત્રી અને સચિન પાઇલટને ઉપમુખ્ય મંત્રી બનાવાયા?
રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ કૉંગ્રેસ માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે કોને મુખ્ય મંત્રી બનાવવા.
બે દિવસથી સતત ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અશોક ગહેલોતનું નામ મુખ્ય મંત્રી પદ અને સચિન પાઇલટનું નામ ઉપમુખ્ય મંત્રી પદ માટે જાહેર કરવામાં આવ્યું છે.
આ મામલે અશોક ગહેલોત અને સચિન પાઇલટ બંનેએ પત્રકાર પરિષદ કરી હતી.
આ પહેલાં કૉંગ્રેસે અનેક બેઠકો બાદ મધ્ય પ્રદેશની કમાન કમલનાથના હાથમાં આપી હતી.
રાહુલ ગાંધીને ધન્યવાદ આપતા સચિન પાઇલટે પત્રકાર પરિષદમાં કહ્યું કે મારો અને અશોક ગહેલોતનો જાદુ રાજસ્થાનમાં ચાલ્યો છે.
તેમણે કહ્યું, "અમારી સરકાર લોકોની આશા પર ખરી ઊતરશે. તેમણે કહ્યું કે લોકોએ અમને જે જવાબદારી આપી છે તેને પૂરી કરવાનો અમે પ્રયત્ન કરીશું."
સચિન પાઇલટે હળવા અંદાજમાં કહ્યું કે કોને ખબર કે અમે બંને કરોડપતિ બની જઈશું.
મુખ્ય મંત્રીના નામ માટે મથામણ
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું 11 ડિસેમ્બરે પરિણામ આવ્યું હતું. જેમાં કૉંગ્રેસે સૌથી વધારે બેઠકો મેળવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારથી જ કૉંગ્રેસમાં કોને મુખ્ય મંત્રી બનાવવા તેની મથામણ ચાલતી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
કૉંગ્રેસ અધ્યક્ષના હોવાને નાતે રાહુલ ગાંધી પર એ જવાબદારી હતી કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત્યા બાદ રાજ્યોની કમાન કોના હાથમાં આપે.
મધ્ય પ્રદેશમાં કમલનાથની સાથે-સાથે સિંધિયા ઘરાના સાથે સંબંધ રાખનારા જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્ય મંત્રી પદના દાવેદાર માનવામાં આવતા હતા.
જોકે, તેમાં રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશની કમાન અનુભવી નેતા કમલનાથના હાથમાં આપી હતી.
દિગ્ગજોને ખુશ રાખવાની ફૉર્મ્યૂલા
જોકે, રાજસ્થાનમાં પરિસ્થિતિ જુદી હતી, મીડિયા અહેવાલો અનુસાર અહીં પાઇલટ કે ગહેલોત બંને પોતાના હાથમાંથી પ્રભુત્વ જવા દેવા માગતા ન હતા.
અંતે આ બધામાં રાહુલ ગાંધીએ પાઇલટ અને અશોક ગહેલોત બંનેને ખુશ રાખવાની ફૉર્મ્યૂલા અપનાવી હોય તેવું લાગે છે.
જોકે, રાજસ્થાનમાં રાહુલ ગાંધી માટે મુખ્ય મંત્રી પદ કોને આપવું તે ખૂબ જટિલ પ્રક્રિયા હતી.
સચિન પાઇલટને લાંબા સમયથી મુખ્ય મંત્રી પદના દાવેદાર તરીકે જોવામાં આવતા હતા.
રાજસ્થાનમાં અશોક ગહેલોતની સરકાર વસુંધરા રાજે સામે હાર્યા બાદ સચિન પાઇલટના હાથમાં પ્રદેશ કૉંગ્રેસની કમાન આપવામાં આવી હતી.
જે બાદ એવું માનવામાં આવે છે કે સચિન પાઇલટે ખૂબ જ જમીની સ્તરે કામ કર્યું હતું.
બીજી વિધાનસભાની ચૂંટણીમાં અશોક ગહેલોત અને સચિન પાઇલટે બંનેએ સાથે મળીને મહેનત કરી હતી
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો