You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તમે જાણો છો કે 2018માં લોકોએ સૌથી વધારે ભારતના લોકોએ શું ચર્ચા કરી?
સોશિયલ મીડિયામાં મારફતે લોકો પોતાનાં મંતવ્યો અને વિચારો દર્શાવતા હોય છે. ત્યારે ભારતીયોએ 2018માં સૌથી વધારે શું ચર્ચા કરી તે અંગેનો એક રિપોર્ટ પ્રકાશિત થયો છે.
આ યાદીમાં મનોરંજન, રાજકારણ અને સામાજિક ક્ષેત્રે પડકાર આપતી બાબતોનો સમાવેશ કરાયો છે.
આ રિપોર્ટમાં સુનીલ છેત્રી, નરેન્દ્ર મોદીથી લઈને #MeToo જેવી બાબતો પર ભારતના લોકોનું સૌથી વધારે ધ્યાન ખેંચ્યુ હતું.
સુનીલ છેત્રીનું ટ્વીટ લોકોના હૃદયને સ્પર્શી ગયું
ભારતીય ફૂટબૉલ ટીમના કૅપ્ટન સુનીલ છેત્રીનું ટ્વીટ ભારતમાં સૌથી વધારે રિટ્વીટ કરવામાં આવ્યું હતું.
આ ટ્વીટમાં તેમણે પોતાનો વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે ભારતીય દર્શકોને સ્ટેડિયમમાં આવી ફૂટબૉલની મૅચ નિહાળવા માટે ભલામણ કરી હતી.
છેત્રીના આ ટ્વીટનાં આશરે 60 હજાર રિટ્વીટ થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ક્રિકેટની સાપેક્ષે ફૂટબૉલનું વર્ચસ્વ ખૂબ જ ઓછું જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેથી ભારતની મૅચમાં પણ સ્ટેડિયમ ખાલીખમ જોવા મળે છે.
છેત્રીના આ ટ્વિટ બાદ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પણ દર્શકોને આ ફૂટબૉલ મૅચ જોવા જવા માટે અપીલ કરી હતી.
વિરાટની કરવાચૌથને દર્શકોની 'લાઇક'
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કરવાચૌથ પર કરેલું ટ્વીટ દર્શકોને ખૂબ જ ગમ્યું હતું.
આ ટ્વીટમાં વિરાટે પોતાનો અને પોતાની પત્ની અનુષ્કા શર્માનો ફોટો ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું, ''મારું જીવન, મારી દુનિયા. કરવાચૌથ''.
તમે આ વાંચ્યું કે નહીં?
વિરાટના આ ટ્વીટને ભારતમાં સૌથી વધારે 2 લાખ 15 હજાર લોકોએ લાઇક કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કાનાં લગ્ન બાદ આ પ્રથમ કરવાચૌથનો પ્રસંગ હતો.
ટ્વિટરના ટૉપ-10 હેશટૅગ
2018ના ટૉપ-10 હેશટૅગની વાત કરીએ તો તેમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મસનો દબદબો જોવા મળ્યો હતો.
10માંથી ટૉપ 6 હેશટૅગ અનુક્રમે #Sarkar, #Viswasam, #BharatAneNenu, #AravindhaSametha, #Rangasthalam, #Kaala સાઉથ ઇન્ડિયન ફિલ્મના હતા.
આ સિવાય #MeToo અને #IPL2018 આ યાદીમાં ક્રમશ 8માં અને 10માં સ્થાને હતા.
ઉલ્લેખનીય છે કે સાઉથ ઇન્ડિયન ફિલ્મસના હેશટૅગ મોટાભાગે દરરોજ ટ્વીટરમાં ટૉપ-10માં જોવા મળતા હોય છે.
આ સિવાય ટ્વિટરમાં સૌથી પ્રભાવશાળી મુદ્દાની વાત કરીએ તો તેમાં #JusticeForAsifa , #KarnatakaElection અને #Aadhaar ટૉપ પર હતા.
સૌથી વધારે લોકોએ ટ્વિટર પર રાજકારણની ચર્ચા
દુનિયામાં શું ચાલી રહ્યું છે તે અંગે લોકો ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે.
તો આ બાબતે ભારતમાં 2018ની વાત કરીએ તો સૌથી વધારે લોકોએ રાજકારણને લઈને ચર્ચા કરી છે.
ભારતની ચર્ચા કરીએ તો સૌથી વધારે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અમિત શાહ, યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ ક્રમશ ટૉપ-5માં જોવા મળ્યા હતા.
ત્યારબાદ અભિનેતા પવન કલ્યાણ, શાહરુખ ખાન, વિજય અને મહેશ બાબુ આ યાદીમાં સ્થાન ધરાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો