You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સચિન તેંડુલકર 'ભાજપના સમર્થક' હોવાના દાવાની હકીકત
ભગવા વસ્ત્રોમાં સચિન તેંડુલકરની એક તસવીર ભારતીય જનતા પાર્ટીના એક બિનસત્તાવાર પોસ્ટરમાં છાપવામાં આવી છે.
દક્ષિણપંથી ગણાતાં કેટલાક ફેસબુક પેજ પર આ પોસ્ટરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.
કેટલીક જગ્યાઓએ એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે સચિન તેંડુલકરે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
આ પોસ્ટર પર કમળનું નિશાન પણ છે, જેના પર 'સપોર્ટ નમો' લખેલું છે.
કમળ ભાજપનું ચિહ્ન છે અને ભગવા વસ્ત્રોને પક્ષ પ્રોત્સાહન આપે છે.
કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 2012માં સચિન તેંડુલકરને રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા.
જોકે, સંસદમાં ઓછી હાજરી બદલ તેમની ટીકા પણ થઈ હતી. હવે વાત એ તસવીરની જે આ પોસ્ટરમાં છપાઈ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તસવીર 24 એપ્રિલ 2015ની છે અને સચિનના 42મા જન્મદિવસે લેવાઈ હતી.
સચીન તેમના જન્મદિવસે તેમના પરિવાર સાથે મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ગયા હતા અને તેમણે ભગવો ઝભ્ભો પહેર્યો હતો.
સિદ્ધિવિનાયક મંદિરની સત્તાવાર વેબસાઇટ પર મંદીરના ટ્રસ્ટી મહેશ મુદલિયર અને મંગેશ શિંદે સાથે સચિન તેંડુલકરની અન્ય તસવીરો સાથે આ તસવીર પણ પોસ્ટ કરાઈ હતી.
કુંભની તૈયારીની તસવીરનું સત્ય
'રાષ્ટ્રવાદી સરકાર' ચૂંટવાનો આટલો ફાયદો થતો હોય છે!' આવો ઉલ્લેખ કરીને દક્ષિણપંથી ગણાતા ફેસબુક અને ટ્વિટર યૂઝર્સે એક તસવીર પોસ્ટ કરી છે.
'આ તસવીર યોગી સરકાર દ્વારા થઈ રહેલી કુંભમેળાની તૈયારીની તસવીર છે', એવી ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.
કેટલાક લોકોએ લખ્યું છે કે ઉત્તરપ્રદેશની યોગી સરકારે વિકાસ અને વ્યવસ્થાની બાબતે સૌને પાછળ મૂકી દીધા છે.
એક જગ્યાએ એવો પણ દાવો કરાઈ રહ્યો રહ્યો રહ્યો છે કે 'ઝગમગાટવાળી આ તસવીર સાઉદી અરેબિયાની નથી, પણ આ તસવીર કુંભના મેળાની છે'.
હકીકતમાં આ તસવીર હજ (મક્કા મદીના)ની છે. ઑગસ્ટ 2018માં સાઉદી અરેબિયાની કેટલીક મીડિયા સંસ્થાઓએ આ તસવીર પ્રકાશિત કરી હતી.
જે જગ્યાની આ તસવીર છે, તેને 'મીના વૅલી' તરીકે ઓળખવામાં આવે છે. સાઉદી અરેબિયામાં કેટલાક લોકો તેને 'ટૅન્ટ સિટી' તરીકે પણ ઓળખે છે.
તસવીરમાં જે પુલની આસપાસ તંબુ તાણેલાં દેખાય છે તે 'કિંગ ખાલિજ બ્રિજ'ના નામે જાણીતો છે.
શું ખરેખર આ 'રામાયણ એક્સપ્રેસ'ની તસવીર છે?
ભારતીય રેલવેની એક તસવીર દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં કેટલાક ફેસબુક ગ્રૂપમાં વાઇરલ થઈ રહી છે, જેને લોકો 'રામાયણ એક્સપ્રેસ'ની તસવીર ગણાવી રહ્યા છે.
ભારતીય રેલવે મંત્રાલયે આ વર્ષે જ નવેમ્બર મહિનામાં 'રામાયણ એક્સપ્રેસ'ની શરૂઆત કરી હતી.
આ ટ્રેન અયોધ્યાથી લઈને લઈને રામેશ્વરમ્ સુધીના અનેક તીર્થ સ્થળોની યાત્રા માટે શરૂ કરવામાં આવી છે.
પણ આ તસવીરની સાથે કૅપ્શન પણ લખેલું છે, "આપણા ભારતમાં પહેલી વખત રામાયણ એક્સપ્રેસ ચાલી છે. અત્યાર સુધી નિઝામુદ્દીન એક્સપ્રેસ જ ચાલતી હતી."
કેટલાક લોકોએ તેને સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે, પણ અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે જે તસવીરને 'રામાયણ એક્સપ્રેસ'ની હોવાનો દાવો કરાઈ રહ્યો છે, એ તસવીર વાસ્તવમાં ન્યૂઝિ લૅન્ડની ટ્રેનની તસવીર છે.
પણ આ તસવીરને રાજસ્થાનમાં ભાજપ તરફી વાતાવરણ ઊભું કરવા માટે ઉપયોગમાં લેવાઈ રહી છે.
(આ અહેવાલ ફેક ન્યૂઝ સામે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ 'એકતા ન્યૂઝરૂમ'ના ભાગરૂપ છે.)
જો તમને કોઈ શંકાસ્પદ અહેવાલ, વીડિયો, તસવીર કે દાવા મળ્યા હોય અને તમે એની સત્યતા ચકાસવા ઇચ્છતા હો તો તેને 'એકતા ન્યૂઝરૂમ'ના નંબર +91 89290 23625 પર વૉટ્સઍપ કરો અથવા અહીં ક્લિક કરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો