You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ખરેખર ધર્મસભા દરમિયાન અયોઘ્યામાં કેસરિયો છવાયો હતો?
રામ મંદિર બનાવવાના મુદ્દે રવિવારે અયોધ્યામાં ધર્મસભા બોલવવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં હિંદુ, દક્ષિણપંથી કાર્યકર્તાઓ અને સાધુ-સંતો પહોંચ્યાં હતાં.
દક્ષિણપંથી વલણ ધરાવતા કેટલાંક સોશિયલ પેજ પર એનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હતો. કેટલાક પેજમાં એવો દાવો કરવામાં આવ્યો કે લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચ્યાં હતાં.
કાર્યક્રમના એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર અયોધ્યા સાથે જોડાયેલી તસવીરો સર્ક્યુલેટ થવા લાગી હતી.
કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે ધર્મસભા દરમિયાન આખું અયોધ્યા કેસરિયા રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું.
અમે કરેલી તપાસમાં એ જાણવા મળ્યું કે આ તસવીરોમાંથી ઘણી fake એટલે કે બનાવટી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ઉપરની તસવીરને શેર કરતાં ધર્મસભાને જનતાનું ભારે સમર્થન મળ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે આ તસવીર અયોધ્યાની નથી પણ મરાઠા ક્રાંતિ મોર્ચાની છે.
ઉપરની તસવીર ઑગસ્ટ 2017માં મરાઠા આંદોલન દરમિયાન લેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં હજારો મરાઠા લોકોએ અનામત અને સામાજિક ન્યાયની માગ સાથે ભાયખલા ચિડિયાઘરથી લઈને આઝાદ મેદાન સુધી રૅલી કાઢી હતી.
સરકાર સાથે વાતચીત કર્યા બાદ મરાઠાઓએ આંદોલનને સમાપ્ત કરી દીધું હતું.
કન્નડ ભાષાના બૅનર-પોસ્ટર
એક અન્ય તસવીર કર્ણાટકની છે, જેને અયોધ્યાની ગણાવવામાં આવી રહી છે. એ દલીલ કરવામાં આવી રહી છે કે ધર્મસભાથી પહેલાં અયોધ્યા તરફ ભારે લોકોની ભીડ જઈ રહી છે.
તસવીરમાં કન્નડ ભાષાના બૅનર-પોસ્ટર સ્પષ્ટ નજરે ચઢી રહ્યા છે. આને બજરંગદળના એક આયોજન દરમિયાન લેવામાં આવી હતી.
હિંદુ વિવાદિત સ્થળને ભગવાન રામની જન્મભૂમિ ગણે છે, તો વળી મુસલમાનોનું કહેવું છે કે તેઓ ત્યાં પેઢીઓથી ઇબાદત કરતાં આવ્યાં છે.
વર્ષ 1992માં જ્યારે હિંદુઓની એક ભીડે બાબરી મસ્જિદને તોડી પાડી, ત્યારે હિંદુ-મુસ્લિમ વચ્ચે ખૂબ તણાવ પેદા થઈ ગયો હતો.
ત્યારબાદ સાંપ્રદાયિક હુલ્લડોમાં દેશમાં લગભગ બે હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સમયાંતરે ઘણા સંગઠનો અને હિંદુવાદી રાજનૈતિક પક્ષો અહીંયા રામ મંદિર બનાવવાની માંગણી કરતા આવ્યા છે.
હાલ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને આવનારી ચૂંટણીઓને જોતાં ઘણા નેતા રામ મંદિર બનાવવા માટે ખાસ કાયદો ઘડવાની માગ કરી રહ્યા છે.
(આ અહેવાલ ફેક ન્યૂઝ સામે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ 'એકતા ન્યૂઝરૂમ'ના ભાગરૂપ છે.)
જો તમને કોઈ શંકાસ્પદ અહેવાલ, વીડિયો, તસવીર કે દાવા મળ્યા હોય અને તમે એની સત્યતા ચકાસવા ઇચ્છતા હો તો તેને 'એકતા ન્યૂઝરૂમ'ના નંબર +91 89290 23625 પર વૉટ્સઍપ કરો અથવા અહીં ક્લિક કરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો