મૌલવી બાદશાહ હુસેન રાણા લખનવીએ પહેલી વખત ઉર્દૂ ભાષામાં રામાયણ રજૂ કર્યુ

    • લેેખક, નારાયણ બારેટ
    • પદ, બીબીસ હિંદી માટે

ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં દિવાળી અને તે પછીના દિવસો દરમિયાન રામાયણનું મંચન કરવામાં આવે છે. ગ્રામીણો રામાયણના પ્રસંગોને અલગ-અલગ લોકકળાના સ્વરૂપે માણે છે.

ત્યારે રાજસ્થાનના બિકાનેરમાં ઉર્દૂમાં રામાયણ સંભળાવવામાં આવે છે, જેમાં છંદના બદલે શેર-શાયરીમાં રામાયણના મહત્ત્વના પ્રસંગોનું વર્ણન થાય છે.

1935માં મૌલવી બાદશાહ હુસેન રાણા લખનવીએ પહેલી વખત ઉર્દૂ ભાષામાં રામાયણ રજૂ કર્યું, જેની ખૂબ પ્રશંસા થઈ.

ત્યારથી દર વર્ષે બિકાનેરમાં પર્યટન લેખક સંઘ અને મહેફિલ-એ-અદબ દ્વારા ઉર્દૂ રામાયણના પાઠનું આયોજન કરવામાં આવે છે.

મૌલવી દ્વારા લખાયેલી નવ પાનાની નાની રામાયણમાં વનવાસનું વર્ણન કરવામાં આવ્યું છે.

ર્દૂ રામાયણમાં વનવાસનું વર્ણન

'કિસ કદર પુરલુત્ફ હે અંદાજ તુલસીદાસ કા, યે નમૂના હે ગુસાઈ કે લતીફ અંદાજ કા

નકશા રામાયણ મેં કિસ ખૂબી સે ખીંચા, રામ કે ચૌદહ સાલ વનવાસ કા

તાજપોશી કી ખુશી મેં એક કયામત હો ગઈ, કૈકેઈ કો રમ સે અદાવત હો ગઈ

સુબહ હોતે હોતે ઘર-ઘર ઇસકા ચર્ચા હો ગયા, જિસને કિસ્સા સુના ઉસકો અચમ્ભા હો ગયા.'

આ રામાયણની વિશેષતા વિશે વાત કરતાં આયોજન સમિતિના સભ્ય ડૉ. જિયા ઉલ હસન કાદરીએ જણાવ્યું કે, આ રામાયણ તમે 25 મિનિટમાં વાંચી લેશો. તેમાં રામના અભિષેકનું વર્ણન છે.

ડૉ. કાદરીએ જણાવ્યું કે, આ રામાયણમાં રામના વનવાસ ઉપરાંત જંગલમાં તેમનું કપરું જીવન, રાવણ સાથે યુદ્ધ સાથેના પ્રસંગોનું રસપ્રદ વર્ણન છે.

ડૉ. કાદરીએ જણાવ્યુ કે, તેની ભાષા બહુ સરળ છે કોઈ અભણ માણસ પણ એ સમજી શકશે.

બિકાનેરના શાયર અસદ અલી અસદ જણાવે છે કે, આ સમયે પણ રાણા લખનવીની રામાયણને પૂરતું સન્માન મળે છે અને બનારસ હિંદુ યુનિવર્સિટીએ પણ તેની પ્રશંસા કરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અસદ જણાવે છે, આ ઉર્દૂમાં લખેલી રામાયણ આજે વધુ પ્રસ્તુત છે. એ વિચારવા જેવી બાબત છે કે, વર્ષો પહેલાં એક મૌલવી દ્વારા લખાયેલી આ રામાયણ આજે પણ એક અભણ મુસ્લિમ પણ કરી શકે છે.

એ જ આપણી ગંગા જમુની સંસ્કૃત્તિનું ઉત્તમ ઉદાહરણ છે.

ઉર્દૂ રામાયણમાં રામના વનવાસના પ્રસંગ અને એ વખતે સીતાના મનોભાવોને બહુ માર્મિક રીતે રજૂ કરવામાં આવ્યા છે.

'રંજો હસરત કી ઘટા સીતા કે દિલ પર છા ગઈ, ગોયા જૂહી કી કલી ઓસ પર મુરઝા ગઈ'

દર વર્ષે દિવાળીના તહેવારના દિવસો દરમિયાન તેનું આયોજન થાય છે, ત્યારે દરેક ધર્મના લોકો સાથે બેસીને તેનું શ્રવણ કરે છે.

એ વખતે ધર્મ અને જાતિના ભેદભાવો મટી જાય છે, ત્યારે ખુદા મોટા કે ઇશ્વર એવો વિચાર કોઈ નથી કરતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો