You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનું મીડિયા લોકતંત્રને બરબાદ કરી રહ્યું છે : રવીશ કુમાર
બીબીસીના લખનઉ ખાતેના કાર્યક્રમ #BeyondFakeNewsમાં વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારે કહ્યું કે આજકાલ મીડિયાએ ઘણા સમાચારને ગાયબ કરી નાખ્યા છે.
તેમણે કહ્યું કે આજે તો 'નો ફેક ન્યૂઝ પણ ફેક ન્યૂઝ છે.'
એક પૅનલમાં ચર્ચા દરમિયાન રવીશ કુમારે કહ્યું, "અસલી સમાચારોને બદલે તમે કંઈક અલગ જ વાંચી રહ્યા છો."
"કાબેલ પત્રકારોના હાથ બાંધી દીધા છે. જો કાબેલ પત્રકારોનો સાથ આપવામાં આવે તો તેઓ લોકતંત્રને બદલી શકે છે. છાપાંના તંત્રીઓ, માલિક આ લોકતંત્રને પાયમાલ કરવામાં લાગ્યા છે."
"જોકે, ભારતનું મીડિયા ખૂબ જ હોશપૂર્વક, સમજી વિચારીને ભારતના લોકતંત્રને બરબાદ કરી રહ્યું છે."
"અખબારોના સંપાદક, માલિકો આ લોકતંત્રને બરબાદ કરવા મથ્યા છે. સમજો કે કેવી રીતે હિંદુ-મુસ્લિમ નફરતની વાતો કરી રહ્યા છે."
આ ચર્ચામાં પૂર્વ આઈએએસ અધિકારી તનવીર ઝફર અલી પણ હાજર રહ્યા હતા.
તેમણે કહ્યું, "ફેક ન્યૂઝને કારણે હિંસા થઈ રહી છે. આ રાજ્ય વિરોધી અપરાધ છે. તેને રોકવા માટે સખત કાયદો બનાવવાની જરૂરિયાત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ફેક ન્યૂઝવાળા દેશદ્રોહી'
આ પહેલાં કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે કહ્યું કે જે લોકો ફેક ન્યૂઝને સમર્થન આપે છે તેઓ દેશદ્રોહી છે.
તેમણે કહ્યું કે આ પ્રૉપેગૅન્ડા છે અને અમુક લોકો મોટાપાયે તેને ફેલાવી રહ્યા છે.
અખિલેશે ઉમેર્યું, "ફેક ન્યૂઝ એક વાઇરસ જેવું છે જેનાથી સમગ્ર દેશ પીડિત બની જાય છે. તેનાથી લોકોના જીવ જતા રહે છે તેવું કહેવામાં અતિશિયોક્તિ નહીં હોય."
તમે આ વાંચ્યું કે નહીં?
ઉપ-મુખ્ય મંત્રીએ શું કહ્યું?
ઉપ-મુખ્ય મંત્રી દિનેશ શર્માએ કહ્યું કે સૌથી પહેલા ન્યૂઝ બ્રેક કરવાની ભાગદોડમાં ચેનલોની વિશ્વસનિયતા ઘટી છે.
દિનેશ શર્માએ કહ્યું કે એવું પણ નથી કે દરેક લોકો ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે.
આને પહોંચી વળવા સરકાર પાસે કાયદો ઘડવાનો વિકલ્પ છે પરંતુ સરકાર આવું કરશે તો મીડિયાની આઝાદી પર સવાલ ઉઠશે.
ચૈન્નઈ
બીબીસીના ચેન્નઈ ખાતેના #BeyondFakeNews કાર્યક્રમમાં અભિનેતા પ્રકાશ રાજે કહ્યું કે ફેક ન્યૂઝ પહેલાંથી જ થઈ રહી છે પરંતુ હવે આ કામ સંગઠિત રીતે થઈ રહ્યું છે અને સમાજને નુકસાન થઈ રહ્યું છે.
બીબીસીએ ફેક ન્યૂઝ વિરુદ્ધ એક ખાસ અભિયાન #BeyondFakeNews શરૂ કર્યું છે. એટલા માટે ગુજરાત સહિત સાત શહેરોમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં હાજર ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજે કહ્યું, "આ દિવસોમાં ખૂબ જ જલદીથી ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા છે, અને તે પણ એટલી બારીકીથી કે લોકોના દિમાગને જરાય પણ શંકા ના જાય."
પ્રકાશ રાજ ઉમેરે છે, "તે લોકોએ એક પ્રતિમા પર 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તેઓ જણાવે છે કે આ પ્રતિમા આપણી સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક છે. મેં તેમની વિરુદ્ધ અવાજ ઊઠાવ્યો તો મને દેશદ્રોહી ગણાવવામાં આવ્યો."
બીબીસીના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે લોકો 'રાષ્ટ્ર નિર્માણ'ની ભાવનાથી રાષ્ટ્રવાદી સંદેશાવાળી ફેક ન્યૂઝને એકઠી કરી રહ્યા છે.
દિલ્હી
કોંગ્રેસનું સોશિયલ મીડિયા જોઈ રહેલાં દિવ્યા સ્પંદનાએ દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે ભાજપ પાસે ખૂબ જ પૈસા છે અને સારા એસઈઓ હોવાને પગલે તેઓ ઘણા લોકો સુધી પહોંચેલા છે.
ફેક્ટ ચેક વેબસાઇટ અલ્ટ ન્યૂઝના પ્રતિનિધિ પ્રતિક સિન્હાએ કહ્યું, "એ જરૂરી નથી કે જાણકારી મેળવવા માટે કોઈ પાસે વૉટ્સઍપ હોય. ગામ્રીણ વિસ્તારોમાં ફેક ન્યૂઝ માત્ર વાતચીતમાં ફેલાય છે. એટલા માટે એ ધારણા ખોટી છે કે ઇન્ટરનેટની પહોંચ ઓછી હોવાથી ફેક ન્યૂઝ નહીં ફેલાય."
આમ આદમી પાર્ટીના નેતા અંકિત લાલે કહ્યું, "ફેક ન્યૂઝની સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર પાસે એક વ્યવસ્થા હોવી જોઈએ. તેના માટે કાયદા બદલવા પડશે."
અમૃતસર
અમૃતસર ખાતે આયોજિત કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર હરતોષ બલે કહ્યું કે તટસ્થતા કંઈ નથી, પરંતુ નપુંસકતા મહત્તા ધરાવે છે. જો આપણે સરકાર વિરુદ્ધ અવાજ ઊઠાવીએ, તો તે આપણી ડ્યૂટી છે.
પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા હસન પ્રીતે કહ્યું કે ફેક ન્યૂઝના મૂળમાં આર્થિક અને સામાજિક સંકટ છે અને તેનાથી લડવું હોય તો આપણે તેને રાજનૈતિક સંદર્ભમાં જોવું પડશે.
વરિષ્ઠ વકીલ રીતા કોહલએ કહ્યું કે આ માત્ર રાજનૈતિક મુદ્દો નથી પરંતુ તેની વિરુદ્ધ લડવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો