સોશિયલ : વિરાટ કોહલીએ કહ્યું - વિદેશી ખેલાડી ગમતા હોય તો ભારતમાં ના રહેશો

કોહલી

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ કહે છે, "જેમને વિદેશી બૅટ્સમૅન ગમે છે, તેમણે ભારતમાં ન રહેવું જોઈએ."

વિરાટ કોહલીનો આ વીડિયો તેમના જન્મદિવસે લૉન્ચ કરાયેલી ઍપ પર અપલોડ કરાયો છે. આ વીડિયોમાં તેઓ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર આવેલા મૅસેજીસ વાંચી રહ્યા છે.

આ દરમિયાન તેમણે એક મૅસેજ વાંચ્યો, જેમાં એક યૂઝરે વિરાટ કોહલીને 'ઓવરરેટેડ' ખેલાડી કહ્યા હતા.

આ યૂઝરે લખ્યું હતું, "તમે ઓવરરેટેડ ખેલાડી છો. વ્યક્તિગત રીતે મને કઈ ખાસ દેખાતું નથી. મને ભારતીય બૅટ્સમૅનની તુલનામાં બ્રિટન અને ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ગમે છે."

line

વિરાટનો તીખો જવાબ

કોહલી

ઇમેજ સ્રોત, PA

એના જવાબમાં વિરાટે કહ્યું, "મને લાગે છે તમારે ભારતમાં ન રહેવું જોઈએ, બીજે ક્યાંય રહેવું જોઈએ."

યૂઝરની કૉમેન્ટ પર વિરાટે કહ્યું, "તમે અમારા દેશમાં રહીને અન્ય દેશોને કેમ પસંદ કરો છો? તમે મને પસંદ નથી કરતા, કઈ વાંધો નહીં પણ મને એવું લાગે છે કે તમારે આપણા દેશમાં રહીને બીજા દેશની ચીજો ગમાડવી ન જોઈએ. તમારી પ્રાથમિકતા નક્કી કરો."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

સોશિયલ મીડિયા પર ટીકા

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ વીડિયો અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે અને લોકો વિરોટ કોહલીની ટીકા પણ કરી રહ્યા છે.

અશરફ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "વિરાટ કોહલી કહે છે કે જે વિદેશી ખેલાડીઓને જોવાનું પસંદ કરતા હોય તેમણે ભારતમાં ન રહેવું જોઈએ. પણ તેમણે પોતે જ ઇટાલીમાં લગ્ન કર્યું અને વિદેશી બ્રાન્ડ્સનો પ્રચાર કરે છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

એક અન્ય ટ્વિટર યૂઝર સિદ્ધાર્થ વિશીએ ટ્વીટ કર્યું, "વિરાટ કોહલીનું નિવેદન ખેલ ભાવનાથી વિપરીત છે. રમતમાં હંમેશાં રાષ્ટ્રીયતા કરતાં વધારે રમતમાં પ્રદર્શનના વખાણ કરાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો