#MeToo: વિદેશ રાજ્ય મંત્રી એમ.જે.અકબર પર લાગ્યા ગંભીર આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં #MeToo અભિયાન આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન પર જાતીય સતામણીના આરોપ લાગ્યા છે. એક પૂર્વ સંપાદકે પૂર્વ પત્રકાર એવા એમ. જે. અકબર પર આરોપ મૂક્યા છે.
એમ. જે. અકબર પર 'મિટિંગ'ના બહાને યુવાન છોકરીઓને હોટલમાં બોલાવવાના આરોપ લાગ્યા છે.
આ અંગે એમ. જે. અકબર કે વિદેશ મંત્રાલયે કોઈ પ્રતિક્રિયા નથી આપી.
જોકે, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મેનકા ગાંધીએ કહ્યું છે કે રાજકારણી પર આરોપ લાગે કે અન્ય કોઈ પર, તમામ આરોપોની તપાસ થવી જોઈએ.
તાજેતરના દિવસોમાં અનેક કૉમેડિયન, પત્રકારો, લેખકો તથા અભિનેતાઓ પર જાતીય સતામણીના આરોપ લાગ્યા છે, તેમાંથી અકબર સૌથી વરિષ્ઠ છે.
અકબરની ગણના દેશના પ્રભાવશાળી સંપાદકોમાં થાય છે. તેમણે 'ધ ટેલિગ્રાફ' તથા 'ધ એશિયન એજ' જેવા અખબારોના તંત્રીપદે રહ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
વરિષ્ઠ પત્રકાર પ્રિયા રામાણીએ લગભગ એક વર્ષ પૂર્વે વૉગ ઇન્ડિયા સામયિકમાં તેમણે 'વિશ્વના હાર્વે વિન્સ્ટ્ન્સ્સ ઑફ ધ વર્લ્ડ' લેખ રિટ્વીટ કર્યો હતો અને તેની સાથે અકબરનું નામ લખ્યું હતું. એ લેખમાં પ્રિયાએ પહેલા કાર્યસ્થળે કેવી જાતીય સતામણીનો અનુભવ થયો, તેનું વિવરણ લખ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૂળ લેખમાં પ્રિયાએ કોઈનું નામ લખ્યું ન હતું, પરંતુ સોમવારે તેમણે ટ્વીટમાં જણાવ્યું કે એ લેખ અકબર વિશે હતો.
ત્યારબાદ વધુ પાંચ મહિલાઓ બહાર આવી છે અને અકબર સંદર્ભની તેમની વાત કહી છે. અન્ય એક વિવરણ તેમના વિશે હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અકબર ઉપરાંત વરિષ્ઠ અભિનેતા આલોકનાથ, ફિલ્મ નિર્દેશક વિકાસ બહલ પર જાતીય સતામણીના આરોપ લાગ્યા છે.
આલોકનાથે તેમની ઉપર લાગેલા આરોપોને નકાર્યા છે, જ્યારે બહલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કોણ છે એમ. જે. અકબર?

ઇમેજ સ્રોત, ISTOCK
વરિષ્ઠ પત્રકાર એમ. જે. અકબર 2014માં લોકસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા.
2015માં અકબરને ઝારખંડમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.
એક સમયે અકબરને તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીની અત્યંત નજીક માનવામાં આવતા હતા. વર્ષ 1989માં કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ વખત બિહારની કિશનગંજ બેઠક પરથી સાંસદ બન્યા હતા.
રાજીવ ગાંધીના વડા પ્રધાનપદના કાર્યકાળ દરમિયાન અકબર તેમના પ્રવક્તા હતા.
ફરી 1991માં તેઓ ચૂંટણી જંગમાં ઉતર્યા, પરંતુ હારી ગયા. એ પરાજય બાદ અકબર ફરી એક વખત પત્રકારત્વમાં આવી ગયા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















