You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનમ કપૂર આહુજાએ ટ્રૉલને કારણે ટ્વિટર છોડ્યું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર આહૂજાએ સોશિયલ નેટવર્કિગ પ્લેટફોર્મ ટ્વિટરનો ઉપયોગ અટકાવી દીધો છે.
આ અંગે સોનમે પોતાનાં ચાહકોને સંદેશ આપતું ટ્વીટ કર્યું, "હું થોડા સમય માટે ટ્વિટર છોડી રહું છું. આ ખૂબ જ નૅગેટિવ થઈ ગયું છે. દરેકને પ્રેમ અને શાંતિ."
સોનમના આ નિર્ણય પાછળ ટ્રૉલ્સ કારણભૂત હોવાનું મનાય રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં સોનમે મુંબઈના ટ્રાફિકને વખોડતા સોનમે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી હતી.
સ્ટોરીમાં સોનમે લખ્યું હતું, "શહેર સુધી પહોંચતા મને બે કલાક જેટલો સમય લાગ્યો, જોકે, હજુ હું મારી મંજિલ સુધી પહોંચી નથી. રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે, ઉપરથી આ ભયાનક પ્રદૂષણ."
તમે આ વાંચ્યું કે નહીં?
'છેડતીનો ડર'
અનંત વાસુ નામના યૂઝરે આ સ્ટોરીનો સ્ક્રીનશોટ લઈને ટ્વીટ કર્યો હતો, જેમાં તેમણે સોનમને ટૅગ કરીને લખ્યું હતું, "ગ્લોબલ વૉર્મિંગ પાછળ તમે પણ ભાગીદાર છો.
"કારણ કે તમારા જેવા લોકો પલ્બિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નથી કરતાં તથા ઈંધણની ઓછી ખપત કરતા વાહનોનો નહિવત્ ઉપયોગ કરે છે. તમારી લક્ઝરી ગાડીઓ માત્ર ચાર કિમી પ્રતિ લીટરની ઍવરેજ આપે છે. સાથે જ તમારા ઘરના એસી પર ગ્લૉબલ વૉર્મિંગમાં ભાગીદાર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટ્વીટનો જવાબ આપતા સોનમે લખ્યું હતું, "તમારા જેવા પુરુષોને કારણે મહિલાઓ છેડતીના ભયથી પલ્બિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા ડરે છે."
ઉલ્લેખનીય છે કે સોનમે ગત વર્ષે તેમના ચાહકોને વિનંતી કરી હતી કે સેલિબ્રિટીઓને ટ્રૉલ ન કરો.
સોનમનું ટ્વીટ કર્યું, "હું મારા ચાહકો અને ફોલોઅર્સને વિનંતી કરું છું કે કોઈ સેલિબ્રિટી વિરુદ્ધ વ્યક્તિગત દ્વેષ ના રાખો. આવું કરવા કરતાં સારા વ્યક્તિ બનો."
સોનમ કપૂર આહૂજા જૂન 2009માં ટ્વિટર સાથે જોડાયાં હતાં અને તેઓ આ સોશિયલ સાઇટ પર ખૂબ જ ઍક્ટિવ હતા. ટ્વિટર પર તેમના એક કરોડ 22 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.
મે મહિનામાં સોનમ કપૂરે તેના મિત્ર અને બિઝનેસમૅન આનંદ આહૂજા સાથે લગ્ન કર્યું હતું.
એવું નથી કે આ પ્રથમ વખત બન્યું છે કે તેઓ આ રીતે ઇન્ટરનેટ પર ટ્રોલનો શિકાર બન્યા હોય. લગ્ન બાદ તેમની અને આનંદ આહૂજાની એક તસવીર પણ ટ્રોલનો શિકાર બની હતી.
જ્યારે આનંદ આહૂજાએ ટ્રેડિશનલ આઉટફીટ સાથે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા ત્યારે સોશિયલ મીડિયામાં તેમની તસવીર વાઇરલ બની હતી અને ટ્રોલ થઈ હતી.
પરંતુ સોનમ કપૂર એક માત્ર સેલિબ્રિટી નથી જેઓ ટ્રોલનો શિકાર બન્યા હોય. બોલીવૂડના ઘણાં સેલિબ્રિટીઓ અવારનવાર ટ્રોલનો શિકાર બને છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો