જેટલીએ મોદી સાથે હાથ ના મિલાવતા ચર્ચા

મોદી

ઇમેજ સ્રોત, YOUTUBE

    • લેેખક, બીબીસી હિંદી ટીમ
    • પદ, નવી દિલ્હી

કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના નેતા અરુણ જેટલી ચોમાસુ સત્રમાં 9મી ઑગસ્ટે સંસદમાં આવ્યા હતા.

પહેલા જ દિવસે નરેન્દ્ર મોદી સાથે તેમનો ભેટો થઈ ગયો અને એક અજીબોગરીબ સ્થિતિનું નિર્માણ થયું.

ઉપ-સભાપતિ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ મોદી રાજ્યસભામાં ગયા હતા.

તેમણે એનડીએના ઉમેદવાર હરિવંશ સાથે હાથ મિલાવીને તેમને અભિનંદન આપ્યાં હતાં.

તેઓ અરુણની નજીકની બેઠક પર બેસવા માટે પરત આવી રહ્યા હતા.

ત્યારે વડા પ્રધાને હાથ મિલાવવા માટે તેમની તરફ હાથ આગળ કર્યો પરંતુ જેટલીએ હાથ ન મિલાવ્યો અને માત્ર સ્મિત કરીને નમસ્તે કર્યું.

આ દૃશ્યોની તસવીરો અને વીડિયો વાઇરલ થઈ ગયાં. તસવીરમાં મોદી હાથ આગળ વધારીને સ્મિત કરી રહ્યા છે અને જેટલી પણ હસી રહ્યા છે.

કેટલાક લોકોએ આ ઘટનાને રાજકીય દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરી અને અટકળો લગાવવાની શરૂ કરી કે ભાજપના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચે આવું અંતર કેમ ઊભું થયું છે?

line

જેટલીએ કેમ હાથ ના મિલાવ્યો?

જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલા જેટલી આરોગ્ય સંબંધિત સમસ્યાને કારણે સારવાર કરાવી રહ્યા હતા અને ઉપસભાપતિની ચૂંટણીમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

એનડીએના સભ્યોએ બૅન્ચ થપથપાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

દરમિયાન પૂર્વ વડા પ્રધાન મંત્રી મનમોહન સિંહ અને પૂર્વ રક્ષા મંત્રી એ. કે. એન્ટોનીએ પણ તેમના ખબરઅંતર પૂછ્યાં હતાં.

આપને આ પણ વાંચવું ગમશે

જોકે, સૌથી વધુ ચર્ચા મોદી અને જેટલીની મુલાકાતની થઈ. ખરેખર જેટલીએ હાથ ન મિલાવ્યો તેની પાછળ રાજકીય નહીં પરંતુ આરોગ્યની બાબત જવાબદાર હતી.

અરુણ જેટલીનું તાજેતરમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન થયું છે. ત્યારબાદ ઇન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે.

આથી દર્દીને શક્ય હોય ત્યાં સુધી અન્ય લોકો સાથે શારીરિક રીતે સંપર્કમાં નહીં આવવાની સલાહ આપવામાં આવે છે.

line

હાથ ન મિલાવવાની સલાહ કેમ?

કિડની

ઇમેજ સ્રોત, Getty Images

જેટલી સંસદગૃહમાં આવતા જ રાજ્યસભાના સભાપતિ વૈંકેયા નાયડુએ પણ ત્યાં હાજર સંસદસભ્યોને જેટલી સાથે હાથ ના મિલાવવા કહ્યું હતું.

ઑપરેશન બાદ તેઓ છેલ્લા ત્રણ મહિનાથી આરામ લઈ રહ્યા હતા અને તેમનું કામકાજ પીયૂષ ગોયલ સંભાળી રહ્યા હતા.

જેટલી ટૂંક સમયમાં જ તેમનું કામકાજ સંભાળી લેશે એવું માનવામાં આવી રહ્યું છે.

જોકે, મગજમાં એ સવાલ ચોક્કસ પેદા થાય છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટના સફળ ઑપરેશન બાદ પણ જેટલીએ કેમ હાથ મિલાવવા ના જોઈએ?

તેઓ કેમ કોઈને ગળે મળી શકતા નથી? શારિરીક સંપર્ક માટે મનાઈ શા માટે કરવામાં આવે છે.

વાસ્તવમાં કિડની બીન આકારવાળું ઑર્ગન છે. જે કરોડની બંને બાજુ હોય છે.

સામાન્ય રીતે માનવામાં આવે છે કે તે પેટ પાસે હોય છે પરંતુ વાસ્તવમાં તે આંતરડા નીચે અને પેટના પાછળના ભાગમાં હોય છે.

ઑપરેશન બાદ ઇન્ફેક્શન મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

જે દર્દીઓની કિડની બદલાવવામાં આવે છે તેમણે આગળ જઈને ધ્યાન રાખવાનું હોય છે.

આવા દર્દીઓએ ખાસ પ્રકારની સાવધાની રાખવી પડે છે :

  • ધૂમ્રપાન કરતા હોય તો છોડી દે
  • આરોગ્યપ્રદ ખોરાક ખાવો જોઈએ
  • વજન વધારે હોય તો ઘટાડવું જોઈએ
  • ઇન્ફેક્શનથી બચવાની કોશિશ કરવી જોઈએ
  • બીજા સાથે ઓછામાં ઓછો શારીરિક સંપર્ક રાખવો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો