You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
23 દેશોની સફર પર નીકળેલી ભારતીય યુવતીઓની કહાણી
તુમ પંખ હો, તુમ આકાશ બનો, તુમ ઊડ ચલો
તુમ કલ નહીં, તુમ આજ બનો, તુમ ઊડ ચલો
બસ આ જ ગીત ગાતા ગાતા 23 વર્ષનાં કીથિયર મિસ્ક્વિટા અને 21 વર્ષનાં આરોહી પંડિત નીકળી પડ્યાં છે દુનિયાની સફરે. પંજાબના પટિયાલા એર બેસ પરથી આ બન્ને યુવતીઓએ રવિવારના રોજ પોતાની સફર શરૂ કરી.
સામાન્ય રીતે લોકો જમીન પર રહીને આકાશની પરિકલ્પના કરતા હોય છે, પરંતુ આ બન્ને યુવતીઓ આકાશ પરથી ધરતીને સમજવાનો પ્રયાસ કરવા નીકળી છે અને તે પણ માત્ર 100 દિવસમાં.
આરોહી અને કીથિયર લાઇટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં આ સફર ખેડશે. આ દરમિયાન તેઓ ઘણી જગ્યાઓએ થોભશે જ્યાં ગ્રાઉન્ડ સ્ટાફ તેમના રહેવા અને આગળના સફર માટેની તૈયારીઓ કરશે.
મહત્ત્વની વાત એ છે કે સમગ્ર ગ્રાઉન્ડ સ્ટાફમાં માત્ર યુવતીઓ જ સામેલ હશે.
જો બધું જ બરાબર રહેશે, તો તેમનું નામ ઇતિહાસમાં લખાઈ જશે. કારણ કે લાઇટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ દ્વારા ધરતીનું ચક્કર કાપનારી આ પહેલી ભારતીય યુવતીઓ હશે.
ભારતમાં આજ સુધી કોઈએ ના તો આવું વિચાર્યું છે, અને ના તો કોઈએ આવું કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે 'માહી'?
આ યુવતીઓએ પોતાના સ્પોર્ટ્સ એરક્રાફ્ટનું નામ 'માહી' આપ્યું છે. તો શું આ યુવતીઓ ક્રિકેટર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીથી પ્રભાવિત છે?
તમે આ વાંચ્યું કે નહીં?
આ અંગે મિશનના પ્રોગામ નિદેશક દેવકન્યા ધર કહે છે, "એરક્રાફ્ટના નામનું મહેન્દ્ર સિંહ ધોની સાથે કોઈ લેવાદેવા નથી. આ શબ્દનો સંસ્કૃતમાં મતલબ છે પૃથ્વી."
એરક્રાફ્ટ 'માહી' ભારતનું પહેલું રજિસ્ટર્ડ લાઇટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ છે.
માહીનું એન્જિન મારુતિ બૅલેનો જેટલું શક્તિશાળી છે અને તે 215 કિમી પ્રતિ કલાકની ઝડપે હવામાં ઊડી શકે છે.
આ હવાઈ જહાજ 60 લીટર બળતણની ક્ષમતા ધરાવે છે આ કારણે માત્ર સાડા ચાર કલાક સુધી હવામાં ઊડી શકાય છે.
આ હવાઈ જહાજની કૉકપીટમાં માત્ર બે લોકો બેસી શકે છે.
આરોહી અને કીથિયરની જિંદગીની ઝલક
જો બધું જ ઠીક રહ્યું તો આરોહી અને કીથિયર ત્રણ મહાદ્વીપના 23 દેશોની સફર 100 દિવસોમાં કરીને સ્વદેશ પરત ફરશે.
પટિયાલાથી નીકળ્યા ભર્યા બાદ આ યુવતીઓ દક્ષિણ-પૂર્વ એશિયા, જાપાન, રશિયા, કૅનેડા, અમેરિકા, ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ અને યુરોપની સફર ખેડશે.
દેશમાં લાઇટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ લાઇસન્સ ધરાવનાર માત્ર બે જ નાગરિકો છે અને એ આરોહી અને કીથિયર છે.
બન્નેએ મુંબઈ સ્થિત ફ્લાઇંગ ક્લબથી એવિએશનનો અભ્યાસ કર્યો છે.
આરોહી માત્ર 22 વર્ષનાં છે. પરંતુ તેઓ જ્યારે ચાર વર્ષનાં હતાં, ત્યારે તેમનું સપનું પાઇલટ બનવાનું હતું. આરોહીએ ચાર વર્ષની ઉંમરમાં એક વિમાનમાં સફર કરી હતી જેને મહિલા પાઇલટ ઊડાવી રહી હતી.
એ સમયે જ આરોહીએ નક્કી કરી લીધું હતું કે તેમને પાઇલટ બનવું છે. આજે તેમનું સપનું પૂર્ણ થયું.
આ મિશન માટે બન્નેએ એપ્રિલ માસથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
મિશન 'WE'
આ મિશનને 'WE' નામ આપવામાં આવ્યું છે જેનો મતલબ થાય છે વિમેન ઍમ્પાવરમેન્ટ. આ મિશનને ભારત સરકારના મહિલા તથા બાળ કલ્યાણ મંત્રાલયનું પણ સમર્થન મળેલું છે.
બીબીસી સાથેની વાતચીતમાં પ્રોગ્રામ કો-ઑર્ડિનેટર દેવકન્યા ધરે જણાવ્યું, "મહિલાઓની આઝાદી અને સશક્તિકરણને બતાવવાનો રસ્તો ઉડ્ડયનથી વધારે સારો રસ્તો બીજો કોઈ ના હોઈ શકે.”
“આરોહી અને કીથિયર જે દેશોમાં રોકાશે ત્યાં ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ અભિયાનનો પ્રચાર કરશે."
આ મિશનથી શું મળશે?
આ અંગે દેવકન્યા ધર કહે છે, "નાની ઉંમરમાં આ યુવતીઓની કહાણી પ્રેરણાદાયક છે. અમે આ મિશનમાં ક્રાઉડ ફન્ડિંગ દ્વારા જે પણ પૈસા એકઠા કરીશું તેનાથી દેશભરની 110 ગરીબ છોકરીઓને એવિએશનની ટ્રેનિંગ આપવામાં આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો