સૅનિટરી પૅડ પરથી GST હટાવી લેવાયો, બીજું શું સસ્તું થયું?

ઇમેજ સ્રોત, Hype PR
શનિવારે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સૅનિટરી પૅડ ઉપરાંત ઘણી વસ્તુઓ પરથી GST હટાવી લેવામાં આવ્યો છે.
GST કાઉન્સિલની 28મી બેઠક હાલમાં નાણાંમંત્રી તરીકેનો હોદ્દો સંભાળી રહેલા પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં મળી હતી. કાઉન્સિલે નિર્ણય લીધો છે કે સૅનિટરી નૅપકિન પરથી GST હટાવી લેવામાં આવે એટલે કે હવે સૅનિટરી પૅડ્સ પર કોઈ જ GST નહીં લાગે.
અત્યાર સુધી સૅનિટરી પૅડ્સ પર 12 ટકા GST લાગતો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
આ વસ્તુઓ પરથી સંપૂર્ણપણે GST હટાવી લેવામાં આવ્યો.
- સૅનિટરી પૅડ્સ
- રાખડીઓ (મોંઘા રત્નોથી ન બનેલી હોય તેવી રાખડીઓ)
- આરસપહાણથી બનેલી મૂર્તિઓ
- સાવરણી બનાવવામાં ઉપયોગમાં લેવાતો કાચો માલ
- સાલના પત્તાં

ઇમેજ સ્રોત, Getty Images
આ વસ્તુઓ પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો
- હેંડલૂમમાં બનેલી શેતરંજી
- ફોસ્ફોરિક એસિડવાળાં ખાતર
- ગુંથેલી ટોપીઓ (એક હજાર રૂપિયાથી ઓછી કિંમત ધરાવતી)
આ વસ્તુઓ પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો
- લિથિયમ આયન બૅટરી
- વૅક્યૂમ ક્લીનર
- ફૂડ ગ્રાઇંડર, મિક્સર
- શેવર્સ, હૅર ક્લિપર્સ
- હૅન્ડ ડ્રાયર્સ
- વૉટર કૂલર્સ
- આઇસક્રીમ ફ્રીઝર
- રેફ્રિજરેટર
- કૉસ્મેટિક્સ
- પરફ્યૂમ અને સેન્ટ
- પેઇન્ટ અને વાર્નિશ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો









