You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમત કેમ નથી ઘટાડતી?
- લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં સરકારી ઓઇલ કંપનીઓએ બુધવારે લિટર દીઠ એક પૈસાનો ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત છેલ્લાં ચાર વર્ષોમાં આટલી વધારે ક્યારેય નથી રહી, અને કિંમતો વધવા પાછળનું કારણ તેલની કિંમત પર લગાવાયેલા સરકારી ટૅક્સ છે.
સરકાર પર પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવા માટે દબાણ છે, આમ છતાં કિંમત વધે છે એના બે કારણ છે - પહેલું કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને બીજું કારણ ડૉલરની તુલનામાં કમજોર થઈ રહેલો રૂપિયો, પણ પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ માટે સૌથી મોટું કારણ સરકારી ટૅક્સ જ છે.
દિલ્હીમાં બુધવારે એક લિટર પેટ્રોલની કિંમત 78.42 રૂપિયા છે જેમાં ટૅક્સનો ભાગ 35.89 રૂપિયા છે. એટલે કે ગ્રાહક સુધી પહોંચતા સુધીમાં પેટ્રોલની મૂળ કિંમતમાં 95 ટકા ટૅક્સ જોડાઈ જાય છે.
ક્રૂડ ઓઇલની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
ક્રૂડ ઓઇલનો ભાવ 89 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગયો. એટલે કે રૂપિયામાં ગણતરી કરીએ તો ક્રૂડ ઓઇલના એક બેરલની કિંમત 6045.77 રૂપિયા થઈ ગઈ. એક બેરલમાં 159 લિટર આવે છે, તો એ પ્રમાણે પ્રતિ લિટર ક્રૂડ ઓઇલની કિંમત 38.02 રૂપિયા થઈ ગઈ.
હવે ઓઇલની ખરીદી બાદ ભારત લાવવાનો ખર્ચ ચૂકવવો પડે છે, ભારત આવી ગયા બાદ તેને રિફાઇનરી(આઇઓસી, બીપીસીએલ જેવી કંપનીઓ)માં પહોંચાળવાનો ખર્ચ થાય છે. ત્યારબાદ કંપની તેના પર પ્રોસેસ કરીને પેટ્રોલ કે ડીઝલ સ્વરૂપે ડીલર્સ (પેટ્રોલ પંપ)ને પહોંચાડે છે. જ્યાં તેના પર કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટી, રાજ્ય સરકારનો વેટ અને ડીલરનું કમિશન જોડાય છે.
જોકે ડીલર પાસે પેટ્રોલ પહોંચે ત્યારે તેની કિંમત 38.63 રૂપિયા પ્રતિ લિટર હોય છે. જેના પર કેન્દ્ર સરકાર 19.48 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી લગાવે છે અને ડીલર તેમનું કમિશન (દિલ્હીમાં 3.64 રૂપિયા) જોડે છે, પછી રાજ્ય સરકારો વેટ (મહારાષ્ટ્રમાં 46.52 ટકા, કેરળમાં 34 ટકા, ગોવામાં 17 ટકા) લાગે છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત પર 23 મેના દિવસે 16.41 રૂપિયા વેટ લગાવાયો. આ પ્રકારે કિંમત પર 95ટકા તો ટૅક્સ જ લાગે છે.
છેલ્લા થોડાંક દિવસોમાં પેટ્રોલની કિંમતમાં કરાયેલા 2.54 રૂપિયાના વધારાના કારણે પેટ્રોલ છેલ્લાં ચાર વર્ષની તુલનામાં સૌથી મોંઘુ થઈ ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
જુન 2010માં પેટ્રોલ અને ઓક્ટોબર 2014માં ડીઝલના ડીરેગ્યૂલેટ થયા બાદ મહિનામાં બે વખત કિંમતમાં ફેરફાર થતા આવ્યાછે. પણ 16 જુન 2017થી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રોજ બદલાતી રહી છે. પણ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં પહેલી વખત રોજ કિંમત બદલવા પર 20 દિવસ માટે રોક લગાવાઈ હતી. 20 દિવસ સુધી કિંમતમાં કોઈ ફેરફાર ન થયો પણ જેવું આ અંકુશ હટાવાયું તો પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ.
ઓઇલનું આંતરરાષ્ટ્રીય બજાર
સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલા વધારાને દેશમા પેટ્રોલની વધતી કિંમતોનું કારણ ગણાવાઈ રહ્યું છે. એના સિવાય ડૉલરની તુલનામાં રૂપિયાની કિંમત 16 મહિનાના નીચે (67.93 રૂપિયા પ્રતિ ડૉલર) છે અને તેની અસર ઓઇલની ખરીદી પર થઈ રહી છે.
પણ એમ છતાં આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા લગાવવામાં આવતો ધરખમ ટૅક્સ એ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનું સૌથી મોટું કારણ છે.
ઓઇલ મામલે જાણકાર નરેન્દ્ર તનેજા કહે છે કે જેટલી ઓઇલની કિંમત હોય લગભગ એટલો જ ટૅક્સ લાગે છે.
તેઓ કહે છે કે, "ક્રૂડ ઓઇલ ખરીદ્યા બાદ રિફાઇનરીમાં લવાય છે અને ત્યાંના ગેટથી પેટ્રોલ-ડીઝલ સ્વરૂપે નીકળે છે, ત્યારબાદ તેના પર ટેક્સ લાગવાનું શરૂ થઈ જાય છે. પહેલા કેન્દ્ર સરકાર એક્સાઇઝ લગાવે છે."
"ત્યારબાદ જે રાજ્યમાં ટ્રક જાય છે ત્યાંની સરકાર તેના પર ટૅક્સ લગાવે છે. જેને સેલ્સ ટૅક્સ અથવા વેટ કહે છે. આ સાથે પેટ્રોલ પંપના ડીલર તેના પર કમિશન લગાવે છે. જો તમે કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સને ગણો તો લગભગ પેટ્રોલ-ડીઝલની વાસ્તવિક કિંમત જેટલો જ હોય છે. એટલે આશરે 100 ટકા જેટલો ટેક્સ લાગે છે.
જીએસટી અંતર્ગત લઈ આવવાથી પેટ્રોલ સસ્તું થશે?
પેટ્રોલના સતત વધી રહેલા ભાવના કારણે હવે તેને જીએસટી અંતર્ગત લેવાની માંગ કરાઈ રહી છે. 2017માં લાગુ કરાયેલા જીએસટીના દાયરામાંથી નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને વિમાનના ઇંધણને બહાર રાખવામાં આવ્યા હતાં.
જીએસટીના દાયરામાં આવવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની આશા છે. કારણકે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતા અલગ-અલગ ટેક્સના બદલે જીએસટીની લાગુ થશે.
તજજ્ઞોના મતે પેટ્રોલિયમ ઉત્પાદકો પર જો 18 ટકા જીએસટી લગાવાય છે તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઓછી થઈને 48.71 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.
એટલે એવું માનવામાં આવે છે કે જો તેને જીએસટીના દાયરામાં લવાશે તો પણ 28 ટકાના સ્લેબમાં જ રાખવામાં આવશે. સાથે-સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારને થનાર ખોટની ભરપાઈ માટે અલગથી સેસ લગાવવાનો અધિકાર પણ આપવામાં આવશે.
પેટ્રોલ પર જીએસટીથી સેસ લગાવવામાં આવે તો દિલ્હીમાં કિંમત લિટર દીઠ 54 રૂપિયા થશે.
ઓઇલની ખરીદી અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ
માગને પહોંચી વળવા માટે ભારત 80ટકા ક્રૂડ ઓઇલ આયાત કરવામાં આવે છે. એપ્રિલ 2018માં ભારતે 4.51 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરી હતી જે ગયા વર્ષની તુલનામાં 2.5ટકા વધારે છે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલની આયાતનો મોટો ભાગ પશ્ચિમ એશિયાના દેશોમાંથી આવે છે અને હાલમાં ત્યાં અસ્થિર સ્થિતિ છે.
હવે ભારત જે દેશોથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે એમાં સૌથી આગળ ઈરાક છે, જેને પરંપરાગત રીતે ભારતના સૌથી મોટા સપ્લાયર સાઉદી અરબને જાન્યુઆરી-એપ્રિલ 2018દરમિયાન બીજા નંબર પર ધકેલી દેવાયા છે.
ત્રીજા સ્થાને ઈરાન છે, એપ્રિલમાં ભારતે ત્યાંથી 6 લાખ 40 હજાર બેરલ પ્રતિદિન હિસાબે ક્રૂડ ઓઇલ ખરીદ્યુ હતું. ઈરાન થી તેલ આયાત કરનાર ભારત એ ચીન પછીનો સૌથી મોટો દેશ છે.
અમેરીકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું છે કે અમેરીકા ઈરાન પર સૌથી કડક પ્રતિબંધ લગાવશે, જો એવું થયું તો ઈરાને પોતાની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા સંઘર્ષ કરવો પડશે.
કિંમત કેવી રીતે ઓછી થશે?
ભારત સરકાર પાસે વિકલ્પ છે કે તેઓ પેટ્રોલ, ડીઝલ પર લગાવાઈ રહેલી એક્સાઇઝ ડ્યૂટીને ઓછી કરે. કેન્દ્ર સરકાર 19.48 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ પર અને 15.33 રૂપિયા પ્રતિ લિટર ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી લગાવે છે. જ્યારે વેટના દર અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ છે.
એટલે પેટ્રોલના ભાવ ઘટાડવા માટે ટેક્સ ઘટાડવા પડે, પણ અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ટેક્સ ઘટાડવાથી સરકારની આવક અને સરકારી તિજોરી પર નકારાત્મક અસર થઈ શકે છે.
ભારતીય સ્ટેટ બેંકનું કહેવું છે કે ક્રૂડ ઓઇલની કિંમતોમાં હાલમાં થયેલા વધારાથી દેશની નિકાસ પર અસર થશે અને સીએડી વધીને જીડીપી કરતા 2.5ટકા સુધી પહોંચી શકે છે.
એસબીઆઈની ઇકોરેપ રિપોર્ટમાં અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે અનુમાન લગાવ્યું છે કે ક્રૂડ ઓલમાં 10 ડૉલર પ્રતિ બેરલ જેટલી વૃદ્ધિ થવાથી દેશના આયાત બિલમાં આઠ અબજ ડૉલરની વૃદ્ધી થાય છે.
તેનાથી જીડીપીમાં 16 આધાર આંકડા એટલે કે બીપીએસમાં વૃદ્ધિ થાય છે. જેના કારણે રાજકોષીય ખોટમાં આઠ બીપીએસની, ચાલુ ખાતામાં 27 બીપીએસની અને મુદ્રાસ્ફીતી (મોંઘવારી)માં 30 બીપીએસની વૃદ્ધિ થાય છે. જોકે આ અનુમાન અને વાસ્તવિક વૃદ્ધિમાં અંતર હોઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો